June 3, 2026
ટોપ ન્યુઝહોમ

દિલ્હી ‘અગ્નિકાંડ’ની બની ‘રાજધાની’: 5 મહિનામાં 45 મોત, જાણો કયો મહિનો રહ્યો સૌથી ઘાતક?

Spread the love

2026માં માત્ર 5 મહિનામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા. જાણો કયા મહિનામાં સૌથી વધુ આગ લાગી અને શું છે મુખ્ય કારણો
TV 9 CREDIT
પાટનગર દિલ્હીમાં આ વર્ષે વધતી આગની ઘટનાઓએ ચિંતા વધારી છે. બુધવારે સવારમાં માલવીયા નગરમાં લાગેલી આગે દિલ્હી પ્રશાસનની ઊંઘ હરામ કરી નાખી. ભારતીય નાગરિકોની સાથે વિદેશીઓ પણ આગનો ભોગ બન્યા હતા, જેમાં 21 લોકોનાં મોત થયા. વધતા આગના બનાવમાં માર્ચ મહિનામાં વધુ બનાવ બન્યા હતા, જ્યારે આગ સંબંધિત વિવિધ બનાવમાં અત્યાર સુધીમાં 45 લોકોનાં મોત થાય છે, જેમાં એકલા મે મહિનાના 27 દિવસમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

દિલ્હીના માલવિયા નગરની હોટેલમાં લાગેલી આગ માટે જવાબદાર લોકો સામે એક્શનમાં લેવાનું શરુ કર્યું છે. સરકારે પણ મૃતકના પરિવાર માટે વળતરની જાહેરાત કરી છે, પરંતુ દરેક વખત બેદરકારી અને વહીવટી પ્રશાસનની મિલિભગતને કારણે વારંવાર લોકો ભોગ બને છે પણ હંમેશાં લોકો આંખ આડા કાન કરે છે. આગ લાગ્યા પછી લોકોએ જીવ બચાવવા માટે લોકોએ કૂદકા માર્યા હતા, જ્યારે અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. હોટેલના માલિકે 6 રુમની મંજૂરી હતી, પરંતુ 25 રુમ બનાવ્યા હતા, પરંતુ એની મંજૂરી કોણે આપી એના અંગે સવાલ ઊઠાવ્યા છે.

દિલ્હી ફાયર સર્વિસના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી એપ્રિલમાં આગની ઘટનામાં 32 લોકોનાં મોત થયા હતા, જ્યારે મે મહિનામાં 13 લોકો ભોગ બન્યા હતા. એ જ રીતે 2026માં અત્યાર સુધીમાં 45 લોકો આગની ચપેટમાં આવી ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસના રેકોર્ડ બતાવે છે કે માર્ચ મહિનો સૌથી વધુ ઘાતક રહ્યો હતો. આ મહિનામાં આગમાં પંદર લોકોનાં મોત થયા હતા. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં છ-છ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે એપ્રિલમાં પાંચ લોકોનાં મોત થયા હતા.

રાજધાનીના તાપમાનમાં વધારાની સાથે આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. જાન્યુઆરીમાં ફાયર સર્વિસના 1,396 કોલ મળ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં 1,096 સંખ્યા હતા, માર્ચમાં 1,538 અને એપ્રિલમાં 2,663 હતી. જોકે, મે મહિનામાં તો હાલત સૌથી વધુ ખરાબ હતી. 26 મે સુધીના રિપોર્ટ અનુસાર 2,877 આગ સંબંધિત કોલ મળ્યા હતા, જે એપ્રિલ મહિના કરતા વધુ હતા.

ફાયર સર્વિસના અધિકારીના અહેવાલ અનુસાર આગની ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ મોટા ભાગના લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં 41, ફેબ્રુઆરીમાં 46, માર્ચમાં 68, એપ્રિલમાં 119 લોકોને બચાવ્યા હતા. મે મહિનામાં 99 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા, જ્યારે બુધવારે બનેલી ઘટનામાં પણ અનેક લોકોને બચાવ્યા હતા.

દિલ્હીમાં કચરા અને ખુલ્લી જગ્યામાં આગ લાગવાની સમસ્યામાં વધારો થયો છે. જાન્યુઆરીથી એપ્રિલમાં અનુક્રમે 441, 331, 539 અને 725 બની હતી. 26મી મે સુધીમાં કૂલ 766 ફરિયાદ પર કાર્યવાહી કરી હતી. આગ માટે ગરમીમાં વધતું તાપમાન અને શુષ્ક હવામાન પણ જવાબદાર છે. કચરાના ઢગલા અને વધારે વીજળીના વપરાશને કારણે આગ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે. મે મહિનામાં આગ સંબંધિત કોલ અને બચાવ અભિયાનમાં પણ વધારો થયો છે, પરંતુ મૃત્યુદર એકંદરે ઘટાડો થયો છે. આમ છતાં વધતા આગના બનાવને કારણે સુરક્ષાને લઈ ગંભીર સમસ્યાનું નિર્માણ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!