ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન પહેલી વખત અંતરિક્ષ માટે રવાના, આઠ મહિના શું કરશે?
ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી અનિલ મેનન આઠ મહિનાના લાંબા સમયના સ્પેસ મિશન પર રવાના થયા. અનિલ મેનનની સાથે રશિયન અંતરિક્ષ યાત્રી કઝાકિસ્તાનના સોયુઝ એમએસ-29 સ્પેસક્રાફ્ટથી અંતરિક્ષમાં જવા માટે રવાના થયા હતા.
અનિલ મેનન અને રશિયન અંતરિક્ષ યાત્રી પ્યોત્ર દુબ્રોવ અને અન્ના કિકિનાને લઈ જનાર રોસ્કોસ્મોસ અંતરિક્ષ યાન ભારતીય સમયાનુસાર મંગળવારે રાતના 8.17 વાગ્યે બેકોનુર કોસ્મોડ્રોમથી રવાના થયું હતું. સ્ટેશન સુધી બે ઓર્બિટ અને ત્રણ કલાકની યાત્રા પછી સ્પેસક્રાફ્ટ રાતના 11.56 વાગ્યે ઓટોમેટિક પ્રિચલ મોડ્યુલ જોડાઈ જવાનું હતું. એટલે ત્રણ કલાક પછી અંતરિક્ષ સ્ટેશન સાથે જોડ
નાસાના જણાવ્યાનુસાર આ મેનનની પહેલી સ્પેસફ્લાઈટ હતી અને રશિયન અંતરિક્ષ યાત્રીઓની બીજી ઉડાન છે. અનિલ મેનન અંતરક્ષિમાં અનેક આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગ કરશે, જેનો ઉદ્દેશ ભવિષ્યમાં ડીપ સ્પેસ સંશોધન માટે લોકોને તૈયાર કરવા અને એની ટેક્નિકને આગળ વધારવાનો છે, જેનાથી પૃથ્વી પરના જીવનને ફાયદો થઈ શકે. ઈમરજન્સી મેડિસિન અને એરોસ્પેસ મેડિસિનના નિષ્ણાત ડોક્ટર મેનન લાંબા સમયગાળા માટે રિસર્ચર તરીકે કામ કરશે, તેમ જ એક ટેસ્ટ સબ્જેક્ટ તરીકે પણ પોતાની ભૂમિકા નિભાવશે.
અનિલ મેનનના રિસર્ચમાં માઈક્રોગ્રેવિટીનું માનવીના શરીરમાં મહત્ત્વની અસર છે. આ રિસર્ચમાં પણ મહત્ત્વના ડેટા મળવાની અપેક્ષા છે. એની માહિતી નાસા અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીને ચંદ્ર અને મંગળ મિશન માટે તૈયારી કરવામાં મદદ મળશે. ઉપરાંત, માઈક્રોગ્રેવિટીમાં અંતરિક્ષ યાત્રીઓમાં બ્લડ ફ્લો, નસોની બનાવટ અને લોહી પર પડનારી અસરનું પણ પરીક્ષણ કરશે.
.@NASA astronaut Anil Menon and Roscosmos cosmonauts Pyotr Dubrov and Anna Kikina lifted off atop the Soyuz MS-29 spacecraft at 10:47 a.m. EDT today for a 1:56 p.m. docking to the International Space Station. More… https://t.co/OgfE3jFh0Y pic.twitter.com/D0IWMdUbZP
— International Space Station (@Space_Station) July 14, 2026
મેનન ઓગમેન્ટેડ રિયાલિટી, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અલ્ટ્રાસાઉન્ડની પણ તપાસ કરશે. સેમી કન્ડક્ટર ક્રિસ્ટલના સ્પેસમાં પ્રોડક્શનને શ્રેષ્ઠતમ બનાવવા માટે રિસર્ચ કરશે, જેથી હાઈ પર્ફોર્મન્સ કમ્પ્યુટર, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને શ્રેષ્ઠ મેડિકલ ડિવાઈસ માટે જરુરી સાધનસામગ્રી બનાવી શકાય.
આગામી આઠ મહિના સુધી તેમના મિશન વખતે એકત્ર કરેલ ડેટા નાસા માટે ઉપયોગી બનશે, જેમાં માનવી સ્પેસલાઈટને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે. મિશન પૂરું થયા પછી અનિલ મેનન પૃથ્વી પર 2027માં પાછા ફરશે. આ આઠ મહિનાના મિશનમાં અનેક વૈજ્ઞાનિક પ્રયોગો અને નવી નવી ટેક્નિકનું પરીક્ષણ કરશે.
