October 29, 2026
વાંચન વૈવિધ્યમ

MLC Election Special: કોણ હોય છે MLC અને શું હોય છે તેની અસલી તાકાત, જાણો કેટલો પગાર મળે છે?

Spread the love

દેશમાં MLC ચૂંટણીની ચર્ચા વચ્ચે જાણો વિધાન પરિષદના સભ્યની શક્તિ, પગાર ધોરણ અને વિશેષ અધિકારો વિશેની રોચક વિગતો

દેશમાં અત્યારે વિધાન પરિષદ (એમએલસી)ની ચૂંટણીની ચર્ચા ચગડોળે ચઢી છે, જેમાં સત્તાધારી પાર્ટી ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતા સારું રહ્યું છે, પરંતુ ગઢમાં ગાબડા પડ્યા છે, પરંતુ સૌથી મોટી ચર્ચા કોંગ્રેસની હારની છે. લોકસભા, વિધાનસભાના માફક અત્યારે એમએલસીની ચૂંટણી ચર્ચામાં છે ત્યારે જાણીએ વિધાન પરિષદના સભ્યને કેટલો પાવર હોય છે સેલેરી પણ કેટલી મળી છે.

દેશના ચાર રાજ્યની વિધાનપરિષદ એટલે વિધાનમંડળના ઉચ્ચ સદનની ચૂંટણીના પરિણામોની દેશભરમાં ચર્ચા છે. સરકાર સામેના વિરોધ પ્રદર્શન વચ્ચે જે પરિણામો મળ્યા છે, જે બેલેટ પેપરથી ઈલેક્શન થઈ તેનાથી ભાજપમાં હજુ લોકોને વિશ્વાસ હોવાનું કહી શકાય પણ આ એમએલસી કોણ હોય છે. કોણ ઈલેક્ટ કરે છે અને એની પાસે શું અધિકાર અને સેલેરી હોય છે કે નહીં એની વાત કરીએ.

ભારતના અમુક રાજ્યોમાં વિધાનસભા સિવાય વિધાન પરિષદ હોય છે. વિધાનસભાના સભ્ય એમએલએ કહેવાય છે, જ્યારે વિધાન પરિષદના સભ્યને એમએલસી કહેવાય છે. બંને જનપ્રતિનિધિ કહેવાય છે, પરંતુ ચૂંટણીની પદ્ધતિ, ગૃહમાં પાવર અને કામકાજની ભૂમિકા અલગ અલગ હોય છે. એમએલસીનું પૂરું નામ મેમ્બર ઓફ લેજિસલેટિવ કાઉન્સિલ છે. વિધાન પરિષદનો સભ્ય કહેવાય છે, જ્યારે સંસદના બે ગૃહ હોય છે લોકસભા અને રાજ્યસભા, જ્યારે અમુક રાજ્યના એમએલસી માટે બે ગૃહ હોય છે.

વિધાનસભાનું નીચલું ગૃહ અને વિધાન પરષિદનું ઉચ્ચ ગૃહ છે. વિધાનસભાના સભ્ય એટલે એમએલએ સીધા જનતા દ્વારા ચૂંટાય છે, જ્યારે વિધાન પરિષદના સભ્ય તમામ સભ્યોને જનતા કરતી નથી. અમુક સ્થાનિક એકમના પ્રતિનિધિઓ, શિક્ષકો અને સ્નાતકો પોતાના મતવિસ્તારમાંથી ચૂંટે છે. અમુક વિધાનસભ્યો ચૂંટે છે, જ્યારે અમુક સભ્યોને રાજ્યપાલ નોમિનેટ કરે છે.

એમએલસીના અધિકારોને લઈ અલગ અલગ માન્યતા પ્રવર્તે છે. અમુક લોકો માને છે કે ફક્ત આ એક ઔપચારિક હોદ્દો છે, જ્યારે તેમને વિધાનસભ્યના માફક પાવર એક સમાન છે. પણ એક વાત સ્પષ્ટ છે કે એમએલસી કાયદો બનાવવાની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે, જ્યારે સરકારને સવાલ પૂછી શકે છે અને રાજ્યના મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા પણ કરી શકે છે, જ્યારે તમામ વિધાનસભ્યોને એટલી સત્તા હોતી નથી. એમએલસી મુખ્યમંત્રી અને સરકારમાં મંત્રી પણ બની શકે છે. સેલેરની વાત કરીએ તો યુપીની વાત કરીએ તો એક મહિનામાં એમએલસીને 2.66 લાખનો પગાર મળે છે, જ્યારે બેઝિક સેલેરી 35,000 રુપિયા હોય છે, જ્યારે અલગ અલગ ભથ્થાનો સમાવેશ થાય છે.

વિધાન પરિષદનો ઉદ્દેશ રાજ્યના કાયદાની પ્રક્રિયામાં વિચારવિમર્શ કરવાનો હોય છે, જેમાં શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન અને આર્ટસ અને સમાજસેવા સાથે જોડાયેલા લોકોનું પ્રતિનિધિત્વ મળે છે. હાલમાં ભારતના છ રાજ્યમાં વિધાન પરિષદ છે, જેમાં યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!