October 9, 2026
ટોપ ન્યુઝહોમ

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું મુશ્કેલ: 10 લાખ ભારતીયનું ભવિષ્ય ‘સંકટ’માં?

Spread the love

ટીસીએસ, ઇન્ફોસીસ અને વિપ્રો સહિતની અગ્રણી કંપનીઓ પર PERM પ્રક્રિયા સ્થગિત થતાં અમેરિકામાં વસતા દસ લાખથી વધુ ભારતીયોના કાયમી વસવાટના સ્વપ્નને મોટો ફટકો પડ્યો છે

અમેરિકામાં કામ કરનારા ભારતીય આઈટી કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો વધુ મુશ્કેલ બની રહ્યો છે. અમેરિકન સરકારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), વિપ્રો, ઈન્ફોસીસ, કોગ્નિજન્ટ, કેપજેમિની, માઈક્રોસોફ્ટ સહિત એડોબીથી ગ્રીન કાર્ડ સંબંધિત PERM એટલે પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે.

સરકારે જણાવ્યું છે કે આ કંપનીઓ દ્વારા વિઝા અને નોકરી સંબંધિત નિયમોનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેને કારણે કંપનીઓમાં કામ કરનારા વિદેશી કર્મચારીઓ કાયમી ધોરણે અમેરિકામાં રહેવાની યોજના અટકી શકે છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યાનુસાર આ કંપનીઓ 2009થી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લેબર સર્ટિફિકેશન મળી ચૂક્યા છે.

PERM પ્રક્રિયા શું છે?
PERM એટલે પ્રોગ્રામ ઈલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ અમેરિકામાં રોજગારીના આધાર પર ગ્રીન કાર્ડ મેળવવાની મહત્ત્વની પ્રક્રિયા છે. આ કંપનીને અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ સમક્ષ પુરવાર કરવાનું હોય છે કે સંબંધિત નોકરી માટે યોગ્ય અમેરિકન કર્મચારી નથી. એની સાથે વિદેશી કર્મચારીને નોકરી આપવાથી અમેરિકન કર્મચારીના પગાર અને કામ કરવાની સ્થિતિ પર નકારાત્મક અસર પડશે નહીં. એના પછી ગ્રીન કાર્ડ માટેની પ્રક્રિયા આગળ વધી શકે છે. સરકારે કહ્યું છે કે આ 8 કંપની સાથે જોડાયેલી PERM અન્વયે નવી અરજી સ્વીકારવામાં આવશે નહીં અને અગાઉની પેન્ડિંગ અરજી પર પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

અમેરિકાએ કંપનીઓ પર કેમ કાર્યવાહી રોકી?
અમેરિકન સરકારે મોટો આરોપ મૂક્યો છે કે અમુક કંપનીઓએ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાના નિયમોનો ખોટો ઉપયોગ કર્યો હતો. સરકારે દાવો કર્યો છે કે અમેરિકા લોકોની નોકરી અને સેલરી પર અસર પડી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે 2009થી અત્યાર સુધીમાં 30 લાખ વિદેશી કર્મચારીઓ માટે અરજી કરવામાં આવી છે અને 2.30 લાખથી વધુ એચવનબી વિઝા મંજૂરી આપી છે. આ કંપનીઓએ એક લાખથી વધુ પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન મેળવ્યા હતા.

10 લાખ ભારતીય ગ્રીન કાર્ડ મેળવવાની કતારમાં?
H-1B વિઝા પર અમેરિકામાં કામ કરનારા ભારતીય કર્મચારીઓ પર લાંબા સમય સુધી હંગામી વિઝા પર રહેવું પડી શકે છે. હાલના તબક્કે વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ માટે ઓલરેડી પંદર વર્ષની ઈંતજારી કરવી પડે છે. હાલના નવા નિયમને કારણે ગ્રીન કાર્ડ માટે અરજી નહીં કરી શકે અને વધુ સમય રાહ જોવી પડશે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના રિપોર્ટ અનુસાર અમેરિકામાં આશરે 10 લાખ ભારતીય ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે. ડિસેમ્બર 2025ના આંકડા અનનુસાર ગ્રીન કાર્ડ પેન્ડિંગની અરજીમાં ભારતનો 79 ટકા હિસ્સો છે.

H-1B વિઝા અને PERM અને ગ્રીન કાર્ડ વચ્ચે શું ફરક?
H-1B વિઝા અમેરિકામાં નિર્ધારિત સમય સુધી કામ કરવાની મંજૂરી આપે છે. PERM અમેરિકામાં કાયમી ધોરણે રહેવા માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયાનું પ્રાથમિક પગલું છે એના પછી ગ્રીન કાર્ડની અન્ય પ્રક્રિયા પૂરી થાય છે. અમેરિકન સરકારે એ વાત જણાવી નથી કે સરકારના આ નિર્ણયથી ભારતીય કર્મચારીઓ પર કેટલી અસર પડશે એની સાથે આ આઠ કંપની પર ક્યાં સુધી પ્રતિબંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!