September 13, 2026
વાંચન વૈવિધ્યમ

દરરોજ સ્કૂલે જવું અને નવથી પાંચ વાગ્યાની ઓફિસ જોબ કોણે શરૂ કરાવી? જાણો આઠ કલાકની વર્કિંગ સિસ્ટમ પાછળનું સિક્રેટ…

Spread the love

આજના આધુનિક યુગમાં સવારે સ્કૂલે જવું કે ઓફિસમાં સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરવું એ આપણી ડેટુ ડે લાઈફનો એક સામાન્ય ભાગ બની ગયું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકો માટે દરરોજ સ્કૂલે જવાનો નિયમ સૌથી પહેલાં કોણે બનાવ્યો અને નોકરીયાતો માટે આઠ કલાકની શિફ્ટવાળી ‘9 to 5’ સિસ્ટમ ક્યારે અને કેમ શરૂ થઈ? શિક્ષણ વ્યવસ્થા અને વર્કિંગ અવર્સના આ નિયમો પાછળ 19મી અને 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ તથા સામાજિક સુધારાઓનો મોટો ઇતિહાસ રહેલો છે.

દરરોજ સ્કૂલે જવાની સિસ્ટમ કોણે શરૂ કરી?:
19મી સદીના મધ્યમાં અમેરિકન શિક્ષણવિદ્ અને સુધારક હોરેસ માન ને આધુનિક શાળા શિક્ષણ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમણે 1837માં અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં તમામ બાળકો માટે સમાન, વ્યવસ્થિત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા લાગુ કરાવી હતી. 18મી સદીમાં જર્મની (પ્રુશિયા)માં બાળકોને સમયપાલન, શિસ્ત અને પાયાનું શિક્ષણ આપવા માટે દરરોજ નિશ્ચિત સમયે સ્કૂલ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો, જેને આગળ જતાં વિશ્વભરના દેશોએ અપનાવ્યો.

‘9 to 5’ ઓફિસ જોબ અને 8 કલાકની શિફ્ટનો ઇતિહાસ:
ઔદ્યોગિક ક્રાંતિના શરૂઆતના સમયમાં કારખાનાઓમાં મજૂરો અને કર્મચારીઓ પાસેથી દિવસના 14થી 16 કલાક સુધી કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. બ્રિટિશ સમાજસુધારક રોબર્ટ ઓવેને સૌથી પહેલાં સૂત્ર આપ્યું હતું અને આ સુત્ર મુજબ લોકોએ આઠ કલાક કામ, આઠ કલાક મનોરંજન/આરામ અને આઠ કલાક ઊંઘ લેવી જોઈએ.

અમેરિકાની પ્રખ્યાત ‘ફોર્ડ મોટર કંપની’ના સ્થાપક હેનરી ફોર્ડે વર્ષ 1926માં પોતાની ફેક્ટરીઓમાં 48 કલાકના સપ્તાહને બદલે 40 કલાકનું વર્ક વીક (રોજના 8 કલાક અને અઠવાડિયામાં 5 દિવસ કામ) સત્તાવાર રીતે લાગુ કર્યું. તેમણે જોયું કે કર્મચારીઓને પૂરતો આરામ આપવાથી તેમની ઉત્પાદકતા (Productivity) માં જબરદસ્ત વધારો થયો. અહીંથી વિશ્વભરમાં ‘9 to 5’ ઓફિસ સમયનો પ્રારંભ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!