સાપ્તાહિક રાશિફળ: ગ્રહોની મોટી હિલચાલ, જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો?
આ અઠવાડિયા દરમિયાન અનેક ગ્રહ પોતાની ચાલ બદલશે. ચંદ્રદેવ સાતમી સપ્ટેમ્બરના કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બુધ પણ કન્યા રાશિમાં તરફ પ્રયાણ કરશે. બે દિવસ પછી નવમી સપ્ટેમ્બરના બપોરે ચંદ્રમા સિંહ રાશિમાં પહોંચશે, જ્યારે અગિયારમી સપ્ટેમ્બરના સાંજના કન્યા રાશિમાં પ્રવેશ કરશે, આ જ સમયગાળામાં શુક્ર પણ તુલા રાશિમાં રહેવાની સાથે શનિદેવ મીન રાશિમાં વક્રી કરશે, ત્યારે આ અઠવાડિયા દરમિયાન મોટી હિલચાલ વચ્ચે કોને સપ્તાહ ફળશે કે નહીં એ એક્જ ક્લિકમાં જાણી લો સાપ્તાહિક રાશિફળ.
મેષઃ આ અઠવાડિયા દરમિયાન ઘર-પરિવાર સંબંધિત સમસ્યા અંગે પરિવારના લોકો સાથે બેસીને વાતચીત થશે. વાત કરવાથી મન હળવું થશે. જૂની નારાજગી દૂર કરવાનો પણ અઠવાડિયામાં સારો મોકો રહેશે, તેથી ઘરના વડીલોની વાત ટાળતા નહીં. જેમ જેમ અઠવાડિયું આગળ વધશે તેમ તેમ વિશ્વાસમાં વધારો થશે. તમારી ક્રિએટિવિટી, રોમાન્સ અને પોતાને આગળ વધારવાની ક્ષમતા પણ ખિલશે. ઉપરાંત, જે કંઈ નવું કરવા ઈચ્છતા હશો તેના માટે પણ અનુકૂળ સમય બની શકે છે. પૂરા અઠવાડિયયા માટે ઓમ મંગલાય નમઃ મંત્રનો જાપ કરી શકો.
વૃષભઃ ભાઈ-બહેન અને સંબંધીઓ સાથે વાતચીત કરીને પણ હળવા થઈ શકો છે. જૂની કોઈ ભૂલોને સુધારવાનો પણ આ સારો મોકો છે. ઘરમાં સાફસફાઈ રાખવી, જ્યારે પરિવાર સાથે સમય વીતાવવાની તક મળે તો એને જતી કરશો નહીં. પરિવાર સાથે વીતાવેલી પળો તમારા માટે લાંબાગાળે ફાયદાકારક રહેશે. ઓફિસના કામકાજમાં સૂકૂન મળી શકે, જેનાથી કામ કરવામાં દિલ લાગશે. જૂના શોખને ફરી જીવતા એટલે એમાં ઓતપ્રોત થવાનો પણ યોગ્ય સમય છે. વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયામાં લક્ષ્મી માતાનો જાપ કરવો.
મિથુનઃ આ અઠવાડિયામાં મિથુન રાશિના જાતકોએ પોતાની કમાણી અને ખર્ચ પર ધ્યાન આપવું. બિનજરુરી ખર્ચાઓ પર પણ કંટ્રોલ રાખવાનો પ્રયાસ કરવો. થોડા દિવસ પછી કમ્યુનિકેશન, ટ્રાવેલ અને નેટવર્કિંગ સંબંધિત કામગીરી ઝડપી બની શકે છે, જેનાથી લોકોને મળવાની તકો ઊભી થઈ શકે છે. જૂના પ્રોજેક્ટ પણ આગળ ધપી શકે છે, જે ફાયદો કરાવી શકે. બોલ્યા પહેલા વિચારવાનું રાખજો નહીં તો વાત બગડી શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે પણ વિવાદ કરશો નહીં. આ વીકમાં તમે ઓમ બુધાય નમઃનો મંત્ર કરી શકો.
કર્કઃ કર્ક રાશિના જાતકોમાં આ અઠવાડિયા દરમિયાન ખાસ ઉત્સાહ-આત્મવિશ્વાસ જોવા મળે. તમારી જરુરિયાતોને પણ સ્પષ્ટ રીતે જાણી શકશો, જેનાથી તમારા નિર્ણયો પર તમને વધુ વિશ્વાસ ઊભો થશે. વચ્ચેના દિવસોમાં તમારા પૈસા, બચત અને તમારી ક્ષમતાને લઈને ધ્યાન આપવું, જ્યારે ખર્ચાઓનો હિસાબ રાખવાનું પણ ફાયદો થઈ શકે. આ વીકમાં પોતાના પર શક કરવાને બદલે વિશ્વાસ રાખવાનું રાખજો. કમ્યુનિકેશન, પ્લાનિંગ અને જરુરી વાતચીત માટે યોગ્ય માહોલનું નિર્માણ થશે. આ સપ્તાહમાં ધ્યાન ધરવાનું રાખજો.
સિંહઃ સાતમી સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બરના સમયમાં સિંહ રાશિના લોકોના અધૂરા કામો પૂરા થઈ શકે છે, જ્યારે થોડો સમય પોતાના માટે પણ વીતાવી શકો છો. જૂની વાતોને ઉખેડશો નહીં. આ વીકસમાં કોન્ફિડન્સ, એનર્જી અને પર્સનલ ચાર્મ પણ ઊભરશે. આ અઠવાડિયામાં આત્મ વિશ્વાસ કેળવજો, પણ જીદ નહીં કરતા, કારણ કે તેનાથી તણાવ ઊભો થઈ શકે છે. નમ્રતા સાથે આગળ વધવાનું ફાયદાકારક રહેશે. બિનજરુરી વિવાદ કરતા નહીં.
કન્યાઃ કન્યા રાશિના જાતકોને પરિવાર અને દોસ્તો લોકો સપોર્ટ મળવાની શક્યતા રહેશે. અટકેલા કામો પણ ઉકેલાઈ શકે છે. અઠવાડિયાના વચ્ચેના દિવસોમાં આરામ કરવાનું મન થાય. ભાગદોડભરી જિંદગીમાં પણ બ્રેક લેવાનું કરી શકો. આ જ સમય આત્મચિંતન અને આગળ વધવાની યોજના માટે પણ અનુકૂળ છે. આ સપ્તાહમાં કોઈ નવી જવાબદારી સ્વીકાર્યા પહેલા દરેક બાબતનું પણ ધ્યાન રાખો. કન્યા રાશિના લોકો કોઈ કામ શરુ કર્યા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવાનું રાખો.
તુલાઃ પ્રોફેશનલ જવાબદારી અને તમારી પબ્લિક ઈમેજ આ વખતે લાઈમલાઈટમાં રહી શકે, તેથી કામકાજમાં સતર્કતા રાખજો. અમુક દિવસો પછી દોસ્તો અને સોશિયલ કોન્ટેક્સથી મળનારા સપોર્ટ પણ કોઈ લક્ષ્યાંકને પૂરા કરવા માટે મદદ મળી શકે છે. સામાજિક મેળ વધારવા માટે શ્રેષ્ટ સમય રહેશે. સપ્તાહના અંતમાં આરામ, આત્મચિંતન અને સમજી-વિચારીને પ્લાનિંગ કરવાનું રહેશે. કોઈ પણ પગલું ભર્યાં પહેલા પ્રોફેશનલ કામકાજને પણ શાંતિથી સમીક્ષા કરો. શુક્રવારે ખાસ લક્ષ્મીમાતાને સુંગધિત ફૂલ અર્પણ કરી શકો.
વૃશ્ચિકઃ આ સપ્તાહ શીખવા, ટ્રાવેલ કરવા અને બીજાને જોવાનો દૃષ્ટિકોણ બનાવવાનો અવસર મળી શકે. અઠવાડિયાની વચ્ચે કારકિર્દી સંબંધિત જવાબદારીઓ અને તમારી ઓળખ સંબંધિત મુદ્દાના તમારા માટે મહત્ત્વના રહેશે, જેને લઈ તમે વધુ ગંભીર રહેશો. વરિષ્ઠોની નજરમાં તમારી મહેનત પણ રહેશે. અંતિમ દિવસોમાં નેટવર્કિંગ, ટીમવર્ક અને પ્રોફેશનલ કોન્ટેક્ટસ મારફત ફાયદો મળવાના ચાન્સ રહેશે. છેલ્લે દરેક બાબતમાં પણ તાત્કાલિક પરિણામ મળે એની અપેક્ષા રાખશો નહીં. વૃશ્ચિ રાશિના જાતકો આ સપ્તાહમાં ઓમ હનુમતે નમઃનો જાપ કરી શકે.
ધનઃ આ અઠવાડિયે સંયુક્ત નાણાકીય બાબતો અને મહત્વપૂર્ણ કમિટમેન્ટ્સ પર ધ્યાન રહેશે, તેથી નાણાકીય નિર્ણયોમાં સાવધાની રાખવી. અઠવાડિયું આગળ વધતાં જ મુસાફરી, શીખવા અને આધ્યાત્મિક રુચિઓને સપોર્ટ મળવા લાગશે, જેનાથી મનને શાંતિ અને નવી દિશા મળશે. કોઈ લાંબી મુસાફરીનું આયોજન પણ આ દરમિયાન બની શકે છે.
અઠવાડિયાના અંત સુધીમાં કરિયર અને પ્રોફેશનલ જવાબદારીઓ તરફ ફોકસ શિફ્ટ થઈ જશે, ઓફિસમાં કમ્યુનિકેશન સુધરવાથી કામ સરળ બનશે. પરિવાર અને પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ધીરજ રાખવી જરૂરી રહેશે, કારણ કે ઉતાવળથી વાત ગૂંચવાઈ શકે છે. કોઈ જૂના મુદ્દાને ઉકેલવા માટે શાંત વલણ અપનાવવું જ યોગ્ય રહેશે. આ સપ્તાહે શ્રદ્ધા સાથે “ૐ ગુરવે નમઃ”નો જાપ કરી શકો.
મકર: સંબંધો આ અઠવાડિયે ચર્ચામાં રહેશે અને ખુલીને વાતચીત કરવાની તક મળશે, જેનાથી કોઈ જૂની નારાજગીનો ઉકેલ પણ નીકળી શકે છે. જેમ-જેમ અઠવાડિયું આગળ વધશે, સંયુક્ત નાણાકીય બાબતો અને ભાવનાત્મક પ્રતિબદ્ધતાઓ સામે આવી શકે છે, તેથી પાર્ટનર અથવા પરિવાર સાથે ખુલીને વાત કરવી ફાયદાકારક રહેશે. છેલ્લા દિવસોમાં મુસાફરી, અભ્યાસ અને નવા દ્રષ્ટિકોણને સપોર્ટ મળશે, જેનાથી અભ્યાસ, મુસાફરી અને લાંબા ગાળાના ધ્યેયોનું પ્લાનિંગ કરવું સરળ બનશે. તમારો સ્થિર સ્વભાવ જવાબદારીઓને તણાવ વગર સંભાળવામાં મદદ કરશે અને આસપાસના લોકો તમારી સમજણના વખાણ કરશે. કોઈ નવી તક અપનાવવામાં અચકાશો નહીં. આ વીકમાં ભગવાન શનિની પૂજા કરો અને કોઈ જરૂરિયાતમંદની મદદ કરો.
કુંભ: રોજના દિનચર્યા અને જવાબદારીઓને સારી રીતે સંભાળવાની તક આ અઠવાડિયે મળશે, જેનાથી કામમાં નિયમિતતા આવશે. થોડા દિવસ પછી પાર્ટનરશિપ અને મહત્વપૂર્ણ વાતચીત ચર્ચામાં આવી જશે, તેથી કોઈ મહત્વના નિર્ણય પહેલાં તમારા પાર્ટનર અથવા સહયોગીની સલાહ જરૂર લો.
અઠવાડિયાના અંત સુધીમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને સંયુક્ત સંસાધનો પર વિચારી-સમજીને ધ્યાન આપવું જરૂરી બનશે. જટિલ બાબતોને ઉકેલવામાં સ્પષ્ટતા મળશે અને મહત્વાકાંક્ષા પણ વધશે, બસ તમારા ધ્યેયો પ્રાપ્ત કરતી વખતે જમીન સાથે જોડાયેલા રહેવાનું ના ભૂલો. મોટા સપનાઓ સાથે વ્યાવહારિક વિચાર રાખવો આ અઠવાડિયે ફાયદાકારક રહેશે. આ સપ્તાહમાં “ૐ રાહવે નમઃ”નો 108 વાર જાપ કરો.
મીન: રોમાન્સ, ક્રિએટિવિટી અને સ્વજનો સાથે સમય વિતાવવાની તકો આ અઠવાડિયે આપમેળે બનતી જણાશે, જેનાથી સંબંધોમાં હૂંફ જળવાઈ રહેશે. વચ્ચેના દિવસોમાં કામની સારી દિનચર્યા અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ફાયદાકારક સાબિત થશે, તેથી ખાનપાન અને ઊંઘનું ખાસ ધ્યાન રાખો. અઠવાડિયાના છેલ્લા ભાગમાં પાર્ટનરશિપ અને સંબંધો ચર્ચામાં રહેશે, પાર્ટનર સાથે પ્રામાણિક અને વ્યાવહારિક વાતચીતને સપોર્ટ મળશે. તમારા અંગત ધ્યેયોની સમીક્ષા કરો અને પ્રતિબદ્ધતાઓને લઈને અનુશાસિત બનો, કારણ કે તેનાથી આગળ જતાં મોટો ફાયદો મળી શકે છે. કોઈ નજીકની વ્યક્તિ સાથે જોડાયેલી મૂંઝવણ પણ આ દરમિયાન ઉકેલાઈ શકે છે.
