ફિફા વર્લ્ડ કપ ક્રેઝ: કેનેડાએ ભારતના 70%થી વધુ વિઝિટર વિઝા ફગાવ્યા, પાકિસ્તાનના શું હાલ?
FIFA વર્લ્ડ કપના નામે કેનેડા જવા ઈચ્છતા ભારતીયોને મોટો ઝટકો; IRCC એ 59% વૈશ્વિક વિઝા અરજીઓ નકારી કાઢી, જ્યારે પનામા-કોલમ્બિયાને બખ્ખાં

અમેરિકા, યુરોપ સહિત કેનેડામાં વિદેશ જવાનો લોકોમાં વિશેષ હોય છે. મૂળ પોતાના દેશના ચલણ કરતા વધુ પૈસા મળતા હોવાથી વર્ષોથી એનો ક્રેઝ હોય છે, પરંતુ આ વર્ષે ફિફા વર્લ્ડ કપ હોવાથી લોકોમાં કેનેડા-અમેરિકા જવાના નામે પણ ટ્રાવેલ વિઝા મૂક્યા હતા, પરંતુ કેનેડામાં લગભગ 41 ટકા લોકોને મંજૂરી મળી હતી, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
ફિફા વર્લ્ડકપ વખતે કેનેડામાં મેચ રમવા માટે દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જવા ઈચ્છતા હતા, પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોના વિઝા નકારી કાઢવામાં આવ્યા હતા. કેનેડા ઈમિગ્રેશન રિફ્યુઝીઝ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી)ના આંકડા અનુસાર 14 નવેમ્બર, 2025થી 31 માર્ચ, 2026 વચ્ચે વર્લ્ડ કપ સંબંધિત 17,000 વિઝિટર વિઝાની એપ્લિકેશન પર પ્રોસેસ કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી 59 ટકા લોકોને મંજૂરી મળી નહોતી.
સૌથી વધુ અરજી ઘાનાથી આવી હતી, જેમાં ટોરન્ટોમાં પનામા સામે ઘાનાની ટીમની મેચ જોવા માટે 1,725 ઘાનાના ચાહકોએ અરજી કરી હતી, પરંતુ એમાંથી 185 લોકોને વિઝા મળ્યા હતા, જ્યારે 89 ટકા લોકોની અરજી ફગાવી હતી.
પાકિસ્તાનની હાલત સૌથી વધુ ખરાબ હતી, 1,250 અરજીમાંથી ફક્ત 110 લોકોને મંજૂરી મળી હતી, પણ 1,140 લોકોને રિજેક્ટ કરવામાં ાવ્યા હતા. ભારતમાંથી 1,225 લોકોએ અરજી કરી હતી, પરંતુ 355 લોકોને વિઝા મળ્યા હતા, તેનાથી વિપરીત 870 લોકોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ કોલમ્બિયાના સૌથી વધુ લોકોને મંજૂરી મળી હતી. કોલમ્બિયાની ટીમ કેનેડાના કોઈ ગ્રુપ સ્ટેજમાં રમવાની નહોતી, પરંતુ કોલમ્બિયાથી મળેલી 1,630 અરજીમાંથી 1,130 લોકોને મંજૂરી મળી હતી. પનામાની 910 અરજીમાંથી 850 લોકોને સ્વીકૃતિ મળી હતી, જે સૌથી વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશમાં સ્થાન મળ્યું હતું.
અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે કેનેડામાં પ્રવેશ માટે પ્રવાસીઓને ટેમ્પરરી રેસિડન્ટ વિઝા (TRV) અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (eTA)ની જરુરિયાત રહે છે. ઈટીએની પ્રક્રિયા સરળ અને ઝડપી હોય છે, જ્યારે વિઝિટર વિઝા માટે ટૂર કાર્યક્રમ, ફાઈનાન્શિયલ સ્ટેટ્સ અને અન્ય પ્રમાણ આપવાના રહે છે.
મળતી માહિતી પ્રમાણે ઓસ્ટ્રેલિયા, જર્મની, ક્રોએશિયા અને ન્યૂઝીલેન્ડ વગેરે દેશના લોકોની અરજી મંજૂર કરી હતી, જ્યારે સિરિયા, યુગાંડા અને શ્રીલંકા જેવા દેશના નાગરિકોને વિઝા મળ્યા નહોતા.
