મોંઘવારીનો ‘ડામ’: RBIએ રેપો રેટ વધારતા કરોડો લોનધારકોને લાગ્યો મોટો ‘આંચકો’?
સાડા ત્રણ વર્ષ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજદરમાં વધારો કર્યો છે, જેના કારણે હોમ અને કાર લોન લેનારા ગ્રાહકોના માસિક હપ્તા વધી જશે
ઓક્ટોબર મહિનો મોંઘવારી લઈ આવ્યો છે. ટીવી, ફ્રિજથી લઈને જીવન જરુરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે ત્યારે આરબીઆઈએ લોનધારકોને સૌથી મોટો ઝટકો આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસીમાં રેપો રેટમાં વધારો કરીને કરોડો લોનધારકોને નિરાશ કર્યા છે. રેપો રેટમાં વધારો કરવાથી ઈએમઆઈના રેટમાં પણ વધારો થશે.
ત્રણ વખત રેપો રેટમાં યથાવત્ રાખ્યો
મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વધતી મોંઘવારી, ડોલરની સામે રુપિયાની નબળાઈ, ઊંચા વૈશ્વિક બોન્ડ યિલ્ડસ તથા ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળાને કારણે લગભગ સાડા ત્રણ વર્ષ પછી વ્યાજદરમાં પહેલી વખત વધારો કરવામાં આવ્યો છે, જેથી લોનધારકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે. આરબીઆઈના નિર્ણયને કારણે ઈએમઆઈના રેટમાં વધારો થઈ શકે, જ્યારે અગાઉની ત્રણ બેઠકમાં રેપો રેટમાં યથાવત્ રાખ્યા હતા.
રેપો રેટમાં વધારો કરવાનો માર્ગ મોકળો
આજની આરબીઆઈની બેઠકમાં એસડીએફ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) પણ સવા પાંચ ટકાએ પહોંચ્યો છે, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (એમએસએફ) પણ વધીને 5.75 ટકા પહોંચાડી દેવાયો છે. ઊંચા ફુગાવાને કારણે ભારત સહિત એશિયાના દેશોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. વ્યાજ દરમાં વધારો કરવાને કરીને એમપીસી ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ જાળી રાખીને નજીકના ભવિષ્યમાં પણ રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
હજુ મોંઘવારીમાં વધારો થવાનો આશાવાદ
આરબીઆઈએ રેપો રેટમાં વધારો કરવાને કારણે હોમ લોન, કાર લોન લેનારા ગ્રાહકોના ઈએમઆઈમાં વધારો થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે વેસ્ટ એશિયાના સંઘર્ષ, ક્રૂડ ઓઈલના વધતા ભાવનું કારણ જવાબદાર છે. વૈશ્વિક સ્તરે મોંઘવારીમાં વધારો, એનર્જીના ભાવ વધવાની સાથે ખાણી-પીણી વસ્તુઓના ભાવ વધારા માટે ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઈએ જણાવ્યું છે કે રેપો રેટમાં વધારો કરવાની સાથે નાણાકીય વર્ષ 2026-27 માટે મોંઘવારીમાં ધરખમ વધારો કર્યો છે.
હાલમાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની સંભાવના નથી
વર્તમાન સમયમાં દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 7.25% પ્રતિ વર્ષના પ્રારંભિક દરે હોમ લોન ઓફર કરી રહી છે. જો કે, અલગ-અલગ ગ્રાહકો માટે વ્યાજ દર અને તેમાં ફેરફારનો સમય તેમના લોન કરાર (એગ્રીમેન્ટ) ની શરતો પર આધાર રાખશે. RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની કોઈ સંભાવના નથી. આવી સ્થિતિમાં, તહેવારોના આ સિઝનમાં ઘર કે વાહન ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોએ હવે ઊંચા વ્યાજ દરો અને ભારે હપ્તાઓ (EMI) માટે તૈયાર રહેવું પડશે.
