June 28, 2026
વાંચન વૈવિધ્યમ

તમારા વાહન પર કેમ લગાવવામાં આવે છે નંબર પ્લેટ, વિચાર્યું છે ક્યારેય?

Spread the love

પરિવહન ક્ષેત્રનો દિવસે દિવસે વ્યાપ-વિસ્તાર વધતો જાય છે. એશિયામાં તો વ્યક્તિદીઠ વાહનોના વપરાશમાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે, જેમાં ભારત સહિત અન્ય અર્ધવિકસિત દેશોમાં વાહનોના વપરાશમાં બેફામ વધારા સાથે ઇંધણના ખર્ચમાં વૃદ્ધિને કારણે હવે સરકાર ઈ-વ્હિકલના વપરાશની સાથે જાહેર પરિવહનનો વપરાશ વધારવાની અપીલ કરી છે. પણ મૂળ વાત કરીએ તો તમને ખબર છે કે તમે વાપરતા કાર અથવા સ્કૂટર કે પછી તમે કરેલી ઓલા-ઉબર પર કેમ નંબર પ્લેટ હોય છે એનું શું મહત્ત્વ હોય છે.

ક્યારેક એવું પણ વાંચવા મળે છે કે એકના બદલે બીજાની કારના ઉપયોગ કર્યા પછી ગુનો આચરવામાં આવ્યો હોય. જોકે, નંબર પ્લેટનું મહત્ત્વ વિશેષ આંકવામાં આવ્યું છે અને એટલા માટે આગળ અને પાછળ એમ બંને જગ્યાએ મોટર વાહન અધિનિયમ અન્વયે રજિસ્ટ્રેશન નંબર લગાવવાનું જરુરી છે, જે સ્પષ્ટ અને સરળતાથી દેખાવો પણ જોઈએ. કાયદા અનનુસાર ટ્રાન્સપોર્ટ વિભાગના નિયમ અનુસાર જાહેર કરેલા રજિસ્ટ્રેશન નંબર વિના દેશમાં કોઈ પણ વાહન ચલાવવાનો ફોજદારી ગુનો બને છે.

વધુ વિગતે જણાવી તો કોઈ નંબર પ્લેટની વાત કરીએ. દા.ત. GJ-01-AB-1234 (કાલ્પનિક નંબર) તો કેન્દ્રીય મોટર વાહન 1989ના રુલ્સ પચાસ અનુસાર પહેલા બે અક્ષર (ગુજરાત) રાજ્યનો કોડ દર્શાવે છે, જ્યારે એક નંબર અમદાવાદનો છે. ઉપરાંત, 1234 એ ગુજરાત રાજ્યના કોઈ પણ સૂચિત જિલ્લાની સાથે આરટીઓનો કોડ નિર્દેશ કરે છે, જ્યાંથી વાહનની નોંધણી કરવામાં આવી હોય, જ્યારે એની વચ્ચે એબી હો છે, જે વાહનની નોંધણી કરવામાં આવી હોય એ સમયમાં અમલ રજિસ્ટ્રેશન કેટેગરીના ક્રમનો ઉલ્લેખ કરે છે.

નંબર પ્લેટના ઈતિહાસની વાત કરીએ તો 14 ઓગસ્ટ, 1893માં ફ્રાન્સમાં પોલીસના એક ઓર્ડરથી નવો કાયદો અમલમાં આવ્યો હતો. પાટનગર પેરિસમાં એક અકસ્માત પછી વાહનમાલિકની ઓળખ માટે વાહનના રજિસ્ટ્રેશ માટે નંબર પ્લેટ કમ્પલસરી રાખવાનો આદેશ બહાર પાડ્યો હતો. એ દિવસ પછી શહેરમાં ચાલતા દરેક વાહનો માટે નંબર પ્લેટ રાખવાનું ફરજિયાત કર્યું હતું, જેમાં વાહનનો નંબર, માલિકનું નામ, સરનામું પણ લખવાનું કમ્પલસરી બનાવ્યું હતું.
HSRP પ્લેટ (High-Security Registration Plates): હવે ભારતમાં તમામ જૂના અને નવા વાહનો પર એલ્યુમિનિયમથી બનેલી હોલોગ્રામ વાળી HSRP પ્લેટ ફરજિયાત છે, જેથી વાહનની ચોરી અને ગુનાખોરી અટકાવી શકાય.

નંબર પ્લેટના કલર કોડ

સફેદ પ્લેટ (કાળા અક્ષર): પ્રાઇવેટ (અંગત) વાહનો માટે.

પીળી પ્લેટ (કાળા અક્ષર): કોમર્શિયલ વાહનો (ટેક્સી, ટ્રક, ઓલા-ઉબર) માટે.

લીલી પ્લેટ (સફેદ/પીળા અક્ષર): ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે, જે પર્યાવરણ પ્રદૂષણ મુક્ત હોવાની ઓળખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!