August 5, 2026
ગુજરાતટોપ ન્યુઝ

સાવધાન! પનીરના નામે ખવાઈ રહ્યું છે ‘ધીમું ઝેર’: ગુજરાત સરકારે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ

Spread the love

જનતાના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રાલયે સૌથી મોટો નિર્ણય લીધો છે. આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડેક્ટ્સ જેમ કે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદનની સાથે વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ અગાઉના નિર્ણયને તાત્કાલિક લાગુ કરવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું છે રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટસના વિતરણ અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે થનારી કોઈ પણ પ્રકારની બેદરકારીને ચલાવી લેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર સરકારે પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે તેનો નિયમ ભંગ કરનારને પણ આજીવન કેદની જોગવાઈ કરી છે.

માનવીના આરોગ્ય માટે ધીમું ઝેર સાબિત થશે
સરકારે બનાવટી ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવા પગલું ભર્યું
ડેરી પ્રોડક્ટ્સમાં દૂધની કુદરતી ફેટના બદલે વનસ્પતિ તેલ અને અન્ય પ્રોસેસ્ડ સામગ્રીના વપરાશ કરવામાં આવે છે, જે લાંબા ગાળે માનવીના શરીર અને આરોગ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ શકે છે. ભેળસેળવાળા અને કસ્ટમર્સને ગેરમાર્ગે દોરનાર બનાવટી ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવા માટે ગુજરાત સરકારે પગલું ભર્યું છે. આ પ્રતિબંધ પછી સમગ્ર રાજ્યમાં ડેરી ઉત્પાદનોના નામે એનાલોગ સામગ્રી વેચતા કે બનાવતા એકમો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, જેથી આમ આદમીને ગુણવત્તાસભર ખાધસામગ્રી મળી છે.

ફૂડ બિઝનેસ ઓપરેટર સામે પણ પગલાં ભરાશે
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરીના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે દૂધના બદલે વનસ્પતિ તેલ અને બિનડેરી ઘટકમાંથી પનીર જેવા દેખાતા ઉત્પાદનો બનાવવામાં આવી રહ્યા છે, જેથી કસ્ટમર ગેરમાર્ગે દોરાય છે. સરકારે જણાવ્યું હતું કે આ પ્રતિબંધનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે એફએસએસ એક્ટ અન્યવે કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

વેપારીઓને નિર્ધારિત માપદંડોનું પાલન કરવાનો આદેશ
બનાવટી પનીર અને બટર મુદ્દે એક્શન લેવા માટે મહારાષ્ટ્ર, છત્તીસગઢ પછી હવે ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવ્યો છે. ફૂડ સેફ્ટી તપાસમાં ગેરરીતિ થતી હોવા મુદ્દે ત્રણેય સરકારે નિર્ણય લીધો છે. સરકારે હોટેલ, રેસ્ટોરા અને વેપારીઓને ફક્ત નિર્ધારિત માપદંડોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.

650 કરોડના માર્કેટ પર ગેરરીતિના ઓછાયા
ભારતમાં અત્યારે પનીરનું માર્કેટ 650 અબજ રુપિયાનું થઈ ગયું છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં થતી ગેરરીતિનું માર્કેટમાં ધમધમી રહ્યું છે. દર વર્ષે પનીરની ડિમાન્ડમાં પંદર ટકાનો વધારો થાય છે, પરંતુ બનાવટી પનીર બનાવવાનું ચલણ પણ વધ્યું છે. માર્કેટમાં વેચાતા અનબ્રાન્ડેડ પનીરમાં સૌથી વધુ મિલાવટની ફરિયાદ મળે છે, જેમાં અસલી પનીર નરમ-મુલાયમ હોય છે, જ્યારે બનાવટી સખત અને રબર અને ટેસ્ટ કડવો હોય છે. જોકે, નિરંતર વધતી ડિમાન્ડ અને માર્કેટમાં બનાવટીના ચલણને કારણે 2030 સુધીમાં માર્કેટનું કદ વધીને બે ટ્રિલિયન રુપિયાથી વધી જશે. દેશમાં દર વર્ષે પનીરના વેચાણમાં 14 ટકાનો વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!