April 14, 2026
લાઈફ સ્ટાઈલવાસ્તુ ટિપ્સ

દેવા-કર્જથી પરેશાન છો? કરો આ ખાસ ચમત્કારિક ઉપાય, જીવનમાં વધશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ

Spread the love

કર્જ કે પછી દેવુ એ માત્ર એક પ્રકારનો આર્થિક બોજ નથી, પરંતુ તે માનસિક અશાંતિનું પણ કારણ બને છે. જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક ઉપાયો વ્યક્તિને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. જ્યારે વ્યક્તિ મહેનત કરવા છતાં દેવામાંથી બહાર નથી આવી શકતો, ત્યારે શાસ્ત્રોમાં જણાવેલા અમુક સરળ અને અસરકારક ઉપાયો આશીર્વાદ સમાન સાબિત થાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અહીં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે કરીને તમે દેવામાંથી, આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવી શકો છો. ચાલો જોઈએ આખરે કયા છે આ ઉપાયો…

મંગળવારનો વિશેષ યંત્રની કરો પૂજા: શુક્લ પક્ષના મંગળવારે ‘મંગળની હોરા’માં લાલ કે નારંગી કાગળ પર રક્તચંદન અને રોલીની સ્યાહીથી 4×4 માપનું એક યંત્ર બનાવો. ત્યાર બાદ દાડમની કલમથી બનાવેલા આ યંત્રની નિયમિત પૂજા કરવાથી કરજનો બોજ ધીમે-ધીમે ઓછો થવા લાગે છે.

બટુક ભૈરવની ઉપાસના: દેવામાંથી મુક્તિ મેળવવા માટે શનિવારના દિવસે બટુક ભૈરવની પૂજા અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. કાચા સૂતરની 21 વાટ બનાવી ભૈરવ મંદિરમાં 21 દીપક પ્રગટાવીને કાળા આસન પર બેસી ભૈરવજીના 8 વિશિષ્ટ નામો (ચંડ, પ્રચંડ, ભીષણ વગેરે) નો જાપ કરો. આ ઉપાય કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

પીપળા કે વડના પાનનો આ ઉપાય અવશ્ય કરોઃ જો સતત બિઝનેસમાં ખોટ જઈ રહી હોય કે પછી દેવુ વધતું જતું હોય તો શનિવારના દિવસે કે અમાસના દિવસે પીપળા કે વડના પાન પર “શાંતિરસ્તુ, પુષ્ટિરસ્તુ, તુષ્ટિરસ્તુ” લખી તેના પર તાંબાનો સિક્કો રાખી ધાર્મિક ગ્રંથમાં મૂકી રાખો. આ ઉપાય સતત 11 શનિવાર સુધી કરવાથી અવશ્ય લાભ થાય છે.

હનુમાનજીની કરો સાધનાઃ દેવા કે કર્જામાંથી મુક્તિ મેળવવા માટે નિયમિતપણે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને ‘સીતા રામ’ નામની એક માળાનો જાપ કરો. આ ઉપરાંત મંગળવાર અને શનિવારે અડદની દાળનો પ્રસાદ ચઢાવો. આ દિવસોમાં પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી આર્થિક સમસ્યાઓમાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!