વિમાનની બારીમાં રહેલું કાણું કોઈ ખામી નહીં પણ ‘લાઇફ સેવર’ છે! જાણો બ્લીડ હોલ પાછળના ચોંકાવનારા તથ્યો
આપણામાંથી અનેક લોકો અનેક વખત ફ્લાઈટમાં મુસાફરી કરી જ હશે. જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે ફ્લાઈટની નાનકડી ગોળ વિન્ડોમાં નીચેની તરફ એક નાનકડું છિદ્ર જોવા મળે છે. હવે તમને ક્યારેય સવાલ થયો છે ખરો કે આખરે આ છિદ્ર વિમાનની દરેક બારીમાં કેમ જોવા મળે છે? ઘણા લોકો તેને ડિઝાઈનનો એક ભાગ માની છે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડું છિદ્ર પ્રવાસીઓની સુરક્ષા માટે અત્યંત મહત્વનું સાબિત થાય છે. ચાલો તમને આજે આ વિષે વિસ્તારથી જણાવીએ.
ફ્લાઈટની બારીમાં જોવા મળતું આ નાનકડું છિદ્ર પ્લેન અને પ્રવાસી બંનેની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું છે. જ્યારે પ્લેન હજારો ફૂટની ઊંચાઈએ ઉડતું હોય ત્યારે ફ્લાઈટની અંદર અને બહાર હવાનું દબાણ ખૂબ જ અલગ હોય છે. આ દબાણને સંતુલિત કરવા માટે આ નાનકડા કાણાંની ભૂમિકા મહત્વની છે. હવાનું દબાણ મેનેજ કરવા સિવાય પણ આ છિદ્રની બીજી કેટલીક મહત્ત્વની ભૂમિકા હોય છે.
ફ્લાઈટની બારીમાં છિદ્ર હોવાના વિવિધ કારણો-
. ફ્લાઈટની બારીમાં જોવા મળતાં છિદ્રના વિવિધ કામ અને કારણો હોય છે. આ તમામ કામ અને કારણો વિશે અહીં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
. એર પ્રેશરનું સંતુલન:
. ફ્લાઈટની બારીમાં સામાન્ય પણે ત્રણ લેયર્સ જોવા મળે છે. આ નાનકડું કાણું મધ્યના સ્તરમાં હોય છે, જે અંદરના અને બહારના હવાના દબાણને સંતુલિત કરે છે. તેને ‘બ્લીડ હોલ’ કહેવામાં આવે છે.
. કાચને તૂટતો બચાવે છે:
. જો કોઈ કારણ અનુસાર ફ્લાઈટમાં હવાનું દબાણ વધી જાય તો આવી પરિસ્થિતિમાં બારીમાં રહેલું આ છિદ્ર બારીના સૌથી બહારના કાચ પર પડતા ભારને ઘટાડે છે, જેથી ઊંચાઈ પર દબાણને કારણે બારી તૂટવાનું જોખમ રહેતું નથી.
. ધુમ્મસ અને વરાળથી બચાવ:
. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ફ્લાઈટની બારીમાં જોવા મળતું આ નાનકડું છિદ્ર બારીના કાચ વચ્ચે ભેજ જમા થવા દેતું નથી. તેના કારણે બારી પર ધુમ્મસ જામતું નથી અને મુસાફરો બહારનો નજારો સ્પષ્ટ જોઈ શકે છે.
