રાજધાની ટ્રેનમાં દારુનું સ્મગલિંગ કરતા પકડાયેલી યુવતી કોણ, સોશિયલ મીડિયા પર બની ચર્ચાનું કારણ
ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશમાં લઠ્ઠાકાંડને કારણે પંદર દિવસમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જેને કારણે બંને રાજ્યમાં સરકાર દેસી દારુના સેવન મુદ્દે ચિંતા સેવી છે, પરંતુ રેલવેમાં દારુની વધતી હેરાફેરી મુદ્દે ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. બિહારમાં દારુબંધી હોવાથી દારુની હેરફેરના કિસ્સા વધી રહ્યા છે, જ્યાં સમસ્તીપુર રેલવે પોલીસે એક યુવતી પાસેથી મોટી માત્રામાં દારુની બોટલ જપ્ત કરી હતી, જે એક વિક્રમ સમાન છે.
રેલવે પોલીસ અને સીબીઆઈ સાથે અન્ય એજન્સી મારફત તપાસ દરમિયાન યુવતી પાસેથી 75 લીટર દારુ જપ્ત કર્યો હતો. આ કેસમાં મોડલ જેવી દેખાતી યુવતની ધરપકડ કરી હતી, જ્યારે ધરપકડ કરવામાં આવ્યા પછી સોશિયલ મીડિયા પર યુવતીની તસવીરો પણ વાઈરલ થઈ છે, ત્યારે જાણીએ કોણ છે એ યુવતી.
મળતી માહિતી અનુસાર સમસ્તીપુર રેલવે ડિવિઝનની પોલીસને મળેલી માહિતી ના આધારે સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ (ટ્રેન નંબર 12562)માં મુસાફરી કરી રહેલી યુવતી રાજધાની ટ્રેન મારફત નવી દિલ્હીથી જયનગર જઈ રહી હતી ત્યારે માહિતી મળ્યા પછી આરપીએફ અને સીબીઆઈની ટીમ સમસ્તીપુર સ્ટેશન પહોંચીને રાહ જોતી હતી.
ટ્રેન સમસ્તીપુર પહોંચી ત્યારે ટીમે એસી ફર્સ્ટ ક્લાસના એચ-વન કોચમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ તપાસ વખતે તેની પાસેથી બે બેગમાંથી મોટી સંખ્યામાં બ્રાન્ડેડ દારુની બોટલ જપ્ત કરી હતી. એના પછી આરપીએફએ યુવતીને દારુના જથ્થા સાથે ટ્રેનમાંથી નીચે ઉતારી હતી.
હરિયાણાના યુવકની પણ કરાઈ ધરપકડ
યુવતીની પૂછપરછ દરમિયાન તેની ઓળખ સમસ્તીપુર જિલ્લાના સિંધિંયા ઘાટના બારી ગામની નેહા કુમારી તરીકે કરી છે. તે નવી દિલ્હીથી 75 લિટર બ્રાન્ડેડ લીકર લઈને સમસ્તીપુર જઈ રહી હતી. એની સાથે એસી ફર્સ્ટ ક્લાસમાં હરિયાણાના કરનાલના રહેવાસી ઈશાન કુમાર મુસાફરી કરી રહ્યો હતો. પોલીસે નેહાની સાથે ઈશાન કુમારની ધરપકડ કરી હતી.
ધરપકડ પછી યુવતીની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી. બંનેની ધરપકડ પછી પોલીસે બંનેને જેલમાં મોકલી આપ્યા છે, જ્યારે તેમની પાછળની ગેંગની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, પોલીસ આ યુવતી કેટલા સમયથી આ ધંધો કરે છે એની પણ વિસ્તૃત તપાસ હાથ ધરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
अब इसे स्मगलिंग कहें या किसी अपने को खुश करने के लिए दिया जाने वाला ‘उपहार’?
बिहार में शराब तस्करी का नया तरीका!
राजधानी दिल्ली से 1st Class AC ट्रेन के जरिए महंगे लगेज बैग में शराब की कथित तस्करी का एक नया तरीका सामने आया है।
वायरल वीडियो के अनुसार, करीब 20–25 वर्ष की एक… pic.twitter.com/Lp3wfBnDyY
— NCIB Headquarters (@NCIBHQ) September 5, 2026
દારુનું સ્મગલિંગ કરનારી નેહાના પરિવારમાં કોણ છે
પોલીસના જણાવ્યાનુસાર સમસ્તીપુર જિલ્લા નેહા બારી ગામની રહેવાસી છે, જ્યારે પરિવારમાં ચાર બહેનમાં નાની છે. દરભંગાની એલએસ કોલેજમાં ગ્રેજ્યુએટ કર્યું છે. પરિવારના લોકો અલગ અલગ બિઝનેસ કરે છે, જ્યારે નેહાની એક બહેન નિશુ ઝા પણ બે વખત પકડાઈ છે.
બીજી બહેન અંજુ ઝા દરભંગામાં નોકરી કરે છે, જ્યારે મોટી બહેન અંશુ ઝાનો દિયર ઈશાન કુમાર પણ આ જ મહિના દરમિયાન પકડાયો હતો. પરિવારનો દાવો છે કે નીટમાં સફળતા નહીં મળવાથી નશાના બંધાણી બન્યા છે અને મુઝફ્ફરપુરના નશામુક્તિ કેન્દ્રમાં પણ સારવાર ચાલી રહી છે. નેહાના પિતા પંકજકુમાર ઝા ખેડૂત છે, તેમની પણ પોલીસે બે વર્ષ પહેલા દારુના કિસ્સામાં ધરપકડ કરી હતી, જયારે દાદા શશિભૂષણ ઝા પણ પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
