એસ્સાર ગ્રુપે બ્રિટનમાં કરી સૌથી મોટી ડીલ, રૂ. 5,166 કરોડમાં ખરીદ્યા પેટ્રોલ પંપ, ભારતને શું થશે ફાયદો
ઈન્ડિયાના દિગ્ગજ ઉદ્યોગપતિ એસ્સાર ગ્રુપએ રિટેલ યુનિટ ઈઈટી રિટેલએ બ્રિટનના ફ્યુઅલ માર્કેટમાં સૌથી મોટી ડીલ કરી છે. ઈઈટી રિટેલએ યુકેના મુખ્ય ફોરકોર્ટ ઓપરેટર એસજીએન રિટેલને ખરીદવા માટે સૌથી મોટા સમજૂતી-કરાર કર્યા છે. જોકે, અત્યાર સુધીમાં કંપનીએ એના સંબંધમાં કોઈ મોટો ખુલાસો કર્યો નથી. ઈન્ડસ્ટ્રીના વર્તુળોએ જણાવ્યું છે કે આ ડીલ લગભગ 5,166 કરોડ રુપિયામાં કરવામાં આવી છે. આ ડીલ કરવાની સાથે હવે એસ્સાર ગ્રુપએ સત્તાવાર રીતે એનર્જી સેક્ટરમાં પણ સૌથી મોટું સાહસ કર્યું છે, જે ભવિષ્યમાં સેક્ટરમાં પ્રતિસ્પર્ધી કંપનીઓને હંફાવી શકે છે.
2031 સુધી 800 પેટ્રોલ પંપ બનાવવાનો લક્ષ્યાંક
આ ડીલ પછી ઈઈટી રિટેલ વર્ષે ઓઈલ વેચાણ ક્ષમતા 65 કરોડ લીટરથી વધુ થશે. કંપનીનો ટાર્ગેટ એટલે સુધી સીમિત રહ્યો નથી. એસ્સારનો લોંગ ટર્મ પ્લાન 2031 સુધી પોતાનું નેટવર્ક વધારીને 800 પેટ્રોલ પંપ પહોંચાડવાનો છે. એનાથી બ્રિટનના ફ્યુઅલ માર્કેટમાં તેની ભાગીદારી લગભગ નવ ટકાને પાર થશે. ઉપરાંત, રિટેલ આઉટલેટ્સને પણ ઓઈલનો પુરવઠો એસ્સારની ચેશાયર સ્થિત જાણીતા સ્ટેનલો રિફાઈનરી મારફત જશે.
ગ્રાહકોને સસ્તા ભાવે મળશે પેટ્રોલ-ડીઝલ
ઈઈટી રિટેલના સીઈઓએ કહ્યું હતું કે બ્રિટનમાં એક વિશાળ અને ઈન્ટિગ્રેટેડ રિટેલ પ્લેટફોર્મ તૈયાર કરવાની કામગીરી કંપનીની એક પોલિસીનો ભાગ છે. છેલ્લા બે દાયકાથી બ્રિટનમાં ફ્યુઅલ માર્કેટ વિખરાયેલું છે, કારણ કે મોટી કંપનીઓ રિફાઈનિંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ઘટાડ્યું છે. હવે સ્ટેનલો રિફાઈનરીને ડાયરેક્ટ પોતાના રિટેલ સ્ટેશન સુધી તેલ પહોંચાડવા માટે વચેટિયાઓનો છેદ ઉડાડવામાં આવ્યો છે, જેનાથી યુકેના વાહનચાલકોને વધુ સસ્તા દરે પેટ્રોલ-ડીઝલ પણ મળી શકશે.
ગ્લોબલ ક્રેટિટ પર પણ અસર જોવા મળશે
ડીલ પૂરી કરવા માટે ફાઈનાન્શિયલ રોકડ અને 250 મિલિયન પાઉન્ડની સિનિયર ડેટ ફેસિલિટી મારફત કરવામાં આવશે. આ ફંડિંગ દુનિયાની બેંકોએ પણ સિસ્ટમેટિક કર્યું છે, જેમાં ફર્સ્ટ અબુ ધાબી બેંક, મેક્ક્વેરી બેંક, મિઝરાહી તેફાહોત બેંક, નેટિક્સિસ, ઓકનોર્થ બેંક અને રોયલ બેંક ઓફ કેનેડાનો સમાવેશ થાય છે. વિદેશમાં કરવામાં આવેલી ડીલની સીધી અસર દેશની ઈકોનોમી અને ગ્લોબલ ક્રેડિટ પર જોવા મળશે.
ભારતીય કંપનીને ફંડ આપવાથી બેંકોનો વિશ્વાસ વધ્યો
આ ડીલને કારણે બ્રિટનના માર્કેટમાં 118 જેટલા પેટ્રોલ પંપ ટેકઓવર કરવાની સાથે ભારતીય કોર્પોરેટ જગતની સૌથી મોટી તાકત માનવામાં આવે છે, જેનાથી વૈશ્વિકસ્તરે એક મેસેજ પણ જાય છે કે ભારતીય કંપનીઓ ફક્ત વિદેશી રોકાણ કરવામાં એકલી સક્ષમ નથી, પરંતુ વિકસિત દેશોના મુખ્ય સેક્ટર સંબંધિત ડીલ કરવામાં પણ સક્ષમ છે. આ ડીલને કારણે ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક ભાગીદારી અને ઔદ્યોગિક સંબંધો પણ વધુ મજબૂત બનશે, જ્યારે આ ડીલમાં વૈશ્વિક બેંકોએ પણ ફંડ આપ્યું છે, જે ભારતીય કંપની પર વૈશ્વિક બેંકોનો અતૂટ વિશ્વાસ પણ દર્શાવે છે.
