ડેવિડ વોર્નરના ‘જય શ્રી કૃષ્ણ’: જન્માષ્ટમી પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજની સોશિયલ મીડિયા પોસ્ટે ભારતીય ફેન્સના દિલ જીત્યા!
ભારત સહિત દુનિયાભરમાં હિંદુ સમુદાયના લોકોએ શનિવારના જન્માષ્ટમીના તહેવારની હરખભેર ઉજવણી કરી હતી, જેમાં અનેક પરિવારે સહપરિરવારની ઉજવણી કરી હતી. અમુક લોકોએ પરિવારિક મિત્રોને પણ શુભેચ્છા આપી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જન્માષ્ટમીની શુભેચ્છા આપીને લોકોને ચોંકાવ્યા હતા.
આ ઓસ્ટ્રેલિયન ક્રિકટેર એટલે ડેવિડ વોર્નર. ડેવિડ વોર્નર ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને તહેવારોનું ખાસ સેલિબ્રેશન પણ કરે છે. દિવાળીમાં પણ ભારતીયોને વિશ કરે છે, ત્યારે આ જન્માષ્ટમીમાં તેને શુભેચ્છા આપીને લોકોનું દિલ જીતી લીધું હતું.
લોકોએ નોંધ પણ લીધી હતી કે ભારતમાં વિરાટ કોહલી, ઋષભ પંત, યુઝવેન્દ્ર ચહલની સાથે સ્મૃતિ મંધાનાએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા આપી હતી. પરંતુ વોર્નરની પોસ્ટનું સૌને આશ્ચર્ય થયું હતું. ભારતીય સિનેમાના જોરદાર પ્રેમી ગણાતા ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર પોતાની જન્માષ્ટમી પોસ્ટ શેર કરી હતી, જેમાં હિન્દીમાં લખ્યું હતું જય શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, જ્યારે તેમાં કૃષ્ણ ભગવાનની વાંસળી સાથેની તસવીર હતી.
DAVID WARNER INSTAGRAM STORY ON LORD KRISHNA JANMASHTAMI. ❤️🙏 pic.twitter.com/5XESy3zF42
— Tanuj (@ImTanujSingh) September 4, 2026
અહીં એ જણાવવાનું કે ઈન્ટરનેશનલ ક્રિકટેમાંથી સન્યાંસ લીધા પછી ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર પણ વિશેષ એક્ટિવ રહે છે. ભારતીય ફિલ્મોનો પણ મોટો ચાહક છે. ડેવિડ વોર્નર જ નહીં, પરંતુ પરિવારમાં તેની દીકરીઓને પણ ભારતીય સંસ્કૃતિથી વાકેફ કરે છે, જ્યારે તેઓ પણ ક્યારેક ભારતીય પહેરવેશમાં પણ ફોટો પોસ્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેવાને કારણે તેના એકલા ઈન્સ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
ડેવિડ વોર્નરની ઈન્ટરનેશનલ કેરિયરની વાત કરીએ તો 112 ટેસ્ટ, 161 વન-ડે અને 110 ઈન્ટરનેશનલ ટેસ્ટ મેચ રમ્યો છે. ટેસ્ટમાં 205 ઈનિંગમાં સરેરાશ 44.59 એવરેજથી 8,786 રન બનાવ્યા છે, જેમાં 26 સદી અને 37 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 335 રનનો છે, જ્યારે વન-ડેમાં 159 ઈનિંગમાં 45.30 એવરેજથી 6,932 રન બનાવ્યા છે, જેમાં 22 સેન્ચુરી અને 33 અર્ધશતક બનાવ્યા છે. ટવેન્ટી-20 ઈન્ટરનેશનલમાં પણ 3,277 રન બનાવ્યા છે.
