September 15, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

હવે UPI પર લાગશે ચાર્જ, પણ આમ આદમીને પૈસા નહીં આપવા પડે, જાણો A to Z નિયમ

Spread the love

નવા યુપીઆઈ નિયમોને લઈ આમ આદમીના મનમાં ડર ઊભો થયો છે કે હવે ડિજિટલ પેમેન્ટ પર પણ એક્સ્ટ્રા પૈસા કપાશે. નવા નિયમ મુજબ ગૂગલ પે (Google Pay), ફોન પે (Phone Pay), પેટીએમ (Paytm) જેવી પેમેન્ટ એપ્સ પર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેઓ યૂઝર્સ પાસેથી કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મ ફી અથવા હીડન ચાર્જ વસૂલી શકે નહીં.

પંદરમી ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમ
ઓનલાઈનના જમાનામાં મોટા ભાગના લોકોની સવારથી લઈ સાંજ સુધીમાં યુપીઆઈના ટ્રાન્ઝેક્શન વિના પૂરી થતી નથી. દૂધથી લઈને શાકભાજીની ઓનલાઈન શોપિંગ યુપીઆઈ ફ્રેન્ડલી બની ગયા છે. પણ હવે યુપીઆઈ પર ચાર્જ લેવાના સમાચાર મળ્યા છે, પણ સરકારનો દાવો છે કે એ ચાર્જ આમ આદમી પર અસર થશે નહીં. સરકારે જણાવ્યું છે કે પંદરમી ઓક્ટોબરથી યુપીઆઈ પર એડીઆર વસૂલવામાં આવશે.
નવા નિયમ અનુસાર ભારતની નાણાકીય સર્વિસ વિભાગ (ડીએફએસ) અને નેશનલ પેમેન્ટ્સ ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ યુપીઆઈ પેમેન્ટ્સને લઈ હવે નવા મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)ને લઈ નિયમ જારી કર્યાં છે, જે દેશમાં આગામી એક મહિના પછી લાગુ થશે, પણ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સામાન્ય ગ્રાહક માટે 100 ટકા ફ્રી રહેશે કઈ રીતે એની વાત કરીએ.

સામાન્ય ગ્રાહક માટે 100 ટકા ફ્રી રહેશે
જો તમારો સામાન, દૂધ, શાકભાજી, રેશનિંગ, ઓટો-ટેક્સી અથવા ઓનલાઈન શોપિંગ માટે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સૌથી રાહતની વાત એ છે કે યુપીઆઈ એમના માટે 100 ટકા ફ્રી રહેશે. દોસ્ત યા સંબંધીને પણ (પીટૂપી)ને 100 રુપિયા અથવા એક લાખ રુપિયા આપશો તો એક રુપિયો ચાર્જ લેવામાં આવશે. એટલે પીટૂપી ટ્રાન્સફર સંપૂર્ણ ફ્રી રહેશે. એ જ રીતે દુકાન અથવા ઓનલાઈન પ્લેટફોર્મ મારફત ક્યુઆર કોડ સ્કેન કરો અથવા યુપીઆઈ આઈડીથી પેમેન્ટ કરો તો ગ્રાહક તરીકે ચાર્જ નહીં લેવામાં આવે. નવા નિયમ અનુસાર સરકારે કહ્યું છે Google Pay), ફોન પે (Phone Pay), પેટીએમ (Paytm), ભીમ એપને સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે કોઈ પણ પ્રકારના હિડન ચાર્જ વસૂલવામાં આવે નહીં.

મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ એટલે શું?
એમડીઆર એટલે મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ એ કમિશન અથવા ફી લેતી હોય છે, જે કોઈ મર્ચંટ અથવા વેપારી પોતાના ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ સ્વીકાર કરવાને બદલે બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની (Google Pay), ફોન પે (Phone Pay), પેટીએમ (Paytm)ને આપે છે. જાન્યુઆરી 2020થી ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈ પર એમડીઆરના માફક ઝીરો કર્યો હતો પણ હવે નવા નિયમ અન્વયે એમડીઆરને ફરી લાગુ કરવામાં આવ્યો છે. 2000 રુપિયા સુધીના મર્ચંટ ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી રહેશે, પરંતુ એનાથી વધુ રકમમાં તબક્કાવાર ટેક્સ લેવામાં આવશે. 2000 રુપિયાથી વધુ રકમ યુપીઆઈથી પેમેન્ટ કરે તો મર્ચંટ પર 0.04 ટકા એમડીઆર લાગશે. ઉદાહરણ તરીકે 3,000 રુપિયાના ટ્રાન્ઝેક્શન થાય તો દુકાનદારને લગભગ 12 રુપિયા આપવા પડશે. 5,000 રુપિયાના ટ્રાન્ઝેક્શન પર 20 રુપિયા ચાર્જ લાગશે.

નાના દુકાનદારો અને શાકભાજીવાળાને રાહત
શાકભાજી વેચનારા, ચાની ટપરીવાળા સહિત નાના દુકાનવાળા અને ઓટો ડ્રાઈવરને રાહત આપી છે. પીટૂપીએમ ફ્રેમવર્ક (મહિને એક લાખ રુપિયાની છૂટ)માં નાના દુકાનવાળા અને વેન્ડર્સને યુપીઆઈ ક્યુઆર કોડ મારફથ કૂલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન એક લાખ સુધી છે, જેને પીટીપીએમ શ્રેણીમાં રાખ્યા છે. આ દુકાનદારો માટે તમામ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર સંપૂર્ણ ઝીરો રાખ્યો છે, જેમાં ટ્રાન્ઝેક્શન પણ બે હજારથી વધુ કેમ ના હોય.

સામાન્ય લોકોની જરુરી સેવા માટે અલગ અલગ દર
રેલવે ટિકિટ, પેટ્રોલ પંપ, વીમા અને ટેલિકોમ વગેરે આવશ્યક સેવા પર ટકાવારીના આધારે ચાર્જ લેવાને બદલે પાંચ રુપિયાનો ફ્લેટ એમડીઆર નક્કી કર્યો છે. જેનો સીધો અર્થ એ છે કે તમે 2,000 રુપિયાથી વધુ કોઈ પણ પેમેન્ટ કરો તો (2,500 રુપિયાથી લઈને 50,000 રુપિયાનું વીમાનું પ્રીમિયમ હોય) પાંચ રુપિયાનો ફિક્સ્ડ ચાર્જ લાગુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!