June 4, 2026
ટોપ ન્યુઝ

અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને મોટો આંચકો: આ વર્ષે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે, કારણ શું?

Spread the love

બાબા બરફાનીના દર્શનની આશ લગાવનારા અમરનાથના શ્રદ્ધાળુઓ માટે આંચકાજનક સમાચાર છે. સુરક્ષાના કારણસર પ્રશાસન દ્વારા બીજા વર્ષે અમરનાથની યાત્રા માટે હેલિકોપ્ટર ઓપરેશનની મંજૂરી આપી નથી. આ નિર્ણયને કારણે સુરક્ષા એજન્સીએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બીજી બાજુ વૃદ્ધો, દિવ્યાંગ અને આરોગ્ય સંબંધિત વિવિધ બીમારી ધરાવનારા દર્દીઓને નિરાશા મળી છે. અમરનાથ યાત્રા શરુ થયા પહેલા પ્રશાસને આ નિર્ણય લીધો છે, પરંતુ ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં હજુ પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે, જેમાં ખાસ કરીને કેદારનાથ અને બદરીનાથના દર્શન માટે રોજેરોજ લોકોની ભીડ વધી રહી છે.

સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું હતું કે અમરનાથ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાદળોની જરુરિયાત અને એરિયલ સર્વેલન્સને પ્રાથમિકતા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીનું માનવું છે કે નિયમિત કમર્શિયલ ફ્લાઈટની સુરક્ષા વ્યવસ્થા પર અસર થઈ શકે છે. હેલિકોપ્ટર સેવા બંધ થવાથી પ્રવાસીઓને પહલગામ અને બાલતાલના મુશ્કેલ અને લાંબા રસ્તે પગપાળા, ઘોડા અથવા પાલકી મારફત જવું પડશે. આમ છતાં સરકારે કહ્યું છે કે શ્રદ્ધાળુઓની સુવિધા માટે મેડિકલ અને ઈમરજન્સી સેવા પહેલા કરતા પણ વધુ મજબૂત કરી છે. આ યાત્રાના રુટ અને બેઝ કેમ્પની દેખરેખ ડ્રોન અને સીસીટીવી કેમેરા મારફત રાખવામાં આવશે.

એક તરફ અમરનાથ જવામાં શ્રદ્ધાળુઓને પગપાળા જવામાં લાંબો પસાર કરવાનો પડકાર રહેશે, પરંતુ બીજી બાજુ બદરીનાથ-કેદારનાથ જનારાની સંખ્યામાં રેકોર્ડ થયો છે. મળતા અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 10.50 લાખથી વધુ લોકોએ બાબાના દર્શન કર્યા છે, જ્યારે ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે 8.32 લાખ લોકોએ દર્શન કર્યા છે. બંને પવિત્ર યાત્રા ધામ જવા માટે હજારો લોકો રોજ લાઈનમાં ઊભા રહે છે. વહીવટી પ્રશાસનને પણ ભીડને નિયંત્રણમાં કરવા માટે નાકે દમ આવી ગયો છે. રહી વાત અમરનાથમાં હેલિકોપ્ટર સેવાની તો એ બંધ થવાથી લોકો નારાજ થયા છે, પરંતુ ચારધામ યાત્રા પૂરી થયા સુધીમાં તો નવો રેકોર્ડ થશે એટલું નક્કી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!