October 19, 2026
ટોપ ન્યુઝવાંચન વૈવિધ્યમ

World Cleanest Country: જાપાન-સિંગાપોરને પાછળ છોડી એસ્ટોનિયા બન્યો વિશ્વનો સૌથી સ્વચ્છ દેશ, જાણો ભારતનો ક્રમ?

Spread the love

વર્ષ 2026ના નવા પર્યાવરણીય રિપોર્ટે બધાને ચોંકાવ્યા; એસ્ટોનિયા 74.8 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, જ્યારે જાપાન, સિંગાપોર અને ભારતની વર્તમાન સ્થિતિ જાણીને આશ્ચર્ય થશે

જ્યારે પણ સ્વચ્છતાની વાત નીકળે ત્યારે સામાન્ય રીતે જાપાન અને સિંગાપોર જેવા દેશોનાં નામ મોખરે લેવામાં આવે છે. ત્યાંના રસ્તાઓ, ગલીઓ અને જાહેર સ્થળોની ચોખ્ખાઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ કોઈ દેશ સાચે જ કેટલો સ્વચ્છ છે તે નક્કી કરવા માટે માત્ર રસ્તાની સફાઈ જોવી પૂરતી નથી. હવા અને પાણીની ગુણવત્તા, કચરાનો યોગ્ય નિકાલ, જંગલોનું સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જન જેવા પર્યાવરણીય માપદંડો પણ એટલા જ મહત્વપૂર્ણ હોય છે.

વર્ષ 2026ના નવા પર્યાવરણીય રિપોર્ટ અનુસાર, યુરોપિયન દેશ એસ્ટોનિયા વિશ્વનો સૌથી સ્વચ્છ દેશ બન્યો છે. બીજી તરફ, સ્વચ્છતા માટે જાણીતા જાપાન અને સિંગાપોર ટોપ-10 દેશોની યાદીમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે ભારતની સ્થિતિ આ યાદીમાં સૌથી ચિંતાજનક સ્તરે પહોંચી છે.

એસ્ટોનિયા કેવી રીતે બન્યો વિશ્વનો સૌથી સ્વચ્છ દેશ?
વર્ષ 2026ના રિપોર્ટમાં એસ્ટોનિયા 74.8 પોઇન્ટ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યો છે. એસ્ટોનિયાએ પ્રદૂષણ ઘટાડવા, ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કાબૂમાં લેવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે આકરાં પગલાં લીધાં છે. કુદરતી જંગલોનું જતન અને સસ્ટેનેબલ કચરા વ્યવસ્થાપનના કારણે તેને સર્વોચ્ચ સ્થાન મળ્યું છે.
આ તમામ દેશોમાં ઝીરો-વેસ્ટ મેનેજમેન્ટ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને ઔદ્યોગિક પ્રદૂષણ પર સતત દેખરેખ રાખવામાં આવે છે.

જાપાન અને સિંગાપોર ટોપ-10માંથી બહાર કેમ ફેંકાયા?
ચમકતા રસ્તાઓ માટે જાણીતો જાપાન આ યાદીમાં 16મા સ્થાને છે, જ્યારે સિંગાપોર છેક 61મા સ્થાને ધકેલાયું છે. આ રેન્કિંગ માત્ર રોડ કે ફૂટપાથની સફાઈ જોઈને અપાતી નથી. તેમાં હવાની ગુણવત્તા, જળ સંસાધનોની સ્થિતિ, કાર્બન ફૂટપ્રિન્ટ અને જંગલોનું પ્રમાણ જેવા પરિબળો તપાસવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્સર્જન અને ગ્રીન સ્પેસની મર્યાદાઓને કારણે આ દેશો ટોપ-10માં સ્થાન મેળવી શક્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટમાં ભારત સૌથી છેલ્લા સ્થાને આવ્યું છે. દેશમાં હવા અને પાણીનું સતત વધતું પ્રદૂષણ, પ્લાસ્ટિક અને ઔદ્યોગિક કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ તેમજ જંગલોનું ઘટતું પ્રમાણ મોટા પડકારો છે. આ રેન્કિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરોની ઉપરછલ્લી સફાઈ ઉપરાંત હવાની ગુણવત્તા સુધારવા અને પર્યાવરણ સુરક્ષા માટે મોટા પાયે નીતિગત સુધારા કરવાની તાતી જરૂર છે.

વિશ્વના ટોપ-10 સૌથી સ્વચ્છ દેશોની યાદી
. આ યાદીમાં યુરોપના દેશોનો સ્પષ્ટ દબદબો જોવા મળે છે-
. પ્રથમ સ્થાને એસ્ટોનિયા 74.8 પોઇન્ટ સાથે છે.
. બીજા સ્થાને લક્ઝમબર્ગ 74.2પોઇન્ટ ધરાવે છે.
. ત્રીજા સ્થાને બ્રિટન 71.5 પોઇન્ટ સાથે સ્થાન ધરાવે છે.
. ચોથા સ્થાને ફિનલેન્ડ 71.0 પોઇન્ટ સાથે છે.
. પાંચમા સ્થાને નેધરલેન્ડ 70.5પોઇન્ટ સાથે છે.
. છઠ્ઠા સ્થાને જર્મની 69.9 પોઇન્ટ સાથે છે.
. સાતમા સ્થાને ફ્રાન્સ 69.8પોઇન્ટ ધરાવે છે.
. આઠમા સ્થાને નોર્વે 69.2 પોઇન્ટ સાથે છે.
. નવમા સ્થાને સ્વીડન પણ 69.2 પોઇન્ટ સાથે સ્થાન પામ્યું છે.
. દસમા સ્થાને ઓસ્ટ્રિયા 66.8 પોઇન્ટ સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!