પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ: દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરીને મેળવો ₹ 8 લાખથી વધુનું ફંડ
પોસ્ટ ઓફિસની આ શાનદાર બચત યોજનામાં માત્ર 5,000 રૂપિયાનું માસિક રોકાણ કરીને સુરક્ષિત ભવિષ્ય અને મોટું રિટર્ન મેળવો
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકાર સ્કીમ્સ લોકપ્રિય છે, જેના મારફત નાની નાની બચત કરી શકાય છે. એની સાથે અન્ય ઘણા ફાયદા મળે છે. વાસ્તવમાં તમે તમારી કમાણીની બચત કરો તો તેનો ફાયદો થાય છે, જ્યાં તમને તમારા પૈસા સુરક્ષિત રહેવાની સાથે રિટર્ન પણ જોરદાર મળે છે, જેમાં ખાસ કરીને પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સથી ફાયદો થઈ શકે છે.
પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ એટલે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમનો પણ સમાવેશ થાય છે, જેમાં દર મહિને પાંચ હજાર રુપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરીને તમે આઠ લાખ રુપિયાની મોટી રકમ મેચ્યોરિટી સુધી એક્ત્ર કરી શકો છો. સરકારી સ્કીમમાં રોકાણ પર લોનની સુવિધા ઓફર કરવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજદરની વાત કરો તો સરકાર વતીથી આ સ્કીમમાં રોકાણ પર 6.7 ટકાનું વ્યાજદર નક્કી કર્યો છે. તમારી જાણ ખાતર જણાવી દેવાનું કે પોસ્ટ ઓફિસમાં સ્મોલ સેવિંગ્સના વ્યાજદરમાં સરકાર દ્વારા દર ત્રણ મહિને સંશોધન કરવામાં આવે છે, જે સ્કીમમાં 29 સપ્ટેમ્બર 2023માં ફેરફાર કરવામાં આવ્યો હતો.
પૈસા ડૂબવાની કોઈ ચિંતા નહીં
પોસ્ટ ઓફિસની બચત યોજના ખાસ લોકપ્રિય બનાવવા માટે સૌથી પહેલા સુરક્ષિત રોકાણની ગેરન્ટી છે, જે સરકારી યોજના સંપૂર્ણ રિસ્ક ફ્રી સેવિંગ્સ સ્કીમ (Risk Free Saving Schemes) માનવામાં આવે છે, કારણ કે નાના રોકાણકારો હોય કે મોટા પણ તમામ રોકાણકારોને ખાસ સુરક્ષાની ગેરન્ટી ખુદ સરકાર આપે છે. એટલે તમારા પૈસા ડૂબવાના કોઈ ચાન્સ નથી.
પોસ્ટ ઓફિસમાં આરડીમાં રોકાણ અને ફાયદાની ગણતરી કરવામાં આવે તો આઠ લાખ રુપિયાનું ફંડ એકત્ર કરી શકાય છે. જો તમે પોસ્ટ ઓફિસની રીકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને જો પાંચ હજાર રુપિયાનું રોકાણ કરો તો પાંચ વર્ષના મેચ્યોરિટી પિરિયડ સુધી તમે ત્રણ લાખ રુપિયા જમા કરો અને એના પર 6.7 ટકાના દરે વ્યાજથી 56,830 રુપિયા કમાઈ શકો છો, જેમાં કૂલ પાંચ વર્ષ મળીને 3.56 લાખ રુપિયા થાય છે. આ સ્કીમમાં પાંચ વર્ષ સુધી કન્ટીન્યુ રાખવાની રહે છે. એમ કરવાથી આરડી એકાઉન્ટમાં દસ વર્ષમાં જમા કરેલી રકમ 6 લાખ હશે એની સાથે 6.7 ટકાના દરે વ્યાજની રકમ 2.54 લાખ રુપિયા થશે, જેના હિસાબથી 10 વર્ષની મુદતમાં કૂલ 8.54 લાખનું ભંડોળ એક્ત્ર થશે.
