May 22, 2026
અજબ ગજબ

સોના કરતાં મોંઘી ‘મિયાઝાકી’ કેરી: ઓડિશાના ખેડૂતે કરી કમાલ!

Spread the love


જાપાનની ₹3 લાખ કિલોવાળી કેરી હવે ભારતમાં પાકી; ચોરીના ડરથી ખેડૂત કરે છે 24 કલાક ચોકી

નવી દિલ્હીઃ ઓડિશાના મલકાનગરી જિલ્લામાં એક ખેડૂતે કમાલ કરી છે. પોતાના ખેતરમાં સૌથી મોંઘી કેરીની વાવણી કરી છે, જેનો ભાવ અત્યારે સોના કરતા વધુ છે. અલગ પ્રકારની કેરીની જાત મિયાઝાકી છે. મલકાનગરી જિલ્લાના તમસા ગામના રહેવાસી દેબા પધિયામીએ રેર વેરાયટીને પોતાના ખેતરમાં વાવણી કરી હતી, પરંતુ હવે પાકી જવાને કારણે દુનિયામાં નવો રેકોર્ડ કર્યો છે.
દુનિયાની સૌથી મોંઘી કેરીની જાત બની છે. નેશનલ માર્કેટમાં પણ ઉમદા ક્વોલિટીની મિયાજાકીની કેરીના ભાવ કિલોગ્રામે ત્રણ લાખ રુપિયા સુધી પહોંચે છે. દેબાના બગીચાનું આસપાસના રહેવાસીઓ અને ખેડૂતોને પણ આશ્ચર્ય થયું છે. ખુદ દેબાને પણ ખબર નહોતી કે એને કઈ રીતે વેચવું. હાલના તબક્કે સૌથી મોંઘેરી કેરીની દેખરેખ માટે એક્ટિવ થઈ ગયા છે.

મિયાઝાકી મુખ્ય રીતે જાપાનના મિયાઝાકી પ્રાંતની છે. તેને સ્થાનિક ભાષામાં ‘તાઈયો નો તામાગો’ નામથી ઓળખવામાં આવે છે, જ્યારે તેનો મૂળ અર્થ સૂર્યનું ઇંડું છે. આ ફળનો રંગ મુખ્યત્વે લાલ-રિંગણ કલરનો છે, જ્યારે તેનો સ્વાદ મીઠો હોય છે. સ્થાનિક બજારમાં આ ફળને એક લક્ઝરી પેદાશ માનવામાં આવે છે, જ્યારે ઊંચા ભાવે વેચાય છે. જાપાનની આ પેદાશને હવે ઓડિશાના ખેડૂતને સફળતા મળી છે.
દેબા પઢિયામીને આ કેરીનો છોડ લગભગ ચાર વર્ષ પહેલાં એક સામાજિક કાર્યકર પાસેથી મળ્યો હતો. ઓડિશાના આકરા વાતાવરણમાં વર્ષો સુધી તેની સંભાળ રાખ્યા પછી આખરે આ ઝાડ ફળ આપવાનું શરૂ કરી દીધું છે. હવે, ખેડૂતનો નાનો બગીચો સમગ્ર વિસ્તારમાં જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગયો છે, લોકો દૂર-દૂરથી તેમને મળવા આવે છે.

હવે સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે કે વાડીમાંથી આ મોંઘેરા ફળની ચોરી થઈ જાય નહીં એની ચિંતા રહે છે, તેથી રખેવાળી કરવા માટે 24 કલાક ત્યાં જ રહીએ છીએ. રાતના પણ ત્યાં સૂઈ જઈએ છીએ, જ્યારે અનેક ગામના રહેવાસીઓ પણ જોવા માટે ઉત્સુક રહે છે. હવે સમસ્યા એ છે કે વાવણીમાં જેટલો ઉત્સાહ દાખવ્યો અને ફળ મળ્યા પછી વેચવાની સાથે સાચવવાની સમસ્યા ઊભી થઈ છે. કારણ કે આટલા મોંઘા ફળનું વેચાણ થવાનું પણ જરુરી છે.

જાપાનમાં મિયાઝાકી કેરીના ભાવ ખૂબ ઊંચા હોય છે. જોકે, આ ભાવ કડક ખેતી ધોરણો, બ્રાન્ડિંગ અને નિકાસ-ગુણવત્તા પ્રમાણપત્ર સાથે જોડાયેલા છે. યોગ્ય માર્કેટિંગ અને સપ્લાય ચેઇન વિના, ભારતમાં ઉગાડવામાં આવતી કેરીઓ આપમેળે પ્રતિ કિલો લાખો રૂપિયા કમાઈ શકતી નથી. હાલમાં, દેબાનું ધ્યાન તેના ઝાડ પર લટકતા ફળોને બચાવવા પર છે પણ તેને ખાતરી નથી કે આ ફળો તેનું જીવન બદલી નાખશે કે ઓડિશાના એક દૂરના ગામની એક ઈતિહાસ બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!