August 13, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

દિલ્હીમાં લાલ કિલ્લા હુમલા માટે અલ કાયદા (AQIS) જવાબદારઃ યુએનના રિપોર્ટમાં ખુલાસો

Spread the love

7,500 પાનાની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસાઃ AIનો દુરુપયોગ, ૩ ડોક્ટરોની સંડોવણી અને ભારત વિરુદ્ધ શરિયા શાસન સ્થાપવાના કાવતરાનો ખુલાસો

X Credit
(UN report Delhi Red Fort Attack AQIS)
UN report Delhi Red Fort Attack AQIS

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલો, અલ કાયદાએ કરાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જણાવ્યું કે આ હુમલા માટે અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનન્ટ (એક્યુઆઈએસ)ને જવાબદાર ઠેરવ્યું હતું.
અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનન્ટ (એક્યુઆઈએસ, જે લિસ્ટમમાં સામેલ નથી) એક છૂટા પડેલ ગ્રુપથી બદલાઈને ક્ષેત્રીય આતંકવાદી સંગઠન તરીકે સક્રિય થયું છે. આ એક ઝડપથી લોજિસ્ટિક્સ અને નાણાકીય નેટવર્ક ઊભું કર્યું હતું. ઉપરાંત, નાના નાના યુનિટ બનીને મોટા સંગઠન સાથે એક્ટિવ રહે છે. હવે યુએનના રિપોર્ટમાં દિલ્હીના લાલ કિલ્લા પર નવેમ્બર 2025માં થયેલા હુમલા માટે સત્તાવાર એક્યુઆઈએસને જવાબદાર ઠેરવ્યું છે અને એના માટે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ સંગઠન બાંગ્લાદેશમાં પણ પોતાના સેલ્સ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. એક્યુઆઈએસની સાથે સહયોગી સંગઠન અંસાર ગજવત-ઉલ-હિંદ એટલે એજીયુએચ પણ સામેલ છે.

આઈઈડીનું ટેસ્ટિંગ અનંતનાગ જિલ્લામાં કર્યો હતો
દિલ્હીના લાલ કિલ્લામાં થયેલા બોમ્બ ધડાકાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કરી રહી છે. મે મહિનામાં એનઆઈએએ ચાર્જશીટ દાખ કરી હતી, જેમાં દાવો કર્યો હતો કે અલ કાયદા સાથે સંકળાયેલ શાખાના આરોપીએ ટેરર એન્જિનિયરિંગ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ખોટો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, રિપોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીઓએ રોકેટ ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઈડી)નો ઉપયોગ કર્યો હતો અને જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાજીગુંડ જંગલમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

એક્યુઆઈએસ અને તેની શાખાને આતંકવાદી સંગઠન જાહેર કર્યાં
તપાસકર્તા એજન્સી એનઆઈએએ 14 મેના બોમ્બ વિસ્ફોટ મુદ્દે 7,500 પાાનાની લાંબી ચાર્જશીટ ફાઈલ કરી હતી. NIA ની તપાસ જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી-NCR સુધી વિસ્તરેલી હતી. એજન્સીએ પોતાની ચાર્જશીટમાં 588 સાક્ષીઓના નિવેદનો, 395થી વધુ દસ્તાવેજો અને 200 થી વધુ જપ્ત કરાયેલી વસ્તુઓને પુરાવાનો સમાવેશ કર્યો છે. આરોપીઓએ આઈઈડી બનાવવા અને ઉપયોગ કરવા માટે બારીકાઈપૂર્વક લેબોરેટરી ગ્રેડની પદ્ધતિ અપનાવી હતી. ચાર્જશીટમાં એક આરોપીનું નામ અંસાર ગજવત-ઉલ હિંદનું નામ છે, જે આતંકવાદી મોડ્યુલ ઈન હાઉસ એન્જિનિયર નીકળ્યો હતો અને આ મોડ્યુલ એક્યુઆઈએસ સાથે સંકળાયેલો હતો. ગૃહ મંત્રાલયે એક્યુઆઈએસ અને તેની તમામ શાખાઓને પણ આતંકવાદી સંગઠન જાહેર કર્યાં છે.

આરોપીને મદદ કરવામાં ત્રણ ડોક્ટરનો પણ સમાવેશ
ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે આરોપી જાસીર બિલાલ વાની આ ઘટનાને અંજામ આપવા માટે ટેક્નિકલ મદદ આપવાના ઉદ્દેશને લઈ 2024-2025માં બેથી ત્રણ વખત હરિયાણાની ફરિદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીના કેમ્પસમાં રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણ ડોક્ટર પણ સામેલ હતા, જેમાં ડોક્ટર અદીલ અહમદ રાથરે ડો. ઉમર ઉન નબીની જાસિર સાથે મુલાકાત કરાવી આપી હતી. ડોક્ટર ઉમર ઉન નબી આ કેસમાં મુખ્ય આરોપી છે, જેને વિસ્ફોટક ભરેલી કાર ચલાવી હતી. જાસીરે યુ-ટ્યુબ અને ચેટ-જીપીટીનો પણ ઉપયોગ કર્યો હતો જેમ કે રોકેટ બનાવવાની સાથે ટેરર એન્જિનિયરિંગ માટે ડિજિટલ અને એઆઈના પ્લેટફોર્મના કથિત રીતે દુરુપયોગની પણ માહિતી મળી હતી. આ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP ને હજુ પણ સમર્થન
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પારથી થતા હુમલાઓ તીવ્ર બન્યા છે. તાલિબાન પર આરોપ છે કે તે પાકિસ્તાન વિરોધી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP ને હજુ પણ સમર્થન આપી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલા વધ્યા છે અને બંને દેશો વચ્ચે સૈન્ય ઘર્ષણ પણ થયું છે. રિપોર્ટમાં AQIS ને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાન (IMP)ના હુમલાઓ સાથે પણ જોડવામાં આવ્યું છે, જેમાં બન્નુમાં સુરક્ષા ચોકી પાસે થયેલો આત્મઘાતી હુમલો પણ સામેલ છે.

ઓપરેશનનો હેતુ શરિયા આધારિત શાસન સ્થાપિત કરવાનો
NIA ના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અફઘાનિસ્તાન જવા માટે તુર્કીના રસ્તે હિજરત (સ્થળાંતર) કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ સફળ થઈ શક્યો નહોતો ત્યાર બાદ ભારતમાં જ સંગઠનને મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ જ નેટવર્ક હેઠળ ‘ઓપરેશન હેવનલી હિંદ’ શરૂ કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીનો આરોપ છે કે આ ઓપરેશનનો હેતુ લોકશાહી ઢબે ચૂંટાયેલી ભારતીય સરકારને હટાવીને દેશમાં શરિયા આધારિત શાસન સ્થાપિત કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!