May 26, 2026
રમત ગમત

IPL અજીબોગરીબ વિકેટ: સુદર્શનની હીટ વિકેટ, ચોગ્ગો માર્યો પણ બેટ સ્ટમ્પ પર પડ્યું, જુઓ વીડિયો

Spread the love

GT vs RCB Match: ૨૫૪ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સનો કારમો પરાજય, સાઈ સુદર્શન પ્લેઓફમાં હિટ વિકેટ થનારો બીજો બેટર બન્યો

આઈપીએલ ક્વોલિફાયર એક રાઉન્ડમાં મંગળવારે ધર્મશાળામાં રમાયેલી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચેની મેચમાં બેંગ્લુરુની જીત થઈ હતી. 20 ઓવરમાં 254 રનનો ઝંઝાવાતી સ્કોર કર્યા પછી ગુજરાત 92 રને હારી ગયું, પરંતુ આ મેચમાં શરુઆતથી ગુજરાતની પડતી થઈ. સ્ટાર ક્રિકેટ ટીમ એક પછી એક વિકેટ ગુમાવતી ગઈ, પરંતુ અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યું ન હોય એવું મેચમાં જોવા મળ્યું હતું. ગુજરાત ટાઈટન્સના સ્ટાર બેટર સાઈ સુદર્શન એક ગજબ રીતે આઉટ થયો.

254 રનનો સર્વોચ્ચ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આવેલી ગુજરાત ટાઈટન્સની ટીમ સુદર્શન શાનદાર રમવાની અપેક્ષા હતી. જેને શરુઆતમાં નવ બોલમાં 14 રન બનાવ્યા હતા, જેમાં શાનદાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા. પણ ત્રીજી ઓવરમાં નસીબે સાથ આપ્યો નહીં. જેકબ ડફીએ ઓફ સ્ટમ્પના બહારના શોર્ટ ઓફ લેન્થ બોલ ફેંક્યો હતો, જેમાં સાઈ સુદર્શન બેક્ફુટ પર ગયો અને પોઈન્ટની દિશામાં કટ શોટ રમ્યો.

બોલ બાઉન્ડરી તરફ ગયો અને ચોગ્ગો પણ મળ્યો, પરંતુ એ જ વખતે જે નહોતું બનવાનું એ બન્યું. શોટ રમતી વખતે સુદર્શનના હાથમાંથી બેટ છટકી ગયું અને સ્ટમ્પ પર પડ્યું. એ જ વખતે સુદર્શન રન લેવા આગળ દોડ્યો હતો, પરંતુ એને ખબર નહોતી તેનું બેટ સ્ટમ્પ પડ્યું અને ડફીએ આઉટની અપીલ કરી દીધી હતી.


સાઈ સુદર્શન આઈપીએલ પ્લેઓફ નોકઆઉટના ઇતિહાસમાં હીટ વિકેટે આઉટ થનારો ફક્ત બીજો બેટર બન્યો છે. આ અગાઉ પણ ગુજરાતવતી રમી રહેલા કુસલ મેન્ડિસ પણ મુંબઈ ઈન્ડિયન્સ સામે ચંદીગઢમાં આઉટ થયો હતો. આ અગાઉ આરસીબીએ કેપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં વિસ્ફોટ બેટિંગ કરીને 20 ઓવરમાં પાંચ વિકેટથી 254 રનનો તોતિંગ સ્કોર કર્યો હતો, જેમાં પાંચ ચોગ્ગા, નવ છગ્ગા સાથે 33 બોલમાં 93 રન બનાવ્યા હતા. બેંગ્લુરુની જીત સાથે પ્લેઓફના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર કરનારી ટીમ બની હતી, જ્યારે ગુજરાતની ટીમ ફક્ત 19.3 ઓવરમાં 162 રને ઓલ આુટ થઈ ગઈ હતી. બેંગ્લુરુ સતત બીજી વખત આઈપીએફની ફાઈનલમાં પહોંચી છે, જ્યારે ગુજરાત એલિમિનેટર ટીમ સામે રમવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!