July 1, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

યુરોપમાં હીટવેવનો કહેર: ભારતીય AC-પંખા ઉત્પાદક કંપનીઓની લાગશે લોટરી!

Spread the love

યુરોપમાં ભીષણ ગરમીથી 1,300થી વધુ મોત; ચીન-સાઉથ કોરિયાને ટક્કર આપી વોલ્ટાસ, બ્લુસ્ટાર અને હેવલ્સ જેવી ભારતીય કંપનીઓ માટે મોટું માર્કેટ ઊભું થવાની સંભાવના

આ વર્ષે યુરોપ ભીષણ ગરમીની ચપેટમાં આવી ગયો છે, જ્યાં એવરેજ તાપમાન 20 ડિગ્રી તાપમાન રહેતું હોતું, જે વધીને 40 ડિગ્રીને પાર થયું છે. ઠંડા તાપમાનમાં રહેવા ટેવાયેલા નાગરિકો મોટી મુશ્કેલીમાં આવી ગયા છે, જ્યાં સિનિયર સિટીઝન લોકો સૌથી વધુ ભોગ બન્યા છે. ફ્રાન્સ, જર્મની સહિત યુરોપમાં 1,300થી વધુ લોકોનાં મોત થયા છે, ત્યારે આગામી વર્ષોમાં હવે યુરોપમાં પંખા અને એસીની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે, જ્યારે તેનો ફાયદો ભારતીય કંપનીઓને પણ થઈ શકે છે.

એસી એક્સપર્ટનું માનવું છે કે યુરોપમાં વધતી ગરમીનો ફાયદો ભારતીય એસી-પંખા ઉત્પાદક કંપનીઓને થઈ શકે છે. ભારતમાં અનેક મોટી કંપનીઓ ઈલેક્ટ્રોનિક્સ એમ્પલાયન્સીસ બનાવે છે. આ સંજોગોમાં જો ગરમી વધી તો તેનો ફાયદો ચોક્કસ ભારતીય કંપનીઓને થઈ શકે છે. વધતી ગરમીને કારણે જંગલોમાં આગ અને ગ્લેશિયર પીઘળી રહ્યા છે, જેને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં દબાણ આવી રહ્યું છે, ત્યારે યુરોપમાં આ વર્ષે ભયાનક ગરમી એલાર્મ બેલ છે.

જાપાનમાં 51 ટકા અને યુરોપમાં 20 ટકા ઘરોમાં એસી લગાવવામાં આવે છે, જ્યારે ભારતમાં 20 ટકા એસી લગાવાય છે, પરંતુ અહીંયા પંખાનું પ્રમાણ વધારે રહે છે, જ્યારે ઉત્તર, નોર્થ ઈસ્ટમાં પણ ઠંડું વાતાવરણ વધારે રહે છે, પરંતુ આજની તારીખના ભારતીય કંપનીઓ ધીમે ધીમે મોટું માર્કેટ ઊભું કરી રહી છે. યુરોપમાં ચીન સિવાય અન્ય દેશો સોર્સિંગ વધારવા ઈચ્છે છે, ત્યારે ભારતીય કંપનીઓ મેન્યુફેકચરિંગ કેપેસિટી વધારી રહી છે, પરંતુ પડકારો પણ છે. યુરોપમાં સૌથી મોટા હરીફ ચીન અને દક્ષિણ કોરિયા મોટા દેશ છે, જેમાં મેન્યુફેકચરિંગ કોસ્ટ લગભગ 15-18 ટકા છે, પરંતુ ભારતીય કંપનીમાં અમ્બર એન્ટરપ્રાઈઝીસ, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ, વોલ્ટાસ, બ્લુસ્ટાર અને હેવલ્સ (લોઈડ)ને ફાયદો થઈ શકે છે, જેની સ્ટોકમાર્કેટ પર પણ અસર થઈ શકે.

એક મહત્ત્વની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે એક કરોડ પચાસ લાખ
દસ કરોડ વેચાય છે, જ્યારે યુરોપમાં 1.60 કરોડ એસી વેચવાની શક્યતા છે, જ્યારે હજુ પણ લોકો વધુ એસીની ખરીદી કરશે એવી અપેક્ષા છે, તેથી ભારતીય ઈલેક્ટ્રોનિક કંપનીઓને ચોક્કસ ફાયદો થઈ શકે છે, જ્યારે ભારતીય કંપનીઓનું એક ટકા હિસ્સો છે, જ્યારે ભારતીય કંપનીઓ ઠંડી-ગરમીવાળા એસીનું નિર્માણ કરી શકે છે. ભારતમાં કાશ્મીર અને દિલ્હીમાં આ પ્રકારના એસી લગાવાય છે, તેથી આ બધી કંપનીઓને તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!