મુંબઈ સફેદ પટ્ટા વિવાદ: જૈન પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે કરી ખાસ બેઠક
ફડણવીસે કહ્યું- વિવાદ કરનારા વોટબેંક ગુમાવશે, સાધુઓની સુરક્ષા પર ભાર મૂક્યો
મુંબઈમાં સફેદ પટ્ટા વિવાદ અંગે જૈન સમુદાય સાથે દાદર, મલાડ સહિત અન્ય વિસ્તારોમાં વિવાદ ઊભો થયા પછી જૈન આગેવાનો અને પૂજ્ય ગચ્છાધિપતિઓ અને આચાર્ય ભગવંતોએ રાજ્યના મુખ્ય પ્રધાનને જૈન સમુદાયની કામગીરીથી વાકેફ કરીને બિનજરુરી વિવાદને નહીં ભડકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
સફેદ પટ્ટા વિવાદ અંગે મંગલ પ્રભાત લોઢાની આગેવાની હેઠળ જૈનોનું પ્રતિનિધિ મંડળ મુખ્ય પ્રધાનને તારીખ, 16મી જૂનના દિવસે મળ્યું હતું અને મંત્રાલયમાં સફેદ પટ્ટા વિવાદ અંગે જૈનોના ચારેય ફિરકાના આગેવાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા, જે અંગે ખૂબ સારી રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું.
સખત ગરમીથી બચવા સફેદ પટ્ટાઓ દોરવામાં આવે છે
મુંબઈ સંગઠને એ નવ જેટલા પૂજ્ય ગચ્છાધિપતિશ્રી અને આચાર્ય ભગવંતોના પત્રો મુખ્યપ્રધાનને આપ્યો હતો. મુંબઈ જૈન સંઘ સંગઠને રજૂઆત કરી હતી કે જૈનો હંમેશાં અહિંસા, કરુણા અને ત્યાગને સમર્પિત છે છતાં કેટલાક સ્થાપિત હિતો દ્વેષ અને ઈર્ષા પૂર્વક જૈનોને ટાર્ગેટ કરે છે ને જો કોઈ વિવાદને સ્થાન નથી એવા મુદ્દા ઉપર બિનજરૂરી પ્રસિદ્ધિ મેળવવા આ વિવાદને ભડકાવે છે. સંગઠનને એ પણ જણાવ્યું હતું કે મોટા મોટા હિન્દુ મંદિરો પંઢરપુર તિરુપતિ આદિમાં પણ સખત ગરમીથી બચવા સફેદ પટ્ટાઓ દોરવામાં આવે છે તેનો હંમેશા બધાને સાથે ફરી મળીને રહે છે.
શાંતિ અને સૌમ્યતાથી રાષ્ટ્ર રાજ્ય અને તમામ સમાજના હિતના કાર્યો કરે છે
ચારેય ફીરકાના 18000 જેટલા સાધુ સાધ્વીજી ભગવાન તો ખુલ્લા પગે ચાલે છે અને હજારો કિલોમીટર વાહનના ઉપયોગ વગર પગપાળા એક ગામથી બીજે ગામે વિહાર યાત્રા કરી, શાંતિનો સંદેશ ગામે ગામ આપે છે. આ ઉપરાંત, ચારેય ફિરકાઓએ એવી રજૂઆત મજબૂતીથી કરી હતી કે જૈનો હંમેશાં કોઈ વિવાદમાં પડતા નથી અને શાંતિ અને સૌમ્યતાથી રાષ્ટ્ર રાજ્ય અને તમામ સમાજના હિતના કાર્યો કરતા હોય છે.
દિવ્ય ભારતની ભવ્ય સંસ્કૃતિમાં આવા પવિત્ર મુનિ ભગવંતોનું સન્માન કરવુ એ આ દેશના પ્રત્યેક નાગરિકની ફરજ છે. સાધુ ભગવંતોને સુરક્ષા આપવાની પણ માગણી કરી હતી.
મુખ્ય પ્રધાનએ આ વાતને શાંતિથી સાંભળી હતી અને કહ્યું હતું કે જૈનોની આ પરંપરા છે, જે માટે સહુએ એકબીજા આદર કરવો આવશ્યક છે.અને સફેદ પટ્ટા નો કોઈએ ખોટો વેરવિરોધ કે વિવાદ ઉભો કરવો જોઈએ નહીં. બધાએ અરસપરસ અન્ય ધર્મોનું માન સન્માન સાચવવું જોઈએ. જે લોકો મત માટે આવો વિવાદ ઊભો કરે છે તે પોતાની વોટબેંક ગુમાવે છે એ નજર અંદાજ કરી ન શકાય.
મંગલ પ્રભાત લોઢાએ મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો અને આ વિવાદને શાંતિથી સુલઝાવવા માટે તેમની અનુમોદના પણ કરી હતી. હવેથી ચારેય ફીરકાનું આ પ્રતિનિધિ મંડળ જૈન સંઘોના ભાવિ સુરક્ષા અને આયોજન માટે પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદ લઈને ભવિષ્યના કાર્યક્રમો અને આરાધના પ્રભાવના અને રક્ષા ધર્મના કાર્યો કરવાનો પુરુષાર્થ કરશે.
પ્રતિનિધિમાં મંડળમાં મુંબઈ જૈન સંગઠન વતી વિરેન્દ્ર ભાઈ શાહ, સુરેન્દ્રભાઈ શાહ, નીતિનભાઈ વોરા, ધેવરચંદજી બોરા, દેવેન્દ્રજી જૈન, અતુલભાઇ શાહ તેમ જ દિગંબર સમાજ તરફથી એ.પી. જૈન સંજય રાજા, સ્થાનકવાસી સમાજ વતી વિરલ દોશી, તેરાપંથી સમાજ વતી દેવેન્દ્ર ભાઈ પગલીયા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
