ભારતમાં ઘરોનું વેચાણ ઘટ્યું: શું ઘર ખરીદવાનો આ સાચો સમય છે?
દેશના ૯ મુખ્ય શહેરોમાં જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક અનિશ્ચિતતા અને ચોમાસાને કારણે હાઉસિંગ સેલમાં ઘટાડો નોંધાયો
રિયલ એસ્ટેટના આંકડા મુજબ કંપની પ્રોડક્ટિવિટી તરફથી મળતી માહિતી અનુસાર દેશના મુખ્ય નવ શહેરમાં હાઉસિંગ સેલ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળા દરમિયાન છ ટકા ઘટીને 1.03 લાખ યુનિટ રહ્યું હતું. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ઘર ખરીદવાની કામગીરી પર અસર પડી છે.
દેશના મુખ્ય શહેરમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે, દિલ્હી એનસીઆર, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, પુણે અને કોલકાતાના રેસિન્ડેન્શિયલ આંકડા જારી કર્યા છે, જેમાં ખાસ કરીને મુખ્ય રેસિડેન્શિયલ નવી ઈન્વેન્ટરી અને વેચાણના આંકડાનો સમાવેશ કર્યો હતો.
મીડિયાના અહેવાલ અનુસાર જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળામાં નવ શહેરમાં ઘરોના વેચાણ 1.03 લાખ યુનિટ રહ્યું હતું, જે ગયા વર્ષના નાણાકીય વર્ષના સમાનગાળામાં 1.09 યુનિટ હતું. સમીક્ષાગાળાના ત્રિમાસિકમાં નવા ઘરોની ઈન્વેન્ટરી ઘટીને 98,165 યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષના ત્રિમાસિકગાળામાં 1.03 યુનિટની નવી ઈન્વેન્ટરી હતી.
સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બરમાં ચોમાસાને કારણે રેસિડેન્શિયલ વેચાણ ધીમું રહ્યું હતું. ચોમાસામાં ખાસ કરીને રિયલ એસ્ટેટ ડેવલપર નવી યોજના શરુ કરવા માટે ખાસ કરીને બચતા હોય છે, જ્યારે ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં તહેવારોને કારણે માગમાં સુધારો થાય છે. આ ઉપરાંત, આ જ સમયગાળા દરમિયાન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વિવિધ પ્રોત્સાહનો પણ આપે છે.
મુંબઈ, પુણે સહિત બેંગ્લુરુમાં ઘરોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં ઘરોનું વેચાણ ધરખમ ઘટ્યું હતું. છેલ્લા ત્રિમાસિકમાં વેચાણ આઠ ટકા ઘટીને 9,830 યુનિટ હતું, જે અગાઉ 10,690 યુનિટ હતું. થાણેમાં 11 ટકા ઘટીને 16,230 હતું, જ્યારે નવી મુંબઈમાં પણ 12 ટકા ઘટીને 9,810 યુનિટ હતું. સૌથી વધુ ઘટાડો ચેન્નઈમાં થયો છે, જ્યાં 17 ટકા ઘટીને 4,680 હતો, જ્યારે બેંગ્લુરુમાં સૌથી ઓું હતું. ચેન્નઈ પછી પુણેમાં 16 ટકા વેચાણ ઘટીને 17,860 યુનિટ હતું, જ્યારે ગયા વર્ષે 21,190 યુનિટ હતું. દિલ્હી-એનસીઆરમાં 12 ટકા વેચાણ ઘટીને 8,090 હતું, જે અગાઉના વર્ષે 9,230 હતું.
