September 25, 2026
મનોરંજન

83 વર્ષની વયે અમિતાભ બચ્ચનનો દબદબો યથાવત્! આમિર-સલમાનને પાછળ છોડી બન્યા દેશના બીજા નંબરના ધનવાન સેલિબ્રિટી

Spread the love


બોલીવુડની સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષની વયે પણ બોક્સ ઓફિસથી લઈને બિઝનેસ અને સંપત્તિના મામલે અડીખમ ઊભા છે. તાજેતરમાં જાહેર થયેલી પ્રતિષ્ઠિત ‘હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026’ અનુસાર બિગ બી અંદાજે રૂપિયા 4000 કરોડની નેટવર્થ સાથે ભારતના બીજા સૌથી ધનવાન અભિનેતા બની ગયા છે, તો હવે સવાલ થાય એ સ્વાભાવિક છે કે પહેલાં સ્થાને કોણ આવે છે?

તમારી જાણકારી માટે આ યાદીમાં અમિતાભ બચ્ચનને બોલીવૂડના દબંગ સ્ટાર અને ભાઈજાન સલમાન ખાન અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સહિતના સમકાલીન સુપર સ્ટાર્સને પણ સંપત્તિની રેસમાં ઘણા પાછળ છોડી દીધા છે, પરંતુ કિંગખાન એટલે કે શાહરૂખ ખાનને પાછળ મૂકી શક્યા નથી. આ યાદીમાં પ્રથમ સ્થાને શાહરૂખ ખાન અકબંધ રહ્યો છે.અન્ય સ્ટારની વાત કરીએ તો રિતિક રોશનને પણ પાછળ રાખ્યો છે.

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026 મુજબ ભારતીય મનોરંજન જગતમાં રૂપિયા 7300 કરોડથી વધુની અંદાજિત નેટવર્થ સાથે બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન પ્રથમ ક્રમે યથાવત છે. 83 વર્ષીય મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર રૂપિયા 4,000 કરોડની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમે રહ્યો છે. ફિલ્મો, ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC), બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને પ્રીમિયમ રિયલ એસ્ટેટ રોકાણો થકી તેમની નેટવર્થમાં ઉત્તરોત્તર જબરદસ્ત વધારો નોંધાયો છે.

સલમાન-આમિર સહિતના સ્ટાર્સ કરતાં પણ આગળ
આ યાદીમાં અમિતાભ બચ્ચને સલમાન ખાન (અંદાજે રૂપિયા 2900 કરોડ) અને આમિર ખાન (અંદાજે રૂપિયા 1900 કરોડ) જેવા ટોચના સુપરસ્ટાર્સ કરતાં પણ ઘણી વધુ સંપત્તિ નોંધાવી છે. આ ઉપરાંત સાઉથ ફિલ્મો અને બોલિવૂડના અન્ય લોકપ્રિય કલાકારો પણ સંપત્તિના આંકડામાં બિગ બીની પાછળ રહી ગયા છે.

83 વર્ષની વયે પણ અમિતાભ બચ્ચન ફિલ્મો અને ટીવી શોઝમાં એક્ટિવ છે અને તેમની એનર્જી ભલભલાને શરમાવે એવી છે. હાલમાં જ તેમની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ જેવી બિગ બજેટ ફિલ્મોની ફી ઉપરાંત ‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રત્યેક એપિસોડ માટે તેઓ કરોડો રૂપિયાનો ચાર્જ વસૂલે છે. બિગ બી આજે પણ દેશની ડઝનેક પ્રીમિયમ અને રાષ્ટ્રીય બ્રાન્ડ્સના ચહેરા તરીકે સક્રિય છે.

વાત કરીએ રિયલ એસ્ટેટ અને સ્ટાર્ટઅપ રોકાણ વિશે તો મુંબઈના પોશ ગમાતા જુહુ સ્થિત ‘જલસા’, ‘પ્રતિક્ષા’ અને ‘જનક’ જેવા ભવ્ય બંગલાઓ ઉપરાંત દેશ-વિદેશમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ, આયોધ્યામાં પ્લોટિંગ અને સફળ ફિનટેક તથા ટેક સ્ટાર્ટઅપ્સમાં તેમનું બહોળું રોકાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!