September 5, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

NSE IPO: દેશનો સૌથી મોટો IPO રચશે નવો ઈતિહાસ, રોકાણકારો માટે ક્યારે ખુલશે?

Spread the love

SEBI તરફથી લીલી ઝંડી મળ્યા બાદ NSE લાવશે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO; ગ્રે માર્કેટ પ્રીમિયમ, પ્રાઈસ બેન્ડ અને લિસ્ટિંગ ડેટની તમામ વિગતો

રોકાણ કરવા માટે એક કરતા અનેક વિકલ્પો હોય છે, જેમાં તમને સમજણ હોય તો સ્ટોકમાર્કેટમાં પણ રોકાણ કરી શકો છો. આ વખતે સ્ટોકમાર્કેટમાં નવા ઈતિહાસનું નિર્માણ થશે. માર્કેટ નિયામક સેબીએ લાંબા સમયથી રાહ જોઈ રહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના આઈપીઓને લીલી ઝંડી આપી દીધી છે.
માર્કેટમાં લગભગ 30,000 કરોડ રુપિયાની પબ્લિક ઓફરની સાથે એનએસઈ દેશનો સૌથી મોટો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. એનએસઈ આઈપીઓ લઈ આવશે તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના 27,870 કરોડ રુપિયાના આઈપીઓનો રેકોર્ડ તૂટી જશે અને દેશનો સૌથી મોટો આઈપીઓ બનશે. આ આઈપીઓમાં વર્તમાન શેરહોલ્ડર લગભગ 15 કરોડ શેર વેચી શકશે. શું છે એવું ખાસ આ આઈપીઓમાં તો વિગતે જાણો.

માર્કેટમાં કોને થઈ શકશે વધુ ફાયદો
એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના મેગા આઈપીઓમાં શેર વેચવામાં સૌથી વધુ મોખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) છે. એસબીઆઈ ગ્રુપ પોતે અને સહાયક કંપની એસબીઆઈ કેપિટલ માર્કેટમાંથી શેર વેચી રહ્યું છે. એના સિવાય એમએસ સ્ટ્રેટેજિક (મોરેશિયસ), કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ અને બેંક ઓફ બરોડા પણ પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે. ડોમેસ્ટિક વીમા કંપની જેમ કે ન્યુ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ અને જનરલ ઈન્શ્યોરન્સ પણ પોતાનો હિસ્સો ઘટાડી રહી છે.

દેશની સૌથી મૂલ્યવાની સંસ્થા બનશે
જોકે, માર્કેટમાં આઈપીઓની એન્ટ્રી પૂર્વ અનલિસ્ટેડ એટલે અનઓફિશિયલ માર્કેટમાં એનએસઈના સ્ટોકમાં જોરદાર ડિમાન્ડ વધી છે. અત્યારે 1,950થી 2,050 રુપિયાની આસપાસ સ્ટોક ટ્રેડ કરે છે. ડો આઈપીઓના ભાવ આ જ ભાવની આસપાસ નિશ્ચિત થાય તો એનએસઈનું વેલ્યુએશન લગભગ 4.8 લાખ કરોડ રુપિયા 51 અબજ ડોલરની આસપાસ થશે, જે દેશની સૌથી મૂલ્યવાન નાણાકીય સંસ્થાઓમાં સમાવેશ થશે.

વિવાદનું નિરાકરણ પછી આઈપીઓ
એનએસઈ છેલ્લા 10 વર્ષથી વધુ સમયમાં લિસ્ટિંગની યોજના બનાવી હતી, પરંતુ કો-લોકેશન અને ડાર્ક ફાઈબરના વિવાદને કારણે મામલો અટક્યો હતો. આ કેસમાં અમુક બોર્કર્સે બીજાના પહેલા ટ્રેડિંગ ડેટા મળતો હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે, જુલાઈમાં સેબી સાથે 1,491 કરોડ રુપિયાનું સેટલમેન્ટ થયા પછી આ આઈપીઓનો માર્ગ મોકળો બન્યો છે હવે કહેવાય છે કે મિડ સપ્ટેમ્બરમાં આઈપીઓનો માર્ગો મોકળો બની ગયો છે.

પ્રાઈસ બેન્ડ શું હોઈ શકે છે
એનએસઈ પોતાના આઈપીઓની પ્રાઈસ 1,800 રુપિયાથી વધુ રાખી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ આઈપીઓ સ્ટોક એક્ચેન્જની એન્ટ્રી નજીક પહોંચી ગયો છે. એનએસઈના શેર ગ્રે માર્કેટમાં 285 રુપિયા સુધીના પ્રીમિયમ સાથે ટ્રેડ કરે છે. પંદર સપ્ટેમ્બરના આઈપીઓના પ્રાઈસ બેન્ડ અને 25 સપેટમ્બરના તેની લિસ્ટિંગ થઈ શકે છે અને જો સમયસર કામગીરી થઈ તો રોકાણકારો માટે 18 સપ્ટેમ્બરના ખૂલી શકે છે.
વર્તમાન ભારતીય શેરબજારમાં સૌથી મોટો આઈપીઓ તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો છે. ઓક્ટોબર, 2024માં 27,870 કરોડ રુપિયાના આઈપીઓનું કદ હતું, જ્યારે એના પહેલા 2022માં આવેલ એલઆઈસીના નામે રેકોર્ડ હતો. એલઆઈસીએ માર્કેટમાં આઈપીઓ લાવીને કૂલ 21,008 કરોડ રુપિયા એક્ત્ર કર્યાં હતા, જ્યારે હવે એનએસઈ માર્કેટમાં નવો વિક્રમ નોંધાવશે.

દુનિયાનો સૌથી મોટો આઈપીઓ
ભારતીય શેરબજારની વાત તો કરી, પરંતુ દુનિયાના સ્ટોકમાર્કેટમાં સૌથી મોટો આઈપીઓ સ્પેસએક્સનો છે. જૂન, 2026માં અમેરિકન સ્ટોક એક્સચેન્જ નેસ્ડેકમાં લિસ્ટ થઈને 75 અબજ ડોલર (લગભગ 6.2 લાખ કરોડ) એક્ત્ર કર્યા હતા. એના પહેલા રેકોર્ડ સઉદી અરેબિયાની સરકારી ઓઈલ કંપની સઉદી અરામકો (Saudi Aramco)નો નામે રેકોર્ડ હતો. એ વખતે સઉદીની કંપનીએ માર્કેટમાંથી 25.6 અબજ ડોલર એકત્ર કર્યાં હતા. એલન મસ્કની કંપની સ્પેસએક્સે માર્કેટમાં આઈપીઓ મારફથ 55 કરોડ શેર વેચ્યા હતા. ઓવર એલોટમેન્ટ (ગ્રીનશૂ) ઓપ્શન મારફત કૂલ 85 અબજ ડોલર એકત્ર કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!