Success Story: વિદેશથી ભણીને આવ્યા, કરોડો કમાયા: ભારતમાં ઈવી ચાર્જિંગથી ચમક્યા પ્રદ્યુમનની સફળતાની ગાથા
આજે સફળ ઉદ્યોગપતિની વાત. હૈદરાબાદના નવયુવાન પ્રદ્મુન એનુગુલાની. ઈલેક્ટ્રોનિક યુગ ફરી પાછો ફરી રહ્યો છે ત્યારે તેની નાડ પારખીને પ્રદ્યુમને તક ઝડપી લીધી. પેરિસ અને નેધરલેન્ડના ઈન્ટરનેશનલ માર્કેટિંગ અને ઈલેક્ટિકલ વ્હિકલનો અભ્યાસ કર્યા પછી ભારત પરત ફરીને પ્રદ્યુમને પોતાના નવા બિઝનેસનો પાયો નાખ્યો હતો અને એનું નામ આપ્યું હતું ભારત ચાર્જ. વિદેશી કે બેંકના નાણાકીય ભંડોળ કે મદદ વિના ઊભા કરેલા સ્ટાર્ટ અપને આજે કરોડો રુપિયાની કમાણીનો આંકડો પાર કર્યો છે. પ્રદ્યુમન એનુગુલાની સફળતાનું રહસ્ય શું છે એની વાત કરીએ.
ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનમાં ઝડપથી ચાર્જિંગની સુવિધા
પ્રદ્યુમનની કંપનીની શરુઆત કંપનીમાં રેસ્ટોરા અને મોલની જગ્યાએ એક એસી ચાર્જર લગાવવાની શરુઆત થઈ હતી, પરંતુ જેમ જેમ ઈવીનું ચલણ વધ્યું તેમ કંપનીએ પેટ્રોલ પંપના માફક એક સાથે અનેક જગ્યાએ મોટા પાયે ફાસ્ટ ચાર્જિંગ હબ બનાવવાની દિશામાં પગલું ભર્યું. આજે કંપની 60 કિલોવોટથી લઈને 480 કિલોવોટ અને તેનાથી વધુ ક્ષમતાવાળા ડીસી ફાસ્ટ ચાર્જર સ્થાપિત કરી ચૂક્યું છે અને એનાથી વાહનચાલકોને મિનિટોમાં ગાડી ચાર્જ કરવાની પણ સુવિધા મળે છે.
ચાર્જિંગ શરુ કરવા માટે સરળ ટેક્નિક પણ અપનાવી
માર્કેટમાં ઝડપથથી ડેવલપ કરવા માટે સ્ટાર્ટઅપના ત્રણ શાનદાર મોડલ તૈયાર કર્યાં છે. કંપનીની માલિકીની હેઠળના મોડલ, ફ્રેન્ચાઈઝી મોડલ અને પ્રોજેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મોડલ. એના અન્વયે કોઈ પણ રોકાણકાર અથવા કંપની 10 લાખ રુપિયા લઈને 1.5 કરોડ સુધીનું રોકાણ કરીને નેટવર્ક ઊભું કરી શકે છે. એના સિવાય ગ્રાહકોની સુવિધા માટે કંપનીએ વિના એપ્લિકેશન ડાઉનલોડ ફક્ત ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ અને ચાર્જિંગ શરુ કરવા માટે સરળ ટેક્નિક રજૂ કરી છે.
બે વર્ષમાં દસ કરોડની કરી કમાણી
આ સ્ટાર્ટ અપ 20-30 લાખ રુપિયાની શરુઆતની મૂડીથી થાય છે. કોઈ પણ મોટા રોકાણ વિના. નાણાકીય મોરચે એ મજબૂત સાબિત થઈ શકે છે. નાણાકીય વર્ષ 2025-26માં 5.5 કરોડ રુપિયાથી વધુ કમાણી કરી છે. એા પછી નાણાકીય વર્ષના શરુઆતના મહિનામાં સાતથી આઠ કરોડ રુપિયાનો આંકડો પાર કર્યો છે, જ્યારે બે વર્ષમાં તો 10 કરોડ રુપિયાથી વધુ કમાણી કરી લીધી છે. દક્ષિણ મધ્ય રેલવેની સાથે ભાગીદારી કરવાની સાથે દેશના અન્ય રાજ્ય અને ટિયરટૂ શહેર સુધી પોતાનું નેટવર્ક ઝડપથી ફેલાવવાની સાથે સ્ટાર્ટઅપ ભવિષ્યની મોટી છલાંગ લગાવવાની તૈયારી કરી ચૂક્યા છે.
બિઝનેસ મોડલ: કંપનીની માલિકીનું મોડલ, ફ્રેન્ચાઈઝી મોડલ અને પ્રોજેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મોડલ (રોકાણ ૧૦ લાખથી ૧.૫ કરોડ સુધી)
કમાણી અને વૃદ્ધિ: બે વર્ષમાં ૧૦ કરોડ રૂપિયાથી વધુની કમાણીનો આંકડો પાર કર્યો છે. દક્ષિણ મધ્ય રેલવે સાથે ભાગીદારી કરીને ટિયર-ટૂ શહેરો સુધી નેટવર્ક વિસ્તારી રહ્યા છે
