ગુજરાતની દીકરીએ લોર્ડ્સ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, જાણો કોણ છે સેન્ચુરી ગર્લ?

ટીમ ઈન્ડિયામાં ગુજરાતી ક્રિકેટરોનું યોગદાન વધી રહ્યું છે, જેમાં અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહનું નામ લેવાય છે, જ્યારે હવે એમાં યાસ્તિકા ભાટિયાનું નામ ઉમેરાયું છે. સંસ્કારી નગરી બરોડાની યાસ્તિકાએ લોર્ડ્સમાં સદી ફટકારનારી સૌથી પહેલી બેટ્સમેનનું સન્માન મેળવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપ જીતીને આ વર્ષે ચર્ચામાં રહી હતી, પરંતુ એના પછી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સિરીઝ હારીને અત્યારે ચારેકોરથી ટીકા થઈ રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં પુરુષ ટીમનો બદલો વાળતા ટીમ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાનમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચ્યો હતો, જ્યારે ટીમમાં સૌથી મોટું પ્રદાન યાસ્તિકા ભાટિયાનું હતું.
મહિલા ટીમમાં વિકેટકિપર કમ બેટ્સમેન યાસ્તિકાએ રમતના ત્રીજા દિવસ દરમિયાન 145 બોલમાં પોતાની શાનદાર સેન્ચુરી ફટકારી હતી. રેકોર્ડ બ્રેક સેન્ચુરીમાં યાસ્તિકાએ 12 ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે પોતાની ટેસ્ટ કેરિયરમાં પહેલી સદી નહોતી, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ફર્સ્ટ સેન્ચુરી છે.
લોર્ડ્સમાં ટેસ્ટમેચના ત્રીજા દિવસ દરમિયાન યાસ્તિકાને પહેલા બોલમાં જીવતદાન મળ્યું હતું. જીવનદાન મળ્યા પછી ધીરજપૂર્વક આગળ વધીને રમીને સદી પૂરી કરીને નવો ઈતિહાસ રચ્યો હતો. આ યાદગાર સેન્ચુરીને કારણે ટીમ ઈન્ડિયા પણ જીતવા માટે સક્ષમ બની હતી. મહિલા ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડે પાંચ વિકેટ ઝડપીને પહેલાથી લોર્ડ્સ ઓનર્સ બોર્ડમાં સ્થાન મેળવ્યા પછી યાસ્તિકાએ સેન્ચુરી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો હતો.
મૂળ વડોદરાની યાસ્તિકા ભાટિયાએ આઠ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરુ કર્યું અને 2021માં ટીમ ઈન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી મેળવી હતી. વિકેટ કિપર કમ બેટ્સમેન યાસ્તિકા ભાટિયા પહેલી નવેમ્બર, 2000માં વડોદરામાં જન્મી છે, જ્યારે ગુજરાત ટાઈટન્સે પણ પ્રીમિયર લીગમાં 50 લાખમાં સામેલ કરી હતી.
ડિસેમ્બર 2019માં ઓસ્ટ્રિલયાના પ્રવાસ વખતે ટીમ ઈન્ડિયાની મહિલા એ ટીમવતી રમી હતી અને 21 સપ્ટેમ્બર 2021ના ઓસ્ટ્રેલિયા સામેની મહિલા વનડે ઈન્ટરનેશનલમાં પ્રવેશ કર્યો હતો, ત્યાર પછી સપ્ટેમ્બરમાં ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. યાસ્તિકા 2025માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ રમી ચૂકી છે, પરંતુ ઈજા પછી ટીમમાંથી પડતી મૂકવામાં આવી હતી.
