વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ
વૈભવ સૂર્યવંશી એક પછી એક અવનવા રેકોર્ડ તોડી રહ્યો છે, જેને રોકવાનું મુશ્કેલ લાગી રહ્યું છે. ક્રિકેટવીર વૈભવ સૂર્યવંશીનું નામ દિગ્ગજ ક્રિકેટરથી લઈને દેશની ગલીઓમાંમાં નામ ગૂંજી રહ્યું છે. ભારત એ અને શ્રીલંકા એની વચ્ચે રમાઈ ટ્રાઈ નેશન સિરીઝી ફાઈનલમાં ધમાકેદાર ઈનિંગ રમીને લિસ્ટ એ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારી હતી. પંદર વર્ષના ઓપનરે નવી સિદ્ધિ પ્રાપ્ત કરીને દિગ્ગજ ક્રિકેટરોએ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે, જેમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ સામેલ છે. વૈભવની બેટિંગ કરતા તેની માનસિક મજબૂતાઈને અસર કરી હતી.
વૈભવની આ ઈનિંગ ત્યારે આવી હતી, જ્યારે અગાઉ મેદાનમાં શ્રીલંકાના ખેલાડીઓ સામે બાખડી પડ્યો હતો, પરંતુ એ ઘટનાની અસર પોતાની રમત પર પડવાને બદલે પોતાના બેટથી હવે જવાબ આપ્યો હતો, જેમાં હવે વિરોધી ટીમ પાસે પણ કોઈ જવાબ નહોતો. આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે આ રમત એક રેકોર્ડને કારણે સ્પેશિયલ નહોતી, કારણ કે આટલી નાની ઉંમરમાં વૈભવએ શાનદાર પરિપક્વતા બતાવી હતી.
તેમણે લખ્યું હતું કે 11 બોલમાં હાફ સેન્ચુરી, અવિશ્વસનીય, પરંતુ હું તેના આ રેકોર્ડની પ્રશંસા કરતો નથી. ગઈ મેચમાં મેદાનમાં થયેલા વિવાદ પછી આ ઘટનાનો ભાર પોતાની સાથે લઈને મેચ રમવા આવી શક્યો હોત. આનંદ મહિન્દ્રાએ આગળ લખ્યું હતું કે પરંતુ તેને બેટથી જવાબ આપ્યો હતો. આ ભેટ ભગવાને આપેલી છે, પરંતુ સ્વભાવ અને સંયમ એક પરીક્ષા છે. આ જ ધીરજ તેને આગળ જતા સ્ટાર બનાવશે. મહિન્દ્રાની પોસ્ટ વાયરલ થયા પછી હજારો લોકોએ તેને લાઈક કરી છે, જ્યારે અનેક લોકોએ પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે મુશ્કેલ સંજોગોમાં પણ વૈભવનો પ્રતિભાવ તેની ઉંમર કરતા વધુ પરિપક્વતા બતાવે છે.
Fifty off 11 balls. Incredible.
But it isn’t only that statistic which I applaud
Because after the earlier match’s on-field confrontation, he could have carried that baggage into this game.
Instead, he carried his bat & let it do the talking.
Talent is a gift.
But…— anand mahindra (@anandmahindra) June 21, 2026
વૈભવ સૂર્યવંશીનું આ ઐતિહાસિક રેકોર્ડ ટ્રાય-નેશન સિરીઝની ફાઈનલમાં રંગિરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બનાવ્યો હતો. શ્રીલંકા-એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ત્યારબાદ વૈભવ પ્રિયાંશ આર્યએ શાનદાર બેટિંગ કરી હતી. વૈભવએ 11 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરીને લિસ્ટએ ક્રિકેટમાં વિશ્વ રેકોર્ડ કર્યો હતો.
વૈભવ ફરી સદી ચૂક્યો હતો, જેમાં 29 બોલમાં 94 રન બનાવીને આઉટ થયો હતો. વિસ્ફોટક ઈનિંગમાં 10 ચોગ્ગા અને આઠ સિક્સર મારી હતી, જ્યારે ત્રણ રન સિંગલ લીધા હતા. આ અગાઉનો રેકોર્ડ શ્રીલંકાના કૌશલ્યા વીરરત્નેના નામે હતો, જેને 2005-2006માં ડોમેસ્ટિક ક્રિકેટમાં એક મેચમાં 12 બોલમાં પચાસ રન માર્યાં હતા.
