August 6, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

19 લાખ ઘરોનું વીજ બિલ આવ્યું શૂન્ય! PM સૂર્ય ઘર યોજનાથી દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી મેળવો

Spread the love

step-by-step.
મફત વીજળી સાથે કમાણીની તક: PM સૂર્ય ઘર યોજના હેઠળ 50 લાખ ઘરો થયા રોશન, જાણો અરજી કરવાની રીત

ઉનાળો હોય કે ચોમાસું પણ બારે માસ લોકોને ગરમી અને ભેજનો સામનો કરવો પડે છે. મુંબઈ હોય કે દિલ્હી જેવા મહાનગરમાં લોકોને ભયંકર વીજ કટોકટીનો સામનો કરવો પડે છે, જ્યાં પ્રશાસન પણ મેઈન્ટેનન્સથી લઈને ફેઈલ્યોર, ચોરી સહિતના કિસ્સાથી પરેશાન હોય છે, પરંતુ સરકારે એના માટે રસ્તા શોધી કાઢ્યા છે. વીજળી ઉત્પન્ન કરવાના સસ્તા વિકલ્પ પૈકી સોલાર પેનલ થકી પણ કરી શકાય છે. ભારત સરકાર પણ પીએમ સૂર્ય ઘર યોજના મફત વીજળી યોજના પણ જાહેર કરી છે, જેનાથી લોકો 300 યુનિટ સુધી વીજળી મેળવી શકે છે. સરકારીની યોજના થકી 78,000 રુપિયાની સબ્સિડી મળે છે, જ્યારે એના થકી અત્યાર સુધીમાં લગભગ 50 લાખ ઘર રોશન પણ થયા છે.

લાભાર્થીને 25 વર્ષ સુધી વીજળીનું ટેન્શન ખતમ
પીએમ સૂર્યઘર મફત વીજ સ્કીમના લાભાર્થીની સંખ્યામાં પણ નિરંતર વધારો થઈ રહ્યો છે, જેના તાજેતરના આંકડાની વાત કરીએ તો 50 લાખનો ઐતિહાસિક લેવલ પણ પાર થયું છે. આ સ્કીમ અન્વયે સોલાર પેનલ લગાવનારા લાભાર્થીને 25 વર્ષ સુધી વીજળી ટેન્શન ખતમ થઈ જાય છે, જ્યારે આ પેનલની લાઈફ પણ લગભગ 25 વર્ષ સુધીની હોય છે.

એક કરોડ ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક
સરકારના અંદાજ અનુસાર ફેબ્રુઆરી 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાને લોન્ચ કરી હતી અને બે વર્ષમાં જ લગભગ 50 લાખ ઘર સુધી મફત વીજળી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારની યોજના પ્રમાણે યોજના અંતર્ગત એક કરોડ ઘરોને છત પર સોલાર પેનલ બેસાડવાનો ટાર્ગેટ છે. પીએમ સૂર્ય ઘર યોજનાના દર છઠ્ઠા દિવસે એક લાખ ઘરોને ફાયદો મળે છે, જેનાથી દુનિયાની સૌથી ઝડપી ક્લિન એનર્જી પ્રોગ્રામ પણ બની ગઈ છે.

સોલાર પેનલ ઈન્સ્ટોલેશનમાં 3.2 ગણો વધારો
પીએમ સૂર્યઘર ફ્રી ઈલેક્ટ્રિસિટી સ્કીમ અન્વયે છેલ્લા 10 વર્ષમાં 7.94 લાખ રુફટોપ સોલાર ઈન્સ્ટોલેશનમાં પણ જોરદાર વધારો થઈ રહ્યો છે. સરકારે આ યોજના પાછળ 75,021 કરોડનો ખર્ચ આવ્યો છે, જ્યારે છેલ્લા નવ મહિનામાં સોલાર પેનલ ઈન્સ્ટોલેશનની ઝડપમાં પણ 3.2 ગણો વધારો થોય છે. ઓક્ટોબર 2025માં રોજ 5,038 ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યા હતા, જ્યારે જુલાઈ 2026માં એની સંખ્યામાં 3.2 ગણી વધીને 16,300 પાર કરી છે. જુલાઈ, 2026માં પાંચ લાખથી વધુ ઘરોને ફાયદો થયો હતો.

સરકારે 28,024 કરોડ રુપિયાની સબ્સિડી આપી
સરકારે દાવો કર્યો છે સૂર્યઘર સ્કીમ અન્વયે 300 યુનિટની ફ્રી વીજળી આપવાની સાથે કેન્દ્ર સરકાર સોલાર પેનલ બેસાડવા માટેના ખર્ચમાં 78,000 રુપિયા સુધીની મોટી સબ્સિડી પણ આપે છે, જે લાભાર્થીના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફત લાભાર્થીના સીધા ખાતામાં જાય છે. હવે આ સ્કીમ અન્વયે 28,024 કરોડ રુપિયાની સબ્સિડી આપી છે. એના સિવાય નાણાકીય વર્ષ 2025માં 12 લાખથી વધુ પરિવારોને એક્સ્ટ્રા વીજળી વેચીને કૂલ 421 કરોડ રુપિયાની કમાણી પણ કરવામાં આવી હતી. ગ્રિડને વીજળી પરત મોકલવાના કિસ્સામાં દરેક પરિવારે વર્ષે લગભગ 3,500 રુપિયાની કમાણી પણ કરી હતી.

19 લાખ પરિવારને વીજળીનું ઝીરો બિલ આવે છે
સરકારી આંકડા અનુસાર પીએમ સૂર્યઘર યોજના અન્વયે દેશના લગભગ 19 લાખ પરિવારોને વીજળીનું બિલ પણ શૂન્ય આવે છે, જે આર્થિક ભારણ પણ ઘટાડવામાં મદદરુપ બને છે. આ યોજના અન્વયે વેન્ડર અને નવી રોજગારી ઊભી કરવામાં હેલ્પ કરે છે, જે સમગ્ર ઈકોસિસ્ટમ તૈયાર કરવાથી નવા સેક્ટરમાં વિશાળ તકો ઊભી થઈ છે. દેશમાં 34,219 રજિસ્ટર્ડ વેન્ડર કામ કરે છે, જ્યારે તેમાંથી લગભગ 29,469 જેટલા એક્ટિવ છે.

તમે કઈ રીતે મદદ લઈ શકો
. વેબસાઈટ https://pmsuryaghar.gov.in પર જાઓ.
. હોમપેજ પર જઈને અપ્લાય ફોર રુફટોપ સોલાર ઓપ્શન પર ક્લિક કરો.
. નવા પેજ પર જઈને રાજ્ય-વીજ વિતરણ કંપની પસંદ કરો.
. હવે વીજ ઉપભોક્તા નંબર, મોબાઈલ અને ઈમેલ લખો.
. નવા પેજમાં કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબર પોસ્ટ કરીને લોગઈન કરો.
. નવા ફોર્મના નિર્દેશ અનુસાર આરટીએસ પેનલ અપ્લાય કરો,
એના પછી ફિઝિબિલિટી મંજૂરી મળ્યા પછી રજિસ્ટર્ડ વેન્ડર સાથે સોલાર ઈન્સ્ટોલેશનની પ્રોસેસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!