મિસ વર્લ્ડ 2026નો તાજ જીતનાર જોહેરી મોલ કોણ છે? પછાત બાળકો માટે કરે છે આ ખાસ કામ
Sunday Special: 73મી મિસ વર્લ્ડ બની જોહેરી મોલ ડોમિંગ્વેજ: એક અનોખા જવાબથી જીત્યો સુંદરતાનો તાજ

Miss World 2026: ડોમિનિકન રિપબ્લિકનની જોહેરી મોલ ડોમિંગ્વેજે મિસ વર્લ્ડ 2026નો ખિતાબ જીત્યો છે. વિયેતનામમાં યોજવામાં આવેલી 73મી મિસ વર્લ્ડ ફિનાલેમાં જોહેરીનું શાનદાર પ્રદર્શન કરીને સૌને જોરદાર ઝટકો આપ્યો હતો, જ્યારે સ્પેનની એલિઝાબેથ રેયનેસ ફર્સ્ટ રનર-અપ અને સેકન્ડ રનર-અપ તરીકે મલેશિયાની તાનુસિયા ચેટ્ટી બની હતી. પહેલા ત્રણમાં જ ભારતીય ક્વીનનું નામ આવી શક્યું નહોતું. જોહેરી (Joheirry Mola Dominguez)ને પોતાની અગાઉની વિજેતા ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો હતો. ઓપલએ ગયા વર્ષે પહેલી વખત થાઈલેન્ડ માટે આ ખિતાબ જીતી હતી.
બાળકો સુધી અંગ્રેજીનું શિક્ષણ પહોંચાડવાનું કામ જરુરી
મિસ વર્લ્ડનો તાજ જીતવા માટે જોહેરીના જવાબે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિનાલેના અંતિમ રાઉન્ડમાં બ્યુટી વિથ ધ પર્પઝને લઈ સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે એને પૂછવામાં આવ્યું કે તે તેના દેશમાં કઈ પહેલ માટે કામ કરી રહી છે અને મિસ વર્લ્ડ બન્યા પછી એને કઈ રીતે આગળ વધારશે, ત્યારે તેના જવાબમાં જોહેરીએ કહ્યું હતું કે મારા દેશમાં પછાત વર્ગના યાને ઓછી સુવિધાવાળા સમુદાયના બાળકો સુધી અંગ્રેજીનું શિક્ષણ પહોંચાડવાનું કામ કરે છે.
ભાષા ફક્ત અભ્યાસનો હિસ્સો નથી, પણ લોકો સુધી પહોંચી શકાય
જોહેરીનું કહેવું છે કે અંગ્રેજી શિખવાથી બાળકો માટે આગળ વધવાના નવા રસ્તાઓ ખોલી શકે છે. તેનું માનવું છે કે ભાષા ફક્ત અભ્યાસનો જ હિસ્સો નથી, પરંતુ એ લોકોને પોતાની વાત અને ભાવનાઓ દુનિયાની સમક્ષ મૂકવાની તકો પણ પૂરી પાડે છે. જોહેરીનો આ જવાબ અને તેના વિચાર, સમાજ માટે કરેલા કામ દર્શાવે છે અને આ જ મજબૂત જવાબને કારણે અંતિમ રાઉન્ડમાં પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી હતી.
કોણ છે જોહેરી મોલા ડોમિંગ્વેજ?
નવી મિસ વર્લ્ડ જોહેરી મોલા ડોમિંગ્વેજની ફક્ત સુંદર જ નથી, પરંતુ તે પોતાના સોશિયલ વર્ક માટે પણ જાણીતી છે. તેને યુનિવર્સિડાડ ઈબેરો અમેરિકાનાથી બિઝનેસ મેનેજમેન્ટ અને એડિમિનિસ્ટ્રેશનમાં અભ્યાસ કર્યો છે. જોહેરી મોલા વોઈસ ઓફ ટુમોરોની ફાઉન્ડર અને પ્રેસિડન્ટ છે. આ પહેલ અન્વયે જોહેરી પોતાના જરુરિયાતમંદ બાળકો અને યુવાનોને અંગ્રેજી શિખવવાનું કામ કરે છે. તે અંગ્રેજી સાહિત્ય અને સોશિયલ સ્ટડીઝ ભણાવે છે. એના સિવાય ટીવી રિપોર્ટર અને પ્રોફેશનલ મોડલ તરીકે પણ કામ કરે છે.
ટોચની 20માં નહીં પહોંચી શકી ભારતીય મોડલ
મિસ વર્લ્ડ બનનારી જોહેરીને તાજ જીત્યા પછી ભાવુક જોવા મળી હતી અને ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. પહેલાથી જોહેરી પોતાની સુંદરતા, આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મિસ વર્લ્ડની સ્પર્ધામાં ભારતવતીથી નિકિતા પોરવાલે મિસ વર્લ્ડ 2026માં ભાગ લીધો હતો. નિકિતાએ ટોપ મોડલ ચેલેન્જમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ડાયરેક્ટ 40માં પણ પોતાનું સ્થાન મેળવ્યું હતું, પણ ટોપ ટવેન્ટીમાં સ્થાન મેળવી શકી નહોતી. નિકિતા પોરવાલની સફરનું પણ વિશેષ મહત્ત્વ છે તે પોતાની કલા, ભારતીય સંસ્કૃતિ અને સમાજ માટે પણ અનેક કામકાજ મારફત લોકોનું ધ્યાન ખેંચે છે.
