ભારતે અફઘાનિસ્તાનને 3-0થી હરાવી રચ્યો ઈતિહાસ, અભિષેક શર્માની સૌથી ઝડપી સદી અને નીતીશ કુમારની ઘાતક બોલિંગ!
ભારતના ઘરઆંગણે રમાયેલી ટવેન્ટી-20 સિરીઝમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનની 3-0 સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. અભિષેક શર્માની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક સેન્ચુરી અને નીતીશ કુમાર રેડ્ડીની શાનદાર બોલિંગને કારણે સિરીઝ જીતી ગયું છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ભારતે સતત બીજી સિરીઝ જીતી છે અને બે વખત ક્લિન સ્વીપ કર્યું છે એના અગાઉ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 3-0થી હરાવ્યું હતું.
ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચ રસપ્રદ રહી હતી. ભારતે પહેલી બેટિંગમાં 20 ઓવરમાં 221 રનનો સ્કોર કર્યો હતો, જેમાં 34 બોલમાં 108 રન ફટકારીને અભિષેક શર્માએ ઐતિહાસિક ઈનિંગ રમ્યો હતો, જેમાં રોહિત શર્માથી લઈને અનેક ધુરંધર બેટરના રેકોર્ડ બ્રેક કર્યા હતા. 221 રનના સ્કોર સામે અફઘાનિસ્તાનની ટીમ 94 રનના નજીવા સ્કોરે આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા વતીથી નીતીશ કુમારે પણ એક ઓવર ત્રણ વિકેટ ઝડપીને જીતનો પાયો નાખ્યો હતો.
પહેલી ઈનિંગમાં અભિષેક શર્માએ 30 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો, જે ભારતવતીથી ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. હીટમેન રોહિત શર્માને પાછળ મૂકી દીધો છે, જેને 35 બોલમાં સદી કરી હતી. બીજી બાજુ નીતીશ કુમારે રેડ્ડી પણ આ સિરીઝમાં 6 વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો છે.
ભારત અફઘાનિસ્તાનની સામે રમાયેલી ફ્રેન્ડશિપ સિરીઝમાં 3-0 પોતાને નામે કરી છે, જેમાં ત્રણેય મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી અને ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. ભારત પહેલી બે મેચમાં અનુક્રમે સાત વિકેટ અને બીજીમાં 127 રનના માર્જિનથી મેચ જીત્યું હતું.
ત્રીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટર અભિષેક શર્માએ મજબૂત પ્રદર્શન કર્યું હતું. 34 બોલમાં 108 ફટકારી હતી, જ્યારે સંજુ સેમસને પણ બીજી હાફ સેન્ચુરી ફટકારી હતી. બોલરમાં નીતીશ કુમારે ત્રણ વિકેટ ઝડપવાની સાથે સ્પિનર રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ, જ્યારે અક્ષર પટેલે બે અને બુમરાહ-યશ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી.
