આ અઠવાડિયે IPO માર્કેટમાં મંદી કે ધમાકો? 13 કંપનીઓ કરશે લિસ્ટિંગ, માત્ર એક જ નવો IPO ખુલશે!
તહેવારોના કારણે પ્રાઇમરી માર્કેટ ધીમું પડ્યું; વેદાંત પોલી ફેબનો 57 કરોડનો SME IPO અને 5 મેનબોર્ડ લિસ્ટિંગ પર રોકાણકારોની નજર
શેરબજારમાં પૈસાનું રોકાણ કરનારા રોકાણકારો માટે ઓક્ટોબર મહિનો વ્યસ્ત રહ્યો, જેમાં ગયા મહિના દરમિયાન આઈપીઓ માર્કેટમાં રેકોર્ડબ્રેક હિલચાલ જોવા મળી હતી, પરંતુ આ મહિના દરમિયાન તહેવારોને કારણે પ્રાઈમરી માર્કેટમાં થોડું સુસ્ત વલણ રહ્યું હતું, જેમાં આ અઠવાડિયા દરમિયાન રોકાણ માટે ફક્ત એક જ આઈપીઓ લાઈનમાં છે. 57 કરોડ રુપિયાના કદવાળા એસએમઈ આઈપીઓની માર્કેટમાં એન્ટ્રી થશે. જોકે, નવા ઈશ્યુની ઓછી સંખ્યા હોવા છતાં શેરબજારમાં લિસ્ટિંગ માટે જોરદાર તેજી જોવા મળી શકે છે, જેમાં આ સપ્તાહે કૂલ 13 કંપની માર્કેટમાં એન્ટ્રી માટે થનગની રહે છે, જેમાં પાંચ મેનબોર્ડ કંપનીનો સમાવેશ થાય છે.
વેદાંત પોલી ફેબ લિમિટેડ કરોડો રુપિયા ઊભા કરશે
આ અઠવાડિયામાં રોકાણકારો માટે સૌથી પહેલો આઈપીઓ વેદાંત પોલી ફેબ્સ લિમિટેડ છે. આ કંપની એસએમઈ આઈપીઓ 56.68 કરોડનો છે. રોકાણકારો આજથી ચોથી નવેમ્બર વચ્ચે પૈસા રોકાણ કરશે. કંપની પોતાના શેર માટે 88થી 94 રુપિયાનો પ્રાઈસબેન્ડ નક્કી કર્યો છે. આ ઈશ્યૂ મારફત કંપની 54.26 લાખ નવા શેર જારી કરીને 51 કરોડ એકત્ર કરશે. એના સિવાય ઓફર ફોર સેલ (ઓએફએસ) મારફત 6.04 લાખ શેર વેચશે, જેનાથી 5.67 કરોડ રુપિાય એકત્ર કરશે, જ્યારે કોઈ રોકાણકારો આઈપીઓમાં બિડ કરવા ઈચ્છે તો 2,400 શેર માટે અરજી કરી શકે છે. નવમી નવેમ્બરના એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર શેરોનું લિસ્ટિંગ કરવામાં આવી શકે છે. ફ્લેક્સિબલ પેકેજિંગ મટિરિયલ બનાવવાનું કામ કરનારી પોલી ફેબ શ્રિંક ફિલ્મ, પ્રિન્ટેડ લેમિનેટ્સ અને પેકેજિંગ પાઉચ બનાવવાનું કામ કરે છે.
નવા આઈપીઓ સિવાય આ અઠવાડિયા દરમિયાન રોકાણકારોની નજર બોમ્બે કોટેડ એન્ડ સ્પેશિયલ સ્ટીલના મેનબોર્ડ આઈપીઓ પર છે. 183 કરોડ રુપિયાના કદવાળા આઈપીઓએ ગયા મહિને 29 ઓક્ટોબરના ઓપન થયો હતો. આઈપીઓ એકદમ ફ્રેશ ઈશ્યૂ છે, જેના મારફત કંપની 2.23 કરોડ નવી ઈક્વિટી શેર જારી કર્યા છે, જ્યારે એની પ્રાઈસ બેન્ડ 78થી 82 રુપિયા શેર નક્કી કર્યાં છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 182 શેર માટે બિડ લગાવવાની રહેશે, જ્યારે અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી લઘુતમ રોકાણની રકમ 14,924 રુપિયા છે.
નવા આઈપીઓ માર્કેટમાં ભલે મંદ માહોલ છે, પરંતુ લિસ્ટિંગના કિસ્સામાં પણ આ અઠવાડિયું એક્ટિવ રહેશે. બીજી નવેમ્બરથી છઠ્ઠી નવેમ્બરના 13 કંપની માર્કેટમાં લિસ્ટ થવાની અપેક્ષા છે, જેમાં અમુક ગયા અઠવાડિયે બંધ થયા છે. જોકે અમુક આઈપીઓ ગયા અઠવાડિયે બંધ થયા છે, તેથી એક્સચેન્જના અંતિમ કાર્યક્રમ અનુસાર તારીખમાં પણ ફેરફાર કરી શકે છે. મેનબોર્ડ કેટેગરીમાં પાંચ કંનપી લિસ્ટિંગ થશે, જેમાં સૌથી પહેલા આજે ઈએએએ ઈન્ડિયા ઓલ્ટરનેટિવસ્, ત્રીજીના બીએલએસ પોલિમર્સની સાથે એચએફસી એનવાયર્મેન્ટલ ટેક્લોજીસ આઈપીઓ માર્કેટમાં દસ્તક દેશે. એના પછી એમકે ફાઈન જ્વેલ્સ, બોમ્બે કોટેડ એન્ડ સ્પેશિયલ સ્ટીલ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, એસએમઈ કેટેગરીમાં વિસ્કોન ઈન્ડસ્ટ્રીઝ, અજવા પ્રોજેક્ટ્સ, અંતાલા ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
