July 28, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

મેડ ઇન ઇન્ડિયાનો દબદબો: ચાઇનીઝ રમકડાં ગાયબ, હવે અમેરિકા-બ્રિટનમાં પણ ભારતીય રમકડાંની ધૂમ!

Spread the love

ભારતીય રમકડાં ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન: કડક ગુણવત્તા નિયમો અને કસ્ટમ્સ ડ્યુટી વધારાથી સ્વદેશી રમકડાંએ ગ્લોબલ માર્કેટમાં જમાવ્યો સિક્કો

થોડા વર્ષો પહેલા વિદેશી રમકડાનું ભારતીય માર્કેટમાં વર્ચસ્વ હતું, જ્યાં ખાસ કરીને ચાઈનીઝ ટોય્સનું વળગણ પણ વિશેષ હતું. હવે ભારતીય માર્કેટમાં જ નહીં, પણ વિદેશમાં પણ ઈન્ડિયન્સ ટોય્સનું ચલણ વધ્યું છે. પ્લાસ્ટિકના રમકડાનું ચલણ વધ્યા પછી પણ તેના બે ગેરફાયદા હતા, જે ઝડપથી તૂટી જવાની સાથે સુરક્ષિત પણ નહોતા. છેલ્લા પાંચથી સાત વર્ષમાં પરિવર્તન એવું આવ્યું છે કે ભારતીય રમકડાની દુનિયાભરમાં ડિમાન્ડ વધી છે, જ્યારે ભારત પણ સૌથી વધુ રમકડાનું વેચાણ પણ કરી રહ્યો છે.

વિદેશથી આવનારા રમકડા ઘટ્યાં
સરકારે લોકસભામાં જણાવ્યું કે 2018-19ની તુલનામાં 2025-26માં ભારતમાંથી બીજા દેશમાં રમકડાની નિકાસમાં 89.1 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે વિદેશથી રમકડાની ખરીદીમાં પણ 37.5 ટકાનો ઘટાડો થયો છે. હવે હાલત એવી થઈ છે કે અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશો પણ મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડના રમકડા ખરીદી રહ્યા છે.

બનાવટી રમકડાનું માર્કેટ ખતમ
2018-19 નાણાકીય વર્ષમાં વિદેશી રમકડાનું પ્રમાણ વધારે હતું, જેમાં અમુક રમકડા તૂટી પણ જતા હતા. એકલા 2019માં માર્કેટમાં ફક્ત 33 ટકા રમકડાની ક્વોલિટી સારી હતી, પરંતુ એના પછી સરકારે સખત વલણ અપનાવ્યા પછી તેની સીધી અસર માર્કેટ પર પડી હતી. આજે દેશમાં મળનારા 95 ટકા ટોય્સ એકદમ ટોપ ક્વોલિટીના છે, જે બાળકોને વિના સંકોચ રમવા માટે આપી શકો છો એવો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.

સરકારે કસ્ટમ્સ ડ્યુટીમાં પણ કર્યો વધારો
જુલાઈ, 2026માં દિલ્હીમાં ભારત મંડપમ ખાતે એક મેગા સ્ટોલ લગાવવામાં આવ્યો હતો, જ્યાં 400થી વધુ ભારતીય કંપનીઓએ પણ ભાગ લીધો હતો. સૌથી સારી વાત એ હતી કે 40થી વધુ દેશના લોકો ભારતીય રમકડા ખરીદતા હતા, તેનાથી દેશના વેપારીઓને દુનિયાભરના માર્કેટમાં એન્ટ્રીની પણ તક મળી હતી. એના માટે એવું પણ કહેવાય છે કે સરકારે વિદેશી રમકડાં પર કસ્ટમ્સ ડ્યુટી પણ વધારી દીધી પરિણામે ભારત આવનારા રમકડા પણ ઓછા થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!