ગીતકારે કલ્પના પણ નહોતી કરી કે એની ફિલ્મનું ગીત એક દિવસ ભારતની શાળાઓની પ્રાર્થના બનશે!

ભારતીય સિનેમા જગતમાં મ્યુઝિકનું વિશેષ મહત્ત્વ રહ્યું છે, જેમાં અનેક ગીતો આજે પણ ભારતીય સમાજમાં ઊંડી છાપ છોડી છે આજના ઝેન ઝી યુગમાં પણ બાળકોને મોંઢે જૂના ગીતો ગવાય છે અને યાદ પણ છે. વાત કરીએ એવા ગીતની જે સ્કૂલોમાં પણ બાળકોને પ્રાર્થના સ્વરુપે ગવડાવવામાં આવે છે. 69 વર્ષ પહેલા આવેલી એક કલ્ટ ફિલ્મમાં રાજસ્થાનના મૂળના દિગ્ગજ ગીતકારે એ ગીત લખ્યું અને ગાયું હતું સ્વર કિન્નરી લતા મંગેશકરે. એ ગીત આજે પણ વૃદ્ધોમાં લોકપ્રિય છે અને બાળકોને પણ પ્રાર્થના સ્વરુપે યાદ છે.
આજે પણ મોટા ભાગની સ્કૂલમાં પ્રાર્થના તરીકે ગવાય છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં એ ગીતથી શરુઆત થાય છે. ચોંકાવનારી વાત એ હતી કે એ ગીત લખાયું ત્યારે ગીતકારે પણ કલ્પના કરી નહોતી કે એ પ્રાર્થના ગીત બની જશે. 1957માં રિલીઝ થયેલી દો આંખે બારાહ હાથમાં ગીત લખવામાં આવ્યું હતું અને ગીતના શબ્દો હતા એ માલિક તેરે બંદે હમ.
રાજસ્થાનના બિકાનેરમાં જન્મેલા ગીતકાર ભરત વ્યાસે એ યાદગાર ગીત લખ્યું હતું એ માલિક તેરે બંદે હમ એના શબ્દો સાથેનું મ્યુઝિક પણ એટલું જ કર્ણપ્રિય હતું. એને સાંભળતા લોકોને સુકુન મળતું હતું. આ ગીત ગાયિકા લતા મંગેશકરે ગાયું હતું, જ્યારે મન્ના ડેએ પણ પોતાના જાદુઈ અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતા, જ્યારે ગીત બનીને તૈયાર થયું ત્યારે એ જમાનામાં લોકોને ઘરે ઘરે જાણીતું બન્યું હતું.
ફિલ્મ દો આંખે બારાહ હાથ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. ફિલ્મના ગીતો પણ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મ ભારતીય સમાજની ભાવના, સંસ્કારો અને બાળપણની યાદોને પણ કનેક્ટ કરે છે. હિન્દી સિનેમાના લિજેન્ડ નિર્દેશક વી. શાંતારામે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
એના સિવાય ફિલ્મમાં સંધ્યા સંતરામ અને વીએન વ્યાસ જેવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું હતું. એક કલાકારની રીતે દો આંખે બારા હાથને શાંતારામની કારકિર્દીની કલ્ટ મૂવી તરીકે યાદ રાખવામાં આવે છે. એટલું જ નહીં, ભારતના જાણીતા લોકપ્રિય ગીતમાં પણ એ માલિક તેરે બંદે હમને પણ સ્થાન મળ્યું છે.
