August 11, 2026
ધર્મ

શિવજીના ગળામાં જ શા માટે હોય છે નાગ, જાણો સમુદ્રમંથન અને વાસુકી નાગ સાથે જોડાયેલું રહસ્ય?

Spread the love

નીલકંઠ મહાદેવની કથા અને તેની પાછળ છુપાયેલો ગૂઢ આધ્યાત્મિક સંદેશ

શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ જ મહિનામાં નાગપંચમીનો તહેવાર પણ આવે છે, જ્યારે નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન શિવની મૂર્તિ કે તસવીરમાં તમે અવારનવાર ભગવાનના ગળામાં સાપ વીંટળાયેલો જોયો હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહાદેવના ગળામાં જ નાગ કેમ હોય છે? પ્રાચીન માન્યતાઓમાં આની પાછળ ઘણા ઊંડા અર્થ બતાવવામાં આવ્યા છે. ચાલો વિગતવાર જાણીએ.

જે વ્યક્તિ ભય પર વિજય મેળવે એનો મૃત્યુનો ડર પૂરો થાય
હિન્દુ ધર્મમાં સાપને માત્ર એક સામાન્ય જીવ તરીકે નથી જોવામાં આવતો, પરંતુ તેને શક્તિ, રહસ્ય, કુંડલિની અને સંરક્ષણ સાથે જોડીને પણ જોવામાં આવે છે. ભગવાન શિવના ગળામાં નાગ હોવો તેમની નિર્ભયતા અને પ્રકૃતિ પરના નિયંત્રણનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શિવ મૃત્યુ અને ભયથી પર છે. સાપને સામાન્ય રીતે ભયનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ મહાદેવે તેને પોતાના ગળામાં ધારણ કરીને એ સંદેશ આપ્યો કે જે વ્યક્તિ ભય પર વિજય મેળવી લે છે, તેના માટે મૃત્યુનો ડર પણ સમાપ્ત થઈ જાય છે.

મહાદેવ કાળ અને મૃત્યુથી પણ ઉપર
ભગવાન શિવના ગળામાં વીંટળાયેલો સાપ ઘણા પ્રતીકો દર્શાવે છે. સૌથી મુખ્ય અર્થ સમય અને મૃત્યુ સાથે જોડાયેલો માનવામાં આવે છે. સાપ પોતાની કાંચળી છોડે છે અને નવું રૂપ ધારણ કરે છે. આને જીવનના નિરંતર પરિવર્તન અને પુનર્નિર્માણનું પ્રતીક માનવામાં આવે છે. તો બીજી તરફ, શિવને કાળોના કાળ કહેવામાં આવે છે. તેમના ગળામાં નાગ હોવો એ વાતનો સંકેત માનવામાં આવે છે કે મહાદેવ કાળ અને મૃત્યુથી પણ ઉપર છે.

શિવના ગળામાં બિરાજમાન ‘વાસુકી નાગ’ છે
ધાર્મિક કથાઓમાં ભગવાન શિવના ગળામાં બિરાજમાન નાગને ‘વાસુકી નાગ’ બતાવવામાં આવ્યા છે. સમુદ્ર મંથનની કથામાં પણ વાસુકિ નાગ વિશે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવતાઓ અને અસુરોએ સમુદ્રમંથન માટે વાસુકી નાગને મંદરાચલ પર્વતની ચારેય બાજુ દોરડા તરીકે ઉપયોગ કર્યા હતા.
સમુદ્રમંથન વખતે જ્યારે ‘હલાહલ’ વિષ (ઝેર) નીકળ્યું ત્યારે તેની તીવ્રતાથી આખી સૃષ્ટિ સંકટમાં મુકાઈ ગઈ. ત્યારે ભગવાન શિવે સંસારની રક્ષા માટે તે ઝેરને પોતાના ગળામાં (કંઠમાં) ધારણ કરી લીધું. આ જ કારણે તેમનું નામ ‘નીલકંઠ’ પડ્યું. ભગવાન શિવ અને નાગના સંબંધને આ ધાર્મિક પરંપરાનો એક ભાગ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!