September 14, 2026
મુંબઈ

મુંબઈના અમીર ધારાસભ્ય પરાગ શાહે રસ્તા પર કેમ ભીખ માંગી, જુઓ વાયરલ વીડિયો

Spread the love

મુંબઈ: ગણેશ ચતુર્થીના દિવસે મુંબઈના જ નહીં મહારાષ્ટ્રના ધનાઢ્ય ધારાસભ્ય (3,300 કરોડના માલિક) અને ઉધોગપતિ પરાગ શાહ આગવા અંદાજ એટલે ભિક્ષુકના અંદાજમાં જોવા મળ્યા હતા, જ્યારે એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ.
વાત જાણે એમ છે કે મુંબઈમાં સૌથી વધારે ધનાઢ્ય ગણાતા પરાગ શાહ તેમના સામાજિક અને ધાર્મિક કાર્યોને લઈ ચર્ચમાં તો અચૂક રહે છે પણ તાજેતરમાં ભિખારીના વીડિયોને લઈ ચર્ચામાં આવ્યા છે, જેઓ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા હતા, જ્યારે તેમનો અવતાર પણ અદ્દલ ભિખારી જેવો હતો. આવો અવતાર શા માટે ધારણ કર્યો તો એના માટે પરાગ શાહે કહ્યું હતું કે કોઈ રાજકીય ઉદ્દેશ નહોતો પણ જૈનધર્મ ગુરુ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી પોતાનો અવતાર બદલ્યો હતો. પૈસાનો મોહ ત્યાગીને એક ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો.

સામાન્ય ભિખારીના અંદાજમાં જોવા મળ્યા પછી લોકોએ પણ સોશિયલ મીડિયા પર સવાલ કર્યા હતા કે અબજોપતિ ધારાસભ્યને શા માટે આવો અવતાર ધારણ કરવો પડ્યો? અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પરાગ શાહ 3 383 કરોડ રૂપિયાના આસામી છે, જે મુંબઈના જ નહીં પણ મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત એમએલએ છે.
https://x.com/Siya83377032/status/2099167519089238176?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2099167519089238176%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
આ અંગે તેમણે ફોડ પાડતા કહ્યું હતું કે એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે તમે જ્યાં જાઓ ત્યાં તમને બધા ઓળખતા હોય છે. અમુક લોકોએ એવો દાવો પણ કર્યો હતો કે પોતે જ્યાં જાય ત્યાં બધા લોકો તેમને ઓળખે. આ વાતને લઈ પરાગ શાહે વાસ્તવિકતાને જાણવા માટે ભિખારીનો રોલ બનાવ્યો અને સ્ટેશન નજીક લોકોને મળ્યા, પણ હકીકત એ હતી કે તમારા પદ, વૈભવથી જ તમારી પ્રતિષ્ઠા રહે છે અને જો એ ન હોય તો કોઈ તમને ઓળખે નહીં.

ભિખારીના પ્રયોગમાં તેમને અમુક લોકોએ અવગણ્યા હતા તો અમુક લોકોએ ખાવા પીવામાં પણ મદદ કરી હતી. ભિખારીના વેશમાં કોઈ તેમને ઓળખી શક્યા નહતા. શાહે આ વેશ ધારણ કરીને જોયું હતું કે સમાજમાં ગરીબી, ઉપેક્ષા અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે લોકોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પરાગ શાહના માફ્ક આ અગાઉ જાણીતા ગાયક સોનુ નિગમે ભિખારીના જેવો અવતાર ધારણ કર્યો હતો અને લોકોની વચ્ચે ફરીને સામાન્ય લોકોના જેવો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!