September 6, 2026
ટોપ ન્યુઝહોમ

21 વર્ષના યુવકે એકલા હાથે સૂકાઈ ગયેલી નદી જીવંત કરી: જાણો કોણ છે રાતોરાત સ્ટાર બનેલો ‘બિટ્ટુ તબાહી’?

Spread the love


બે વર્ષની સખત મહેનત, હાથમાં ઈન્ફેક્શન છતાં હાર ન માની: મધ્ય પ્રદેશના યુવકે અજનાર નદીને આપ્યું નવજીવન


દેશના રસ્તા, સ્ટ્રીટ જ નહીં, પણ હવે તો નદીઓ પણ દૂષિત થઈ રહી છે. પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનો આફત બની રહ્યો છે ત્યારે મધ્ય પ્રદેશના એક છેવાડાના ગામમાં રહેતા 21 વર્ષના યુવકે એવું કામ કર્યું છે કે રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જ્યાં લોકો શહેરની નદીમાં ગંદકી વધારવાનું કામ કરતા હતા, ત્યાં છોકરાએ નદી સાફ કરવાનું કામ કર્યું હતું. લગભગ બે વર્ષ સુધી એવું કામ કર્યું કે સુકાયેલી અને ગંદકી સાફ કરીને નદીમાં જીવ પૂરી દીધો છે. થોડા સમય પહેલા નદીમાં જ્યાં કચરાના ઢગલા હતા એ સાફ કરીને હવે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો છે, જેને ભારતીયો જ નહીં વિદેશી ખેલાડીઓ પણ બે મોંઢે વખાણ કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશના વ્યાવરામાં રહેનારા સુરેન્દ્ર સિંહ ચૌધરીએ આ કામ કર્યું છે. બીએસસીના વિદ્યાર્થીને લોકો બિટ્ટુ તબાહી નામથી પણ ઓળખે છે. સુરેન્દ્ર પાસે ના તો બજેટ હતું કે ના ટીમ કે મશીન પણ નહીં. બિટ્ટુ તબાહી નામના 21 વર્ષના યુવકે નદીની સફાઈ કરવાનું બીડું ઝડપી લીધું હતું.
બે વર્ષ સખત મહેનત કર્યા પછી અજનાર નદીના પાણીમાં નવા નીર વહેતા થયા છે. બે વર્ષ પહેલા બિટ્ટુએ જ્યારે નદી સાફ કરવાનું અભિયાન હાથ ધર્યું ત્યારે લોકો એની મજાક ઉડાવતા હતા, પરંતુ આજે નદી સાફ થયા પછી લોકો એને સેલ્યુટ કરે છે. લોકોને એને બિટ્ટુ તબાહીના નામથી ઓળખવા લાગ્યા છે.


ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ જ્યારે તેનો ઉલ્લેખ કર્યો ત્યારે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. એપ્રિલમાં એક ઈન્ટરવ્યૂમાં બિટ્ટુએ પ્રદૂષિત પાણી અને કચરાના વારંવાર સંપર્કમાં આવવાથી હાથમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું અને નદી સાફ કરવા માટે એક મશીન બનાવવા ઈચ્છતો હોવાનું પણ જણાવ્યું હતું, પણ પૈસા નહોતા. હું એક વિદ્યાર્થી હતો, તેથી મેં વિચાર્યું કે જેટલું શક્ય એટલું હશે એટલા હાથથી નદીની સફાઈ કરીશ. હાથપગમાંથી ચામડી ઉતરવા લાગી હતી, પરંતુ મેં હાર માની નહોતી.

બિટ્ટુએ કહ્યું કે મુશ્કેલીઓ વચ્ચે પણ મેં મારું મિશન છોડ્યું નહોતું. લોકો મને પાગલ કહેતા અને પોતાના ઘરની આસપાસના નદી-નાળા સાફ કરવાનું પણ જણાવ્યું હતું. અમુક લોકો તો નદી-નાળા સફાઈ કરનારા કહેતા હતા. વીડિયો વાયરલ થયા પછી જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંહે પણ ઈમોજી પોસ્ટ કરી હતી. ઈન્ફ્લુઅન્સ મુક્તા સિંહે પણ લખ્યું હતું કે જો આપણે સૌ બિટ્ટુ જેવા બનીએ તો ભારત કેટલો સુંદર દેશ બની જાય. અનેક યૂઝર્સે લખ્યું હતું કે બિટ્ટુને સૌનો સપોર્ટ મળ્યો છે, પરંતુ એક દિવસ દેશ આ યુવક માટે ગૌરવ અનુભવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!