November 2, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ભારતની પ્રથમ સ્વદેશી B28 બુલેટ ટ્રેને પાર કર્યો મહત્ત્વનો સુરક્ષા પડાવ, સ્ક્વીજ ટેસ્ટમાં રહી સફળ

Spread the love

ભારતની સૌથી પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન બી28 સુરક્ષા સંબંધિત વધુ એક પડાવમાં પાર ઉતરી છે. બેંગ્લુરુના બીઈએમએલની ફેક્ટરીમાં ટ્રેનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ મારફત એ વાત સ્પષ્ટ થઈ છે કે ટ્રેન ટક્કર યા અન્ય અકસ્માત વખતે ટ્રેનના બહારના માળખા સ્પીડ પ્રેશર અને ગમે તેવી ટક્કરનો પણ સામનો કરી શકે છે.

સ્કવીજ ટેસ્ટ કરવામાં આવ્યો છે. સ્ક્વીજ ટેસ્ટ એટલે ટ્રેનની બોડી શેલ ટેસ્ટના નામથી ઓળખવામાં આવે છે, જેમાં ટ્રેનના ડબ્બાની બહારના માળખા પર દબાણ મૂકીને તેની મજબૂતાઈની તપાસ કરાય છે. હવે એ પણ જોવામાં આવે છે કે ટ્રેનનું માળખું તૂટવાની સાથે ટર્ન પણ થાય નહીં તથા પ્રવાસીઓની સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવે છે.

બી28 બુલેટ ટ્રેન છે. હવે આ સવાલ અંગે પણ વાત કરીએ તો બી28 ભારતમાં તૈયાર કરવામાં આવેલી સ્વદેશી હાઈ સ્પીડ ટ્રેન છે, જ્યારે તેનો ઉદ્દેશ હાઈ સ્પીડ ટેકનિકમાં ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવાનો છે, જ્યારે દેશમાં ટ્રેનની ક્ષમતા વિકસિત કરવાનો છે. રેલવે મંત્રાલયના અહેવાલ અનુસાર જાપાનમાં નેક્સ્ટ જનરેશનની ઈ10 સિરીઝ શિન્કાન્સેન ટ્રેન પણ ડેવલપ કરવામાં આવી રહી છે ત્યારે ભારત પણ પોતાની હાઈ સ્પીડ ટ્રેનની શરુઆત પણ સ્વદેશી બી28 ટ્રેન ડેવલપ કરવાનો નિર્ણય લીધો હતો.

કેન્દ્ર સરકારની કંપની બીઈએમએલ દેશની સૌથી પહેલી બે સ્વેશી હાઈ સ્પીડ ટ્રેન બનાવી રહી છે. આ ટ્રેનમાં આઠ કોચ હશે, જ્યારે ટ્રેનની કલાકની સ્પીડ 249 કિલોમીટરની ઝડપથી દોડાવી શકાશે, જ્યારે ટ્રેનનું પરીક્ષણ કલાકના 275 કિલોમીટરની સ્પીડથી કરવામાં આવ્યું હતું. અધિકારીના દાવા અનુસાર સ્ક્વીજ ટેસ્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે ટ્રેનનો પ્રોટોટાઈપ યાને શરુઆતનું મોડલ છ મહિનાથી ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રેન જાપાનની શિન્કાન્સેન ટેક્નિક પર નિર્ભર રહેશે નહીં, તેથી આ પ્રકારની ટ્રેન બનાવી છે, જ્યારે નિર્માણ કાર્યમાં વધુ સમય લાગશે નહીં.

ભારતીય રેલવેના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે પ્રથમ તબક્કામાં સુરત-વાપી વચ્ચે કલાકના 100 કિલોમીટરના લાંબા કોરિડોરમાં મે-જૂન 2027 સુધીમાં બી28 ટ્રેનનો ટ્રાયલ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યાર પછી ઓગસ્ટ 2027માં પ્રવાસીઓ માટે આ ટ્રેન શરુ કરી શકાય છે.

રેલવે મંત્રાલયના દાવા અનુસાર બુલેટ ટ્રેન યોજનાના મૂળ ખર્ચ કરતા વધુ ખર્ચને પણ મંજૂર કરવાનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેમાં બે પ્રોટોટાઈપ ટ્રેન 2027ના પહેલા ત્રિમાસિકગાળામાં ટ્રાયલ કરવાની પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. સુરત-બિલિમોરા વચ્ચે ટ્રેન સફળ રહ્યા પછી મુંબઈથી અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના કોરિડોરમાં 2030 સુધી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની યોજના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!