હાર્દિક પંડ્યાનું હવે આ ગુજરાતી અભિનેત્રી સાથે જોડાયું ‘નામ’, ટ્રોલ થતા એક્ટ્રેસે આપ્યો ‘જવાબ’

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ છાશવારે કોઈના કોઈ અભિનેત્રી કે મોડલ સાથે જોડવામાં આવે છે. માહિકા શર્માને ડેટ કરવાની સાથે દરેક મહિને કોઈના કોઈ અભિનેત્રી સાથે નામ જોડીને ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં જાણીતી 51 વર્ષની અભિનેત્રી સાથે નામ જોડવામાં આવ્યા પછી ટ્રોલરની આકરી ટીકા કરી હતી. બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ તાજેતરમાં મુંબઈની તાજ હોટેલમાં સ્પોટ થઈ હતી, જ્યાં હાર્દિક પંડ્યા પણ વાત કરતો જોવા મળ્યો હતો. હવે એ વખતનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. વીડિયોમાં હાર્દિક પંડ્યા પોતાના દોસ્તોને પણ મુલાકાત કરાવી રહ્યો હતો. વાયરલ વીડિયોમાં લોકોએ કહ્યું હતું કે બંને વચ્ચે દોસ્તી નહીં કંઈક અલગ જ રિલેશન છે, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું હતું કે ક્રિકેટરને હવે આન્ટીમાં રસ છે.
સોશિયલ મીડિયા પર અમીષા પટેલ અને હાર્દિક પંડ્યાની વાતચીત લઈને ક્લિપ શેર કરતા કહ્યું હતું કે બંને વચ્ચેની વાતચીત દોસ્તી કરતા કંઈક વધુ દેખાય છે. યૂઝરે બંને વચ્ચેની વાતચીત વખતે અમીષાએ હાર્દિક પંડ્યાના ખભા પર હાથ મૂકેલો જોવા મળ્યો હતો, જે પોસ્ટ વાયરલ થયા પછી અમીષા પટેલ ભડકી ગઈ હતી. ફ્રેન્ડલી રિલેશનને અફેર સાથે જોડવાની વાતને લઈ સોશિયલ મીડિયા યૂઝરની અમીષા પટેલે ઝાટકણી કાઢી હતી.

એક્સ યૂઝરે અમીષા પટેલ અને હાર્દિક પંડ્યાની વાતચીતનો વીડિયો શેર કરતા કહ્યું હતું કે બેંગ્લુરુની એક હોટેલમાં પાર્ટી વખતે અમીષાએ હાર્દિકના ખભા પર હાથ મૂક્યો હતો તો લોકોએ લખ્યું હતું કે રેડિટ પર જે અફવા ચાલે છે એ સાચી છે.
અમીષાએ એક્સ યૂઝરની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને પોસ્ટની ટીકા કરી હતી અને લખ્યું હતું કે સાચું કહ્યું. તમે સાચા છો, જે રીતે મારો હાથ એના પર હતો અને સાચે જ રોમાન્ટિક હતું. એક વાત પણ સાચી છે કે તારી કોઈ છોકરી પણ દોસ્ત નહીં હોય. આ પ્રકારની પોસ્ટ કર્યા પહેલા કોઈ છોકરીના દોસ્ત બને એ સારું રહેશે.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો મોડલ માહિકા શર્માને ડેટ કરે છે. માહિકા શર્મા સાથે હાર્દિક પંડ્યા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર પહોંચ્યો હતો. હાર્દિક પંડ્યા 10 ઓક્ટોબર 2025ના ઈન્સ્ટાગ્રામ પર માહિકાની સાથે એક ફોટો શેર કરીને બંને રિલેશનશિપમાં હોવાની મહોર મારી હતી.
અમીષા પટેલના વર્કફ્રન્ટની વાત કરીએ તો ગદર 2 પછી અત્યાર સુધીમાં કોઈ મોટો પ્રોજેક્ટ મળ્યા નથી. ગદર2 સફળ રહી હતી, જેમાં ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર, મનીષ વાધવા અને ગૌરવ ચોપરાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. મે મહિનામાં અમીષા પટેલે ખુદ ગદર-3 માટે કામ ચાલી રહ્યું હોવાની વાત કરી હતી. અમીષા પટેલ 51 વર્ષની થઈ પણ હજુ સિંગલ છે, જ્યારે કહો ના પ્યાર હૈ સુપરહીટ મૂવી રહી હતી.
