ધનતેરસના જેલના તાળા ખુલશે: ગુજરાતમાં 140થી વધુ કેદીઓને કેમ મળી રહ્યા છે 15 દિવસના પેરોલ?
તહેવાર પરિવાર સાથે ઉજવવા સરકારનો મોટો નિર્ણય, જાણો કયા કેદીઓને મળશે આ ખાસ છૂટછાટ અને કોણ રહેશે બાકાત
ગુજરાત સરકારે દિવાળી પર 143 પાત્ર કેદીને પંદર દિવસના પેરોલની મંજૂરી આપી છે, જેમાં 103 પુરુષ અને 40 મહિલાનો સમાવેશ થાય છે. છઠ્ઠી નવેમ્બરના કેદીઓને દિવાળી નિમિત્તે જેલમાંથી છોડવામાં આવશે. જોકે, ગંભીર ગુનાવાળા કેદીઓને આ પેરોલમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.સરકારે જણાવ્યું હતું કે રાજ્યની વિવિધ જેલમાં સજા કાપી રહેલા કૂલ 143 કેદીને પંદર દિવસના પેરોલ પર છોડવામાં આવશે. એના અન્વયે છઠ્ઠી નવેમ્બરના પેરોલ પર છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવારના સભ્યોની સાથે દિવાળી મનાવી શકે એ ઉદ્દેશને લઈ સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં દિવાળીના તહેવાર નિમિત્તે દર વર્ષે પંદર દિવસના પેરોલ આપવાની વ્યવસ્થા શરુ કરી છે. રાજ્ય સરકારે કેદીઓના વર્તણૂકમાં સુધારો થાય તેમ જ સામાજિક ગતિવિધિઓ સુધરે એ ઉદ્દેશને લઈને આ વ્યવસ્થા શરુ કરી છે. આ વ્યવસ્થા અન્વયે સરકાર પાત્ર કેદીમાં મહિલા સહિત 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષ કેદીને પેરોલ આપે છે.
આ સુવિધાનો અન્ય ઉદ્દેશ કેદીઓ પર પરિવારના સભ્યોની સાથે તહેવારની ઉજવણી કરાવવાનો છે. સરકારની મંજૂરી પછી આ વર્ષે પણ તમામ પાત્ર કેદીને પેરોલ આપવાનો નિર્ણય લીધો છે. ગુજરતા સરકારે પાત્ર કેદીને કૂલ 143 કેદીને પંદર દિવસના પેરોલની મંજૂરી આપી છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના 103 પુરુષ અને 40 મહિલા કેદીનો સમાવેશ થાય છે, જેમાં પંદર દિવસની મુદત રહેશે.
પોલીસ મહાનિર્દેશક (જેલ) ડોક્ટર કેએલ એન રાવે કહ્યું કે રાજ્ય સરકાર નિર્ધારિત નિયમો અનુસાર ગંભીર ગુનાવાળા કેદીઓને આ પ્રકારની કોઈ યોજનાનો લાભ આપતી નથી. એના સિવાય અલગ અલગ કેટેગરીવાળા કેદીઓને આ સુવિધા આપવામાં આવી છે. ઉપરાંત, જે કેદીઓના કેસ હાઈ કોર્ટમાં ચાલી રહ્યા છે તેમને પણ દિવાળી પેરોલની સુવિધા મળતી નથી, જ્યારે એનઆરઆઈ સહિત અન્ય રાજ્યના કેદીને પણ લાભ મળતા નથી. આતંકવાદી ગતિવિધિ અને પોટા, ટાડા એક્ટ અન્વયે કેદીને પણ દિવાળી પેરોલ યોજનાનો લાભ મળતો નથી, એમ તેમણે જણાવ્યું હતું.
