ટાટા ગ્રૂપમાં નવા ચેરમનની નિમણૂક સામે નોએલ ટાટાનો સજ્જડ વિરોધ, માર્કેટમાં ગ્રૂપના શેરમાં અફડાતફડી?
ટાટા સન્સ બોર્ડના મેમ્બર્સે ગુરુવારે એન. ચંદ્રશેખરે ફરીથી ટાટા સન્સને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ફક્ત નોએલ ટાટાએ જ એનો વિરોધ કર્યો હતો અને એન. ચંદ્રશેખરના વિરોધમાં વોટિંગ કર્યુ હતું. જોકે, વિરોધી વોટિંગ કર્યું એ વખતે બજાર બંધ થઈ ગયું હતું, પરંતુ શુક્રવારે માર્કેટ ખૂલ્યું ત્યારે ગ્રુપના સ્ટોકમાં જોરદાર અફડાતફડી જોવા મળી હતી.
દેશના સૌથી મોટો કોર્પોરેટ હાઉસ એટલે બોમ્બે હાઉસમાં વર્ચસ્વનો જંગ જોરદાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતના દિગ્ગજ બિઝનેસ ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ બોર્ડમાં વર્તમાન ચેરમેન એન. ચંદ્રશેખરને ફરી નિયુક્ત કર્યા છે, પરંતુ મેજોરેટી સ્ટોકહોલ્ડર ટાટા ટ્ર્સ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. બોર્ડની ગ્રૂપ મીટિંગના મતભેદ બહાર આવ્યા પછી ગ્રૂપની વિશ્વસનીયતા પર લોકોએ સવાલોનો મારો ચલાવ્યો છે. એક બાજુ ચંદ્રા ખુરશીનો સવાલ છે, જ્યારે બીજી બાજુ ટાટા સન્સના શેરમાં ધોવાણ રહ્યું છે.
ટાટા ગ્રુપની સૌથી મોટી ટીસીએસ કંપનીના સ્ટોકમાં ત્રણ ટકાથી વધુ ગાબડું પડ્યું હતું, જ્યારે ટાટા ટ્રેન્ટના સ્ટોકમાં પણ અડધા ટકાનું ધોવાણ થયું હતું. ઉપરાંત, ટીએટીએટી સ્ટીલ, ટાઈટનમાં અનુક્રમે એક ટકાથી વધુ ગાબડું પડ્યું હતું. બીજી બાજુ શેરબજારમાં પણ ઉછાળો રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી.
આઈટી સેક્ટરમાં નિરંતર દબાણ જોવા મળ્યું છે. માર્કેટમાં ફક્ત આઈટી સેક્ટરના તમામ શેર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલમાં એક ટકાથી વધુ ધોવાણ રહ્યું હતું. એના સિવાય ટેલિકોમ સેક્ટરના શેર પણ તૂટ્યા હતા, જ્યારે બાકી સેક્ટરના સ્ટોકમાં તેજી જોવા મળી હતી. બીએસઈના 3,703 સ્ટોકમાંથી 2,300થી વધુ શેરમાં ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 1,100 સ્ટોક તૂટ્યા હતા. બીજી બાજુ 200થી વધુ સ્ટોકમાં કોઈ ફેરફાર થયો નહોતો. 101 સ્ટોક બાવન અઠવાડિયાની ઊંચી સપાટીએ પણ પહોંચ્યા હતા, જ્યારે 60 સ્ટોક બાવન સપ્તાહના નીચલા સ્તરે રહ્યા હતા. 114 શેરમાં અપર સર્કિટ અને 112 સ્ટોકમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી.
