Mission Impossible: 28 વર્ષ અને 50,000 કિમી પગપાળા ચાલીને દુનિયા ફરી વતન પરત ફર્યા સાહસિક કાર્લ બુશબી!
બ્રિટનના કાર્લ બુશબીએ કોઈ પણ વાહન વગર અશક્ય સફર ખેડીને ઇતિહાસ રચ્યો

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, પણ દુનિયા સાહસિક લોકોની ગાથા કંઈક અલગ જ હોય છે. ચાલ મન જીતવા જેવી વાત છે એક વાર મનમાં નક્કી કરી લીધું પછી પાછું વળીને જોવાનું નહીં. એવા જ એક વિરલ ટ્રાવેલરની વાત કરીએ, જે 28 વર્ષ સુધી ટ્રાવેલ કર્યા પછી વતન પરત ફર્યો. 30 દેશ મળીને લગભગ પચાસ હજાર કિલોમીટર પગપાળા ચાલીને દુનિયા ફર્યો અને હવે માદરે વતન પહોંચ્યો છે ત્યારે એડવેન્ચર મેન કાર્લ બુશબીએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે કે આટલું સાહસ કઈ રીતે એકઠું કર્યું.

દાયકાઓ સુધી ખેડી પગપાળા સફર
બીજાનું નહીં, પણ પોતાનું મનનું માનીને કાર્લ બુશબીએ એકલપંડે નીકળ્યો દુનિયાની સેર કરવા. મૂળ બ્રિટનના રહેવાસી 57 વર્ષીય કાર્લ બુશબીએ પોતાના ટ્રાવેલ એડવેન્ચરને સાકાર કર્યું હતું. માને મળવા માટે પગપાળા ચાલીને દુનિયાની સફર શરુ કરી અંતે 28 વર્ષ પછી પોતાની યાત્રા પૂરી કરી હતી. અઢી દાયકાથી વધુ સમયગાળામાં રસ્તા, પહાડ, જંગલ, દરિયા અને અનેક અજાણ્યા દેશની મુસાફરી વખતે હિંમત હાર્યા વિના પગપાળા મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું હતું.
અભિયાનને ગોલિયથ એક્સપેડિશન નામ આપ્યું
બ્રિટનના રહેવાસી કાર્લ બુશબીએ એક્સ બ્રિટિશ પેરાટ્રુપર છે. પહેલી નવેમ્બર 1998માં દક્ષિણ અમેરિકાના સૌથી દક્ષિણી હિસ્સામાંથી પોતાના એડવેન્ચરની શરુઆત કરી હતી. એ વખતે તેની ઉંમર 30 વર્ષ હતી, જ્યારે પોતાના અભિયાનનું નામ ગોલિયથ એક્સપેડિશન આપ્યું હતું. શરુઆતમાં તેને લાગ્યું હતું કે બાર વર્ષમાં પગપાળા ચાલીને પોતાના માતાના ઘરે પાછો ફરશે, પરંતુ રસ્તામાં આવેલા પડકારોને કારણે બાર વર્ષના બદલે 28 વર્ષ સુધી ચાલ્યો હતો.
ચાર ખંડ અને 30 દેશની મુસાફરી કરી
કાર્લના અસાધારણ અભિયાન અન્વયે 31,000 માઈલ યાને 50,000 કિલોમીટરનું ખેડાણ કર્યું હતું. એ વખતે તેને ચાર ખંડ અને 30 દેશ સુધી પોતાની મુસાફરી કરી અને અભિયાનને પાર પાડવા માટે તેની હિંમત અને સંકલ્પ કામ આવ્યો હતો, પરંતુ એ વખતે તેની અનેક વખત પરીક્ષા થઈ હતી પણ સંકલ્પ અધૂરો છોડ્યો નહોતો અને આ અભિયાન વખતે કાર્લે કોઈ વાહનમાં મુસાફરી કરી નહોતી.
રુટિનમાં પાછો રેગ્યુલર થશે કે નહીં એની ચિંતા
પચાસ હજાર કિલોમીટરની સફર ખેડવા માટે બીજી નવેમ્બર 2026ના પોતાના માદરે વતન હલ ઇંગ્લેન્ડ પહોંચ્યો. જે સફર ખેડવા માટે વર્ષો કાઢી નાખ્યા પણ હવે એક નવી ચિંતા સતાવી રહી છે કે વર્ષો સુધી પગપાળા સફર કરી, પરંતુ હવે રુટિન લાઈફમાં પાછો પરી શકશે કે નહીં. બુશબીની આ યાત્રા માનવ ઈતિહાસની સૌથી લાંબી અને અવિરત રહેલી પગપાળા એડવેન્ચર પૈકીનું એક છે. પણ કાર્લ માટે એક વાત નક્કી છે ધીમે ચાલું છું, પણ અટકતો નથી બસ એટલી જ વાત મને વર્ષો વર્ષ ચલાવતી રહી હતી એટલું નક્કી છે.
