મુંબઈના ટ્રાફિકમાંથી મુક્તિ! 27 કિમી લાંબો ઈન્ટરનલ રિંગ રોડ બદલી નાખશે મુસાફરીનો અંદાજ
4 મોટા મેગા પ્રોજેક્ટ્સને જોડીને તૈયાર થશે મુંબઈનો પ્રથમ 27 કિલોમીટર લાંબો ઈન્ટરનલ રિંગ રોડ; દક્ષિણ અને મધ્ય મુંબઈમાં ટ્રાફિક અને પ્રદૂષણ ઘટશે

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વધતા વાહનવ્યવહારના ટ્રાફિકને હળવો કરવા માટે હવે સરકાર કમર કસશે. શહેરના મુખ્ય માર્ગોને ડાયરેક્ટ કનેક્ટિવિટી માટે એક મહત્ત્વની યોજના આકાર લઈ રહે છે. મુંબઈમાં હવે રિંગ રોડનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે, જે અન્વયે 27 કિલોમીટર લાંબો ઈન્ટરનલ રિંગ રોડ તૈયાર કરવાની યોજના છે. આ રોડ નરિમાન પોઈન્ટથી શરુ થઈને નરિમાન પોઈન્ટે ખતમ થશે.
રિંગ રોડ તૈયાર થયા પછી વાહનોના ટ્રાફિક હળવો થશે
પ્રસ્તાવિત રિંગ રોડની સૌથી મોટી ખાસિયત એ હશે કે એના માટે અલગ રોડ બનાવવાને બદલે શહેરના મુખ્ય અને ઓપરેટિંગ રોડને જોડવામાં આવશે, જેમાં કોસ્ટલ રોડ, શિવડી-વર્લી એલિવેટેડ કનેક્ટર, ઈસ્ટર્ન ફ્રીવે અને ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ કનેક્શન મુખ્ય છે, જેમાં સૌથી પહેલા કોસ્ટલ રોડ અને ઈસ્ટર્ન ફ્રીવે પહેલેથી પરિવહન માટે ચાલુ છે, જ્યારે શિવડી-વરલી ઈલેવેટેડ કનેક્ટર અને ઓરેન્જ ગેટ મરીન ડ્રાઈવ કનેક્શન મુખ્ય છે. હાલમાં કોસ્ટલ રોડ અને ઈસ્ટર્ન ફ્રીવેનું કામકાજ ચાલુ છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે આ કામ પૂરું થવા અને એકબીજાને કનેક્ટ કરવામાં આવ્યા પછી 27 કિલોમીટરનો રિંગ રોડ સંપૂર્ણ આકાર લેશે, જેનાથી મુંબઈમાં લોકોની વાહનમાં અવરજવર કરવામાં પણ ફાયદો થશે.
હાલમાં લોકોને પ્રદૂષણ અને સમયનો વ્યય કરવો પડે
મુંબઈના સૌથી પહેલા અને લાંબા રિંગ રોડની શરુઆત નરિમાન પોઈન્ટથી શરુઆત થશે, જ્યારે નરિમાન પોઈન્ટમાં પૂરો થશે, જેનો ઉદ્દેશ દક્ષિણ અને મધ્ય મુંબઈના એ વાહનોને અવરજવર કરવાનો વૈકલ્પિક અને ઝડપી માર્ગ ઉપલબ્ધ પૂરો પાડશે. વર્તમાન વ્યવસ્થામાં અનેક વાહનચાલકોને શહેરમાં પ્રવેશીને અવરજવર કરવી પડે છે, જેમાં ટ્રાફિક સાથે પ્રદૂષણ અને સમયનો પણ વ્યય થાય છે, જે નવા રિંગ રોડને કારણે ફાયદો થઈ શકે છે.
ચાર મોટી યોજના એક બનાવીને તૈયાર કરાશે એક મહામાર્ગ
27 કિલોમીટરના પ્રસ્તાવિત રિંગ રોડની સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અનેક અલગ અલગ યોજનાઓને એકસાથે કનેક્ટ કરવાનું કામ કરશે, જેમ કે કોસ્ટલ રોડ પશ્ચિમ ભાગ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. એના પછી શિવડી-વરલી એલિવેટે કનેક્ટર મારફત શિવડી અને વરલી વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે અને આ વ્યવસ્થા ઊભી કરવાથી ડાયરેક્ટ ઈસ્ટર્ન ફ્રીવેને કનેક્ટ કરશે. પૂર્વ હિસ્સા આવનારા વાહનો માટે ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવની દિશામાં પહોંચી શકશે અને પછી નરિમાન પોઈન્ટની દિશામાં જઈ શકશે. આ પ્રકારની અલગ અલગ યોજનામાં એકબીજાને કનેક્ટ કરીને એક એવો રસ્તો તૈયાર કરવામાં આવશે જેનો ઉપયોગ શહેરની અંદરના વાહનવ્યવહારને અલગ અલગ દિશામાં વહેંચવા માટે થશે.
મુંબઈના ટ્રાફિકની સમસ્યા વાસ્તવમાં ઘટી શકશે?
મુંબઈ હોય કે અમદાવાદ પણ કોઈ પણ રિંગ રોડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વાહનોની શહેરની એન્ટ્રીના બદલે બહાર અથવા વૈકલ્પિક રોડ ઉપલબ્ધ કરાવવાનો છે. મુંબઈમાં પણ પ્રસ્તાવિત રિંગ રોડ માટે આ જ ઉદ્દેશ રાખવામાં આવે છે. જો વાહનચાલકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે અનેક માર્ગ મળશે તો મુખ્ય રસ્તાઓ પર વાહનોનો ટ્રાફિક ઘટી શકે છે, જેનાથી આ પ્રકારની રાહત થઈ શકે છે.
. દક્ષિણ મુંબઈના મુખ્ય રસ્તાઓ પરના ટ્રાફિકમાં ઘટાડો થઈ શકે.
. પૂર્વ અને પશ્ચિમ મુંબઈ વચ્ચે કનેક્ટ થવાનું પણ વધુ ઝડપી બની શકે.
. શિવડી, વરલી અને મરીન ડ્રાઈવની વચ્ચે પણ ટ્રાવેલ કરવાનું સરળ થશે.
. ઈસ્ટર્ન ફ્રીવેથી આવનારા વાહનોને નવો વૈકલ્પિક રસ્તો મળશે.
. કોસ્ટલ રોડનો ઉપયોગ વધી શકે છે, જ્યારે અનેક વૈકલ્પિક રસ્તા મળશે.
. ભવિષ્યમાં સંભવિત મોટા રિંગ રોડ માટે પણ ઉપલબ્ધ નેટવર્ક ઉપયોગ બને.
