September 5, 2026
મની મેનેજમેન્ટ

30, 40 કે 50ની ઉંમરે 1 કરોડનું રિટાયરમેન્ટ ફંડ કેવી રીતે બનાવવું? જાણો SIPની સિક્રેટ ફોર્મ્યુલા

Spread the love

ફાઈનાન્શિયલ પ્લાનિંગઃ ઉંમર અને સમય દરેક વ્યક્તિની જિંદગીનો ક્રમ છે. આજે તમારી પાસે પૈસા છે, પણ આવતીકાલ નહીં હોય. એ વાતને ધ્યાનમાં રાખીને પણ તમારે પૈસાની બચત કરવી જોઈએ એ આજ માટે નહીં પણ આવતીકાલને ધ્યાનમાં રાખીને, જે તમારા માટે જ નહીં પણ તમારા પરિવાર માટે આજીવન ફાયદો કરાવી શકે છે એવું કઈ રીતે બની શકે એના માટે આજથી પ્લાનિંગ કરો તમારા પૈસાનું અને બચતની.

30, 40 કે પચાસ વર્ષની ઉંમરે પણ તમે તમારા પૈસાનું આયોજન કરવાનું વિચારી રાખવું જોઈએ, જે તમને એક ઉંમર પહોંચ્યા પછી ચોક્કસ ફાયદો કરાવી શકે છે. એટલે નિવૃત્તિ સુધી એક કરોડ રુપિયાનું ફંડ બનાવવાનું મુશ્કેલ નથી પણ યોગ્ય ઉંમરે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરીને નિર્ધારિત લક્ષ્યાંકે પહોંચી શકાય છે, તેથી ચાલો જાણો કઈ ઉંમરે રોકાણ કરવાનું જરુરી છે.

મ્યુચ્યુઅલ ફંડની સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફત પોતાની સેલેરીના હિસાબે દર મહિને એક ફિક્સ રકમ રોકાણ કરી શકો છો. લાંબા ગાળામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મોંઘવારીમાં પણ માત આપવામાં સાબિત થઈ શકે છે. જો ભૂતકાળના ડેટા જોઈએ તો ઈક્વિટી ફંડમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે. ભવિષ્યની ગણતરીઓને ધ્યાનમાં રાખીએ તો સુરક્ષિત સરેરાશ 12 ટકાનું વાર્ષિક રિટર્ન માનીને ચાલીએ.

જો તમારી ઉંમર 30 વર્ષની હોય તો વધુ ફાયદો મળી શકે છે. જો તમે ત્રીસ વર્ષની ઉંમરે જ રોકાણ કરવાનું શરુઆત કરો છો તમારી પચાસ વર્ષની ઉંમર સુધી પહોંચવા માટે 20 વર્ષના બેસ્ટ લાંબા સમય છે એ વખતે તમને કમ્પાઉન્ડિંગનો સૌથી વધુ ફાયદો મળી શકે છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ ફાયદો ઓછો થઈ શકે છે. 35 વર્ષની ઉંમરમાં પંદર વર્ષ બચે છે, જ્યારે 40 વર્ષમાં 10 વર્ષ બચે છે.

દાત. જો તમે 35 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરુ કરો. પંદર વર્ષ માટે માસિક એસઆઈપી લગભગ 21,020 રુપિયા હોવી જોઈએ. 30 વર્ષની ઉંમરમાં રોકાણ કરનારાની તુલના 93 ટકા વધુ હોય છે. ૪૦ વર્ષની ઉંમરથી શરૂઆત: ૧૦ વર્ષમાં ૧ કરોડ બનાવવા માટે દર મહિને લગભગ ૪૬,૬૪૦ રૂપિયા રોકાણ કરવા પડશે. અહીં સમયગાળો અડધો થતાં SIPની રકમ ચાર ગણીથી પણ વધુ વધી જાય છે.

જો તમે શરુઆતમાં મોટી રકમની એસઆઈપી ના કરી શકતા હોય તો સ્ટેપ અપ એસઆઈપી પણ શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં તમે નાની-નાની રકમથી પણ શરુઆત કરી શકો છે, જેમ આવક વધે તેમ પણ વધારી શકો છો. પાંચ ટકાના વાર્ષિક વૃદ્ધિ સાથે એક કરોડનું ફંડ બનાવવામાં પણ આ પ્રમાણે ફાયદો થઈ શકે છે.

. 30 વર્ષની ઉંમરમાં સામાન્ય રીતે 10,875 રુપિયાની જગ્યાએ 7,850 રુપિયાની માસિક એસઆઈપીથી શરુઆત કરી શકો છો.

. 35 વર્ષની ઉંમરમાં પણ તમે 21,020 રુપિયાના બદલે 16,160 રુપિયાની શરુઆત સાથે એસઆઈપીથી કામ ચલાવી શકો છો.

. 40 વર્ષની ઉંમરમાં પણ મોટી રકમના બદલે તમે 37,130 રુપિયાથી રોકાણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!