June 29, 2026
લાઈફ સ્ટાઈલ

માનસિક તણાવથી મુક્તિ મેળવવાની સરળ ટિપ્સ: અપનાવો આ આદતો

Spread the love

રોજિંદી જિંદગીમાં વધતા સ્ટ્રેસને કંટ્રોલ કરવા અને મેન્ટલ હેલ્થ સુધારવા શું કરશો

સામાન્ય રીતે લોકો તણાવમાં રહેતા હોય છે, જેમાં કામનું દબાણ, પારિવારિક જવાબદારીઓ, અભ્યાસ, આર્થિક ચિંતા અને બદલાતી જીવનશૈલીને કારણે માનસિક તણાવ વધી શકે છે. આ બધી બાબતનું બહુ લાંબા સમય સુધી ચાલે તો તેની અસર માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે, તેથી વધતા તણાવને યોગ્ય સમયે જાણવાનું જરુરી છે તેમ જ તેના પર અંકુશ રાખવાનું પણ આવશ્યક છે. જોકે, દરેક વ્યક્તિમાં તણાવનું કારણ અને એના પર થનારી અસરો પણ અલગ અલગ હોઈ શકે છે. રોજિંદી જિંદગીમાં અમુક સારી આદતો માનસિક આરોગ્યને શ્રેષ્ઠ બનાવી રાખવામાં મદદ કરે છે.

તણાવને લાંબા સમય સુધી અવગણશો નહીં
આજની રોજિંદગી જિંદગીમાં તણાવને સંપૂર્ણપણે દૂર કરવાનું શક્ય નથી, પરંતુ તેને કંટ્રોલ કરી શકાય છે. માનસિક આરોગ્યનું ધ્યાન રાખવાનું એટલું જરુરી છે, જેટલું શારીરિક આરોગ્યનું. જો તણાવને લાંબા સમય સુધી ઈગ્નોર કરવામાં આવે તો તેની અસર ઊંઘ, કામ કરવાની ક્ષમતા, લાઈફસ્ટાઈલ અને જીવન જીવવાની ગુણવત્તા પર પર પડે છે. તો આ સંજોગોમાં શું કરવાથી તણાવ ઘટાડવામાં મદદ મળે છે એના અંગે જાણીએ.

તમારું મનપસંદ કામ કરવાનું પણ ચૂકશો નહીં
તણાવ ઘટાડવા માટે સૌથી પહેલા રોજિંદી દિનચર્યાને સંતુલિત કરવાનું જરુરી છે. નિયમિત રીતે ઊંઘવાની સાથે પર્યાપ્ત ઊંઘ લેવાનું તથા દિવસભરના કામ કરવા માટે યોજના પણ બનાવો, જેથી તમારા પર કોઈ પણ પ્રકારના કામ કરવામાં ભારણ આવતું નથી. એના સિવાય પરિવારના સભ્યો સાથે સમય વીતાવવાનું અને તમારી પસંદનું કામ કરવાની સાથે પુસ્તકો વાંચો, સંગીત સાંભળવાનું પણ ફાયદાકારક રહે છે. ઉપરાંત, યોગ, મેડિટેશન તેમ જ હળવી કસરત કરવાથી આરોગ્ય સંતુલિત રહે છે.

આ લક્ષણો પર અંકુશ મેળવો તો ચિંતા વધે નહીં
લાંબા સમય સુધી ચિડિયાપણું, સતત ચિંતા, ઊંઘ નહીં આવવી અથવા થાક લાગી જવો તેમ જ કોઈ કામ કરવામાં મન લાગવું નહીં. ઉપરાંત, ભૂખ નહીં લાગવી તેમ જ ધ્યાન લગાવવામાં મુશ્કેલી આવવી અથવા માથાનો દુખાવો વગેરે બાબતોને ખાસ કરીને નજરઅંદાજ કરશો નહીં. આ બધી બાબતોનું પુનરાવર્તન થવા લાગે તો ત્યાં અટકી જાઓ. આ બધા લક્ષણોને કારણે કામ અને અભ્યાસ અથવા સંબંધો પર અસર પડી શકે છે, તેથી આ સંજોગોમાં ખાસ ડોક્ટરની સલાહ લેવાનું રાખો.

માનસિક આરોગ્યને સંતુલિત રાખવા આટલું રોજ કરો
માનસિક આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે રોજ પર્યાપ્ત ઊંઘ લેવાનું સૌથી જરુરી છે. સંતુલિત આહાર અને નિયમિત રીતે અમુક શારીરિક એક્ટિવિટીઝ કરો. પરિવાર અને દોસ્તોની સાથે સમય વિતાવો તેમ જ પોતાની લાગણીઓને દબાવી રાખશો નહીં. તમારા મનની વાત પરિવારના સભ્યોને પણ ખાસ જણાવો, જેથી તમે હળવા થઈ શકો. કોઈ બાબતને લઈ પઝેશિવ રહેશો નહીં. સોશિયલ મીડિયા અથવા મોબાઈલનો પણ બિનજરુરી ઉપયોગ કરવાનું ટાળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!