September 14, 2026
ટોપ ન્યુઝધર્મહોમ

દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશમાં સક્રિય જ્વાળામુખી નજીક બિરાજે છે ગણપતિ બાપ્પા, 700 વર્ષથી થાય છે પૂજા

Spread the love

ગણેશોત્સવઃ ઈન્ડોનેશિયાના માઉન્ટ બ્રોમો પર જીવના જોખમે દર્શને જાય છે ભક્તો, જાણો 700 વર્ષ જૂની આ રહસ્યમય પરંપરા અને ગણપતિ બાપ્પાના ચમત્કાર વિશે

એક બાજુ હજારો ફૂટની ઊંચાઈ પર ભીષણ આગ, ધુમાડા અને લાવા-જ્વાળામુખી અને બીજી બાજુ ગણપતિ બાપ્પાને બેસાડવામાં આવ્યા છે. દુનિયાના સૌથી મુસ્લિમ દેશમાં આજે નહીં પણ સદીઓથી બાપ્પાને પૂજવામાં આવે છે. વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને સક્રિય વોલ્કેનોની વચ્ચે બેસાડવામાં આવ્યા છે એ પણ એકમાત્ર સદીઓ જૂની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના જયજયકાર સાથે, જે ફક્ત ભક્તોની રક્ષા જ કરવાની સાથે સમગ્ર વિસ્તાર અને દેશના પણ એકમાત્ર અધિપતિ, અધિનાયક છે. ઈન્ડોનેશિયામાં ભયંકર વોલ્કેનો વચ્ચે માઉન્ટ બ્રોમો પર લગભગ 700 વર્ષથી ગણપતિ બાપ્પાને બિરાજ્યા છે, જે આજે પણ ભક્તોની સહાય કરે છે.

બાપ્પાને જાનવરની બલિ ચઢાવાય
એવું શું ખાસ છે માઉન્ટ બ્રોમોના ગણપતિ બાપ્પાની વાત કરીએ. ઈન્ડોનેશિયાના પૂર્વ જાવા સ્થિત માઉન્ટ બ્રોમો નજીક સાત જ્વાળામુખી છે, જેમાં તમામ એક્ટિવ છે. અહીં બાપ્પાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે. અહીંની ધાર્મિક માન્યતા પણ બહુ જૂની છે, તેથી લોકો સેંકડો ફૂટે ચઢાણ કરીને પણ દર્શન માટે જાય છે. શ્રદ્ધાળુઓ ફળ, ફૂલ અને જાનવરની પણ બલિ ચઢાવવામાં આવે છે.

48 ગામની હિન્દુ વસ્તીનો રહેવાસ
ઈન્ડોનેશિયાના ઈતિહાસકારોના જણાવ્યાનુસાર આ પ્રતિમા લગભગ 700 વર્ષ જૂ ની છે, જેને સ્થાનિક લોકો તેંગગેર આદિવાસી સમુદાયના દ્વારા સ્થાપિત કરી છે. માઉન્ટ બ્રોમોની આસપાસ લગભગ 48 ગામમાં હિન્દુ વસ્તી રહે છે, જ્યારે 12મી સદીના જાણીતા માજાપાહિત સામ્રાજ્યના વંશજ માનવામાં આવે છે. પહાડ પર ચઢવા જતા વચ્ચેના પથ્થરો પણ નવમી સદીના એક પ્રાચીન બ્રહ્મા મંદિર પર આવેલા છે.

પૌરાણિક માન્યતા શું કહે છે
સ્થાનિક લોકોનું માનવું છે કે ભગવાન ગણેશજી અહીં મૂર્તિ સ્વરુપે નહીં, પરંતુ રક્ષકના રુપે બિરાજે છે. સદીઓથી એવી માન્યતા છે કે જ્યાં સુધી બાપ્પા જ્વાળામુખીની ચોટી પર રહેશે, ત્યાં સુધી આગ ઓકનાર જ્વાળામુખી અનેક ગામડા અને પાકને તબાહ નહીં કરી શકે.
લોકોનું માનવું છે કે બાપ્પાના આશીર્વાદ જ દરેક કુદરતી હોનારતોથી આજે પણ બચાવે છે. એવું પણ કહેવાય છે કે ભલે ઈન્ડોનેશિયા આજે સૌથી વધુ મુસ્લિમ ધરાવતો દેશ છે, પરંતુ અહીંની રીતિ-સંસ્કૃતિ પણ આજે ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જે પહાડ પર બાપ્પા બિરાજે છે, તે બ્રોમો શબ્દની ઉત્પત્તિ પણ બ્રહ્મા નામથી થઈ છે. અહીંના સ્થાનિક લોકો પણ બ્રહ્માને બ્રોમો કહે છે.

ભક્તો જીવના જોખમે પહોંચે છે દર્શને
અહીંના પવિત્ર સ્થળ પર વિધિવત્ રીતે આજે પણ નિયમિત પૂજાપાઠ થાય છે. સ્થાનિક લોકો સિવાય વિદેશીઓ પણ જીવના જોખમે બાપ્પાના દર્શન કરવા જાય છે. દુર્ગમ રસ્તાઓને પસાર કરીને લોકો જ્વાળામુખીની ટોચ પર પહોંચે છે. ફળ-ફુલ સાથે મોદક પણ ધરાવાય છે. અનેક પડકારો અને જ્વાળામુખીના જોખમ વચ્ચે ભક્તો બાપ્પાના દર્શને જાય છે અને એમની મનોકામના પૂરી કરે છે. આજની ગણેશચતુર્થીના દિવસે તમે પણ બાપ્પાના દર્શન કરી શકો તો ઓમ શ્રી ગણેશાય નમઃ અને ગમ ગણપતયે નમઃનો પણ જાપ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!