આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ: આ રાશિઓના જીવનમાં થશે મોટા ફેરફારો, જાણી લો તમારી રાશિ પણ છે ને??
ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર આગામી કેટલાક દિવસો સુધી જોવા મળશે

આજે 12 ઓગસ્ટ 2026ના રોજ વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળીય દ્રષ્ટિએ આ સૂર્યગ્રહણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ ગ્રહણ કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં આકાર લેશે. સૌથી મહત્ત્વની વાત આ ગ્રહણ મુખ્યત્વે આર્ક્ટિક, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થશે નહીં, જેના કારણે અહીં સૂતક કાળ માન્ય રહેશે નહીં. પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ, આ ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર આગામી કેટલાક દિવસો સુધી જોવા મળશે.
આ રાશિઓને થશે લાભ
મેષ: મેષ રાશિના જાતકોને આ સમયે કરિયર અને કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે અને જૂના રોકાણમાંથી સારો નફો મળવાની શક્યતા છે.
મિથુન: મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો અચાનક નાણાકીય લાભ અને આવકના નવા સ્ત્રોત ઊભા કરનારો છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે, જેથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે.
તુલા: તુલા રાશિના નોકરી કરી રહેલા જાતકોને કરિયરમાં પ્રગતિ અને નવી નોકરી અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવવાની તક મળશે.
આ રાશિઓએ રાખવી પડશે સાવધાની
કર્ક: ગ્રહણ આ જ રાશિમાં થતું હોવાથી માનસિક તણાવ અને કામની ઝડપ ધીમી પડી શકે છે. કોઈપણ પ્રકારના આર્થિક જોખમ કે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું.
સિંહ: આ રાશિના જાતકોના 12મા ભાવમાં ગ્રહણ હોવાથી અચાનક બજેટ ખોરવાઈ શકે છે અને અણધાર્યા ખર્ચ વધી શકે છે વાદ-વિવાદ અને બિનજરૂરી બાબતોથી દૂર રહેવાની સલાહ છે.
કુંભ: કુંભ રાશિના જાતકો માટે વર્ષનું આ બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થોડું સાવધાની રાખવાનો રહેશે. ત્રિક ભાવ સક્રિય થવાના કારણે આર્થિક બાબતો અને સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવી પડશે.
ગ્રહણ દરમિયાન ધ્યાનમાં રાખવાના ઉપાયો:
* મંત્ર જાપ: ગ્રહણ દરમિયાન સૂર્ય મંત્ર અથવા “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
* દાન-પુણ્ય: ગ્રહણ પૂર્ણ થયા બાદ જરૂરિયાતમંદોને અનાજ, વસ્ત્ર કે તલનું દાન કરવું ફળદાયી નીવડે છે.
