સિક્કિમ ગયેલા પ્રવાસીઓ ફસાયા! ઝીરો પોઈન્ટ પર લાગ્યો કિલોમીટરનો ટ્રાફિક જામ
Sikkim Viral Video: વેકેશનમાં ઉત્તર સિક્કિમના યુમથાંગ અને ઝીરો પોઈન્ટ પર અભૂતપૂર્વ ટ્રાફિક જામ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું- ‘હવે ક્યારેય નહીં જઈએ!’
દેશમાં વધી રહેલી ગરમી અને વેકેશનને કારણે મોટા ભાગના લોકો ઉત્તર ભારતમાં ફરવા માટે નીકળી પડ્યા છે. આ વર્ષે પણ એવું જોવા મળી રહ્યું છે. ચારધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે નીકળી ગયા છે, જ્યારે નોર્થ ઈસ્ટમાં પણ અરુણાચલ સિક્કિમ જવા નીકળી પડ્યા છે.
સોશિયલ મીડિયા પર તો અનેક વીડિયો કેદારનાથના જોવા મળ્યા છે, જ્યાં અભૂતપૂર્વ સંખ્યામાં લોકો જોવા મળે છે. એવું જ સિક્કિમ ખાતે બન્યું છે. સિક્મિનના યુમથાંગની વેલી ઓફ ફ્લાવર્સ પહોંચવા માટે ઉત્તર સિક્કિમમાં જોરદાર ટ્રાફિક જામ લાગ્યો છે. ઝીરો પોઈન્ટ પોઈન્ટનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ તોબા પોકારી ઊઠ્યા છે.
ગંગટોકના ઉત્તરમાં લગભગ 160 કિલોમીટર અંતરે ઝીરો પોઈન્ટ પહોંચવામાં લોકોનો ધસારો જોવા મળ્યો છે, જ્યારે તેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેથી લોકોએ જણાવ્યું છે કે હવે ફરી પાછા અહીં નહીં ફરીએ. સિક્કિમનું ઝીરો પોઈન્ટ દરિયાની સપાટીથી લગભગ 15,300 ફૂટની ઊંચાઈ પર આવેલું છે, જે પર્યટકો માટે લોકપ્રિય ડેસ્ટિનેશન છે, એના પછી બીજું જાણીતું ગુરુડોંગર લેક પણ છે, પરંતુ 2023માં લાચેન અને ચુંગથાનમાં ગ્લેશિયર ફાટવાને કારણે બંધ કર્યું હતું. મન્ગાન જિલ્લામાંથી લાચુંગ વેલી વાયા ઝીરો પોઈન્ટ પહોંચવામાં આવે છે.
ઝીરો પોઈન્ટ સિક્કિનું લોકપ્રિય પર્યટક સ્થળ છે, જેને રાજ્ય સરકાર પણ પ્રોત્સાહન આપે છે, જ્યારે મે મહિનામાં પણ મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા છે, જે વાયરલ વીડિયોમાં ક્લિયર જોવા મળી રહ્યું છે. એપ્રિલ મહિનામાં જ વડા પ્રધાન મોદીએ સિક્કિમની મુલાકાત લીધી હતી, ત્યાર પછી પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. સરકારના અંદાજ મુજબ દર વર્ષે સિક્કિમમાં 17 લાખથી વધુ પર્યટકો ફરવા આવે છે, જ્યારે મોટા ભાગે માર્ચથી મે મહિનામાં આવે છે. ઉપરાંત, ઓક્ટોબરથી ડિસેમ્બર વિન્ટર સિઝનમાં લોકો ફરવા આવે છે.
